Homerevoinewsકંગનાની ફિલ્મ તેજસ ડિસેમ્બરમાં ટેક – ઓફ કરવા માટે તૈયાર

કંગનાની ફિલ્મ તેજસ ડિસેમ્બરમાં ટેક – ઓફ કરવા માટે તૈયાર

  • કંગના રનૌતનું તેજસ ડીસેમ્બરમાં ભરશે ઉડાન
  • કંગના રનૌતે ટવિટ કરી ફેંસને આપ્યા સમાચાર
  • કંગના પહેલીવાર એરફોર્સ પાયલોટની ભૂમિકામાં

મુંબઈ: કોરોનાનો કહેર યથાવત છે ત્યારે દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. કોરોનાની માર સોથી વધુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને થઇ છે. સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ બંધ થવાને કારણે કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ હાલ કોરોનાને કારણે સિનેમા હોલ બંધ છે. આ દરમિયાન બોલિવૂડની પંગા ક્વીન કંગના રનૌતે એક સારા સમાચાર આપ્યા છે. કંગના રનૌતે આગામી ફિલ્મ ‘તેજસ’ ને લઇ મહત્વની માહિતી આપી છે.

કંગના રનૌતે 28 ઓગસ્ટ એટલે આજે ટવિટ કરીને પોતાની આગામી ફિલ્મ ‘તેજસ’ ને લઇને માહિતી આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, આ ડિસેમ્બરમાં ટેક – ઓફ કરવા માટે તેજસ તૈયાર છે. આ સાહસી વાર્તાનો એક ભાગ બનવા માટે ગર્વ અનુભવું છું. આ આપણા બહાદુર એરફોર્સ પાઇલટ્સ માટે આ એક મહાન બાબત છે. જય હિન્દ.

આ ફિલ્મમાં કંગના પહેલીવાર એરફોર્સ પાયલોટની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને ડાયરેક્ટ સર્વેશ મેવાડા કરી રહ્યા છે અને રોની સ્ક્રુવાલા તેને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મના શૂટિંગનું કામ જુલાઈથી શરૂ થવાનું હતું, પરંતુ કોરોનાને કારણે આ ફિલ્મ કદાચ મોકૂફ રાખવામાં આવી. અને એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે. ડિસેમ્બરમાં આ ફિલ્મના શૂટિંગ પર કામ શરૂ કરવામાં આવશે. ફિલ્મનો ફર્સ્ટ લૂક ફેબ્રુઆરીમાં સામે આવ્યો હતો, જેમાં કંગના એરફોર્સના પાઇલટના લુકમાં જોવા મળી હતી. તે હાથમાં હેલ્મેટ લઈને આત્મવિશ્વાસ અને ઉત્સાહથી ભરેલી જોવા મળી રહી છે. ફોટામાં તેની પાછળ એક જેટ ફાઇટર દેખાય છે.

_Devanshi

RELATED ARTICLES

Most Popular

Recent Comments