છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્રની સરકાર એક્શનમાં છે,પી ચિદમ્બરમ,ડીકેશિવ કુમાર અને ઉત્તર પ્રદેશમાં આઝમખાન સામે કાનુની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે મુલાયમ સિંહના પરિવારને એક મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ આપ્યા પછી સરકારે મુલાયમ સિંહના પરિવાર પાસેથી લોહિયા ટ્રસ્ટનું મકાન ઝપ્ત કરી લીધું છે. રાજ્ય સંપત્તિ વિભાગે શુક્રવારે વિક્રમાદિત્ય માર્ગ પર લોહિયા ટ્રસ્ટનો જે બંગલો હતો તે ખાલી કરાવ્યો હતો. મુલાયમસિંહ યાદવ ટ્રસ્ટના અધ્યક્ષ અને શિવપાલસિંહ યાદવ સેક્રેટરી છે.સમાજ વાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કેટલાક મોટા નેતાઓ આ ટ્રેસ્ટના સભ્યો છે.
લોહિયા ટ્રસ્ટની આ બિલ્ડિંગ શિવપાલ યાદવની પાર્ટીના કબજામાં હતી અને છેલ્લા કેટલાક મહિનાથી માર્કેટના ભાવ પર ભાડૂ વસુલ કરવામાં આવી રહ્યું હતુ.રાજ્ય સંપતિ વિભાગે સુપ્રીમ કોર્ટના આદેશ પર કાર્યવાહી કરી છે,રાજ્ય સંપતિ વિભાગે એક્શન લેતા ભારે સુરક્ષા સાથે લાહિયા ટ્રેસ્ટને કબ્જે કર્યું છે,સુપ્રીમ કોર્ટે પ્રદેશના 6 પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી બંગલાઓને ખાલી કરવાના આદેશ આપ્યા હતા.
આ લોહિયા ટ્રેસ્ટમાં ડૉ.રામ મનોહર લોહિયાની મુર્તિ રાખવામાં આવી છે, મૂર્તિને બચાવવાના એક પમ પ્રયત્નો કરવામાં નહોતા આવ્યા.રિટાયર્ડ આઈએએસ અધિકારી એસએન શુક્લાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતુ કે,લોહિયા ટ્રસ્ટ બંગલો નિયમોનું ઉલ્લંધન કરીને ફાળવાવામાં આવ્યો છે આ સાથે અન્ય ઘણા બંગલો પણ નિયમ સામે ફાળવવામાં આવ્યા છે. તેના પર સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટ અને સોસાયટીના અનધિકૃત બંગલાઓને ચાર મહિનામાં ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.
આ બંગલો ખાલી કરવા માટે લોહિયા ટ્રસ્ટે રાજ્ય સંપતિ વિભાગ પાસે સમય માંગ્યો હતો ફાળવણી રદ થયા પછી આ ટ્રસ્ટ મહિને 70 હજાર રૂપિયા બંગલાનું ભાડુ ચૂકવતો હતો. આ ભાડુ બજાર દરે લેવામાં આવતું હતું. નવા કાયદા હેઠળ લોહિયા ટ્રસ્ટ માટે બંગલો 1 જાન્યુઆરી, 2017 ના રોજ ફાળવવામાં આવ્યો હતો. ફાળવણી 10 વર્ષ માટે કરવામાં આવી હતી જ્યારે સુધારેલા અધિનિયમ પ્રમાણે બંગલાને પાંચ વર્ષ માટે ફાળવી શકાય છે.