અમદાવાદ: ભારત દેશ અને મોદી સરકાર દેશની રક્ષા કેવી રીતે કરવી અને તેના માટે શું પગલા લેવા તે વાત ખુબ સારી રીતે જાણે છે અને જરૂર મુજબ સુરક્ષાને લઈને પગલા પણ લીધા છે. આ પગલાથી જો સૌથી વધારે કોઈ ચિંતિત હોય તો તે છે પાકિસ્તાન.
પાકિસ્તાન ચિંતિત હોય તે વાતમાં કોઈ નવાઈ નથી કારણ કે ભારતની આ તાકાતથી પાકિસ્તાન સમજી ગયું છે કે ભારતને પાકિસ્તાન પર હુમલો કરવા માટે હવે બોર્ડર પણ પાર કરવાની જરૂર નથી, ભારતે 2-3 દિવસ પહેલા જ રક્ષાકરાર મુજબ ફ્રાન્સ પાસેથી 5 રફાલ લીધા છે તે એક જ જગ્યા પર રહીને 300 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે.
પાકિસ્તાનને પોતાના ઘરમાં પાળેલા આતંકવાદનો ખાત્મો બોલી જવાનો ડર છે કારણ કે ભારતના રફાલ ભારતમાં રહીને જ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવી શકે છે.
મહત્વનું છે કે પાકિસ્તાન અને ચીનની વધતી જતી અટકચાળાવાળી પ્રવૃતિઓને કારણે ભારત વધારે હથિયાર ખરીદવા મજબૂર બની રહ્યું છે અને પાકિસ્તાન અને ચીનની ચાલથી ભારત ખુબ સારી રીતે જાણકાર છે. જે રીતે પાકિસ્તાન અને ચીન બંન્ને ભેગા થઈને ભારતને કાઉન્ટર કરવા માટે સંબંધ વિકસાવી રહ્યા છે તેને જોતા ભારત પણ યોગ્ય સમયે જવાબ આપવા માટે પોતાની તાકાત વધારી રહ્યું છે.
ભારત આમ તો પહેલેથી જ બે મોર્ચે દુશ્મન સામે લડવાની તાકાત ધરાવતું હતું પણ રફાલના આવવાથી ભારતીય વાયુસેના વધારે મજબૂત બની છે અને આગામી ટુંક સમયમાં વધારે રફાલ વિમાનના ભારતીય વાયુસેનામાં જોડાવવાથી તે વધારે મજબૂત બનશે.
ભારતનું રફાલ ખરીદવા પાછળનું મુખ્ય કારણ ચીનને પહોંચી વળવા માટેનું હોઈ શકે અને વાત કરીએ પાકિસ્તાનની તો જો ભારતનું મિગ વિમાન હાલના બેસ્ટ ગણાતા વિમાનોમાંનું એક એફ-16 પાડી દેતું હોય તો ભારતીય પાયલોટના હાથમાં જો રફાલ આવે તો તે શું ન કરી શકે તેનો વિચાર તમે જાતે જ લગાવી શકો છો.
ઉલ્લેખનીય છે કે આતંકવાદના પ્રેમી પાકિસ્તાને તો વિશ્વના કેટલાક દેશો સામે પોતાની વાત મુકી છે જેમાં કહ્યું કે ભારત પોતાની પરમાણું તાકાત વધારી રહ્યું છે અને વિશ્વનો બીજા નંબરનો સૌથી વધારે હથિયાર આયાત કરતો દેશ બની ગયો છે. ભારતના આ વલણથી દક્ષિણ એશિયાના દેશોમાં હથિયારની રેસ લાગી શકે છે.
_VINAYAK