1. Home
  2. revoinews
  3. વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર બીગ બીએ શેર કર્યો આ ખાસ ફોટો….
વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર બીગ બીએ શેર કર્યો આ ખાસ ફોટો….

વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર બીગ બીએ શેર કર્યો આ ખાસ ફોટો….

0
Social Share
  • અમિતાભ બચ્ચને વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર પોતાનો ફોટો શેર કર્યો
  • બીગ બી એ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
  • તેઓ ઘણા કેમેરાથી ઘેરાયેલા નજરે પડી રહ્યા છે

બોલીવુડના બાદશાહ સોશિયલ મીડિયા પર તેમના ચાહકો માટે કંઈક ને કંઈક મનોરંજન શેર કરતા રહે છે. તો સાથે જ તેમણે પોતાના બ્લોગમાં ઘણી એવી બાબતોનો ઉલ્લેખ પણ કર્યો છે જે તેના ફેંસને જાણવું ગમે છે. ઉપરાંત, બિગ બી દરેક ખાસ દિવસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના ચાહકોને શુભેચ્છાઓ પાઠવતા હોય છે. ત્યારે આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર બિગ બીએ એક ખાસ પોસ્ટ શેર કરી છે.

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે જેમાં તેઓ ચારે બાજુથી કેમેરાથી ઘેરાયેલા છે. બિગ બીએ આ પોસ્ટ શેર કરતા લખ્યું કે, વર્લ્ડ ફોટોગ્રાફી ડે 19 ઓગસ્ટ ! અભિનેતા સાવચેત રહો કે તેઓ હવે તમારા ચહેરાને તકનીકથી બદલી શકે છે.

થોડા સમય પહેલા જ અમિતાભ બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા . તેમની સાથે તેમનો પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ એશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા પણ સંક્રમિત થયા હતા…. તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હાલ, બચ્ચન પરિવારે કોરોના વાયરસથીની જીત મેળવી લીધી છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code