1. Home
  2. revoinews
  3. પૂરથી હાહાકારઃ કેરળમાં અત્યાર સુધી 113ના મોત, ઉત્તરાખંડમાં હાઈએલર્ટ
પૂરથી હાહાકારઃ કેરળમાં અત્યાર સુધી 113ના મોત, ઉત્તરાખંડમાં હાઈએલર્ટ

પૂરથી હાહાકારઃ કેરળમાં અત્યાર સુધી 113ના મોત, ઉત્તરાખંડમાં હાઈએલર્ટ

0
Social Share

દેશના ઘણા રાજ્યો ભારે વરસાદને પગલે હાલાકી ભોગવી રહ્યા છે. ઉત્તરાખંડ સહિત દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ અને પૂરનો સિલસીલો યથાવત છે. પહાડીઓ વિસ્તારોમાંથી માંડી મેદાનો સુધી વરસાદ અને પૂરની પરિસ્થિતિ જીવલેણ સાબિત થઈ રહી  છે. પર્વતીય વિસ્તારના રાજ્યોમાં ભૂસ્ખલન અને વરસાદના સમાચારો સામે અવારનવાર વતા રહેતા હોય છે,ત્યારે વધુ વરસાદના પગલે અનેક સ્થળોએ વાદળ ફાટવાના સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે આજે પણ ઉત્તરકાશી, ટિહરી, પૌરી, રૂદ્રપ્રયાગ અને કુમાઉના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ માટે સુચના આપી છે અને વધુ વરસાદના કારણે બે દિવસ હીએલર્ટ જાહેર કર્યું છે, ચેતવણી જાહેર કરી છે.


કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશા પૂરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ સર્વે કર્યું છ. મંત્રી ધર્મેન્દ્રએ બાલનગીર, કલાહંડી, સોનપુર, બૌધ જિલ્લાની મુલાકાત લીધી . ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંગીતા સિંહ દેવ અને સાંસદ બસંત કુમાર પણ કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન  સાથે હાજર રહ્યા

ત્યારે તામિલનાડુમાં વરસાદનું જોર યથાવત રહ્યું છે. વિતેલી રાતથી ચેન્નાઈ અને વેલોરમાં પણ ભારે વરસાદે આતંક મચાવ્યો  છે. અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે
નેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દરિયાકિના વિસ્તારોમાં  સતત વરસાદ થવાની સંભાવના સેવી રહી છે.

હવામાન વિભાગે પહાડી રાજ્યોને રેડ એલર્ટની સુચનાઓ આપી છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ગોહર ગામ નજીક મોટા પ્રમાણમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી રહી છે, આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાનિ થવા પામી નથી, ત્યારે પ્માચલ પ્રદેશમાં વરસાદનું જોર યથાવત રહ્યું છે.ત્યારે મધ્યપ્રદેશમાં પણ ભારે પૂર અને મુશળધાર વરસાદને કારણે જળજીવન ખોળવાયું છે, ત્યારે મધ્ય પ્રદેશના નીમચમાં ડ્રેઇન પાસે બનાવામાં આવેલી હંગામી દુકાન એક જ ઝટકામાં કાલમાં આવેલા પાણીના પ્રવાહથી વહેતી થઈ હતી, નીમચમાં વરસાદને કારણે નદી અને ગટર અને કેનાલમાં પણ પાણીના સ્તર વધ્યા છે.


હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ અસરગ્રસ્ત, હિમાચલ પ્રદેશના લોકો પૂર અને વરસાદથી ભાગવી રહ્યા છે હાલાકી . ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ પર અવરજવર સંપૂર્ણ પણે બંધ,. ભૂસ્ખલનને કારણે સૈંજ ખીણ અને કુલ્લુ માર્ગ પર વાહન વ્યવહાર ખોળવાયો

ત્યારે રાજસ્થાન પણ ભારે વરસાદ અને પૂરના પ્રકોપથી લોકોનું જનજીવલ ખોળવાયું રહ્યું છે. રાજસ્થાનની કાલિસિંધ નદીમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે. કાલિસિંધ નદીની આજુબાજુના વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઝાલાવાડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે

ઉત્તરાખંડના બાંસવાડા, બદ્રીનાથ, લંગાસુ સહિત અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે.પહાડી ઉપરાંત વરસાદ અને મેદાનોમાં પૂરને કારણે પણ તબાહી સર્જાઇ છે. મધ્યપ્રદેશમાં બાર્ગી ડેમના 15 દરવાજા ખોલ્યા બાદ બાર્ના નદીનું પાણી બેકાબૂ બનતા જુબાજુના વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાથી પાણી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણએ ગામ આખું બૅટમાં ફેરવાયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code