HomerevoinewsLACની નજીક ભારતીય સીમામાં ઘૂસ્યા ન હતા ચીની સૈનિકો: ઈન્ડિયન આર્મી

LACની નજીક ભારતીય સીમામાં ઘૂસ્યા ન હતા ચીની સૈનિકો: ઈન્ડિયન આર્મી

ભારતીય સીમામાં ફરી એકવાર ચીની સેનાની ઘૂસણખોરીના અહેવાલોને ભારતીય સેનાએ રદિયો આપ્યો છે.

ભારતીય સેનાનું કહેવું છે કે લડાખના દામચોક વિસ્તારમાં છ જુલાઈએ ચીનના લોકોએ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાર કરી ન હતી. ચીનના નાગરિકો પોતાની સીમામાં જ હતા અને ત્યાંથી તેઓ બેનર દેખાડી રહ્યા હતા.

આના પહેલા સૂત્રોને ટાંકીને આવેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીની સેનાએ સિવિલ ડ્રેસમાં લડાખ સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે તિબેટી ધર્મગુરુ દલાઈ લામાના જન્મદિવસ પર 5-6 જુલાઈની વચ્ચે સિવિલ ડ્રેસમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments