1. Home
  2. revoinews
  3. ગુજરાત હાઇકોર્ટે ખાનગી સ્કૂલો ફી નહીં ઊઘરાવી શકે તેવો ગુજરાત સરકારનો પરિપત્ર રદ કર્યો
ગુજરાત હાઇકોર્ટે ખાનગી સ્કૂલો ફી નહીં ઊઘરાવી શકે તેવો ગુજરાત સરકારનો પરિપત્ર રદ કર્યો

ગુજરાત હાઇકોર્ટે ખાનગી સ્કૂલો ફી નહીં ઊઘરાવી શકે તેવો ગુજરાત સરકારનો પરિપત્ર રદ કર્યો

0
  • ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારનો પરિપત્ર રદ કર્યો
  • ખાનગી સ્કૂલો ફી ના ઉઘરાવી શકે તેવો હતો પરિપત્ર
  • હવે ખાનગી સ્કૂલો વાલીઓ પાસે ફી ઉઘરાવી શકશે

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે ખાનગી સ્કૂલો ફી નહીં ઉઘરાવી શકે તેવો ગુજરાત સરકારનો પરિપત્ર રદ કરી દીધો છે. હાઇકોર્ટે વચગાળાનો આદેશ આપતા આ પરિપત્ર રદ કરી દીધો છે. આપને જણાવી દઇએ કે કોરોના સંકટ દરમિયાન વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી રાજ્ય સરકારે વાલીઓના હિતમાં નિર્ણય લેતા ખાનગી સ્કૂલો ફી નહીં ઉઘરાવી શકે તેવો પરિપત્ર બહાર પાડ્યો હતો. જો કે હવે હાઇકોર્ટે આ પરિપત્ર રદ કરી દીધો છે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ હવે ખાનગી સ્કૂલો વાલીઓ પાસેથી ફી ઉઘરાવી શકે છે.

ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદા બાદ રાજ્ય સરકાર હવે સંચાલકો સાથે આ અંગે વાટાઘાટો કરે તેવો વિકલ્પ છે. તે ઉપરાંત સરકાર પાસે ઉપલી કોર્ટમાં જવાનો વિકલ્પ પણ છે. આ મામલે પ્રતિક્રિયા આપતા સરકારે જણાવ્યું હતું કે, ચુકાદાનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ જ શું કરવું તેના વિશે કોઇ નિર્ણય લેવાશે.

નોંધનીય છે કે, ગુજરાત સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એવો પરિપત્ર કર્યો હતો કે વર્ષ 2020-21માં કોઈ પણ સ્કૂલ ફીમાં વધારો કરી શકશે નહીં. આ ઉપરાંત સ્કૂલ વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી સ્કૂલ કોઈ પણ પ્રકારની શૈક્ષણિક ફી નહીં ઉઘરાવી શકે. ગુજરાત સરકારના અન્ય મુદ્દા હાઇકોર્ટે યથાવત રાખ્યા છે. પરિપત્રનો જે ચોથા નંબરનો ફી અંગેનો મુદ્દો હતો તે કોર્ટે રદ કર્યો છે.શૈક્ષણિક કાર્ય શરૂ રાખો.

ગુજરાત હાઇકોર્ટે આ અંગે ચુકાદો આપતા ખાનગી સ્કૂલ સંચાલકોને શૈક્ષણિક કાર્ય શરૂ રાખવાનો આદેશ કર્યો હતો. સાથે જ ફી મામલે સરકાર સાથે બેસીને કોઈ નિરાકરણ લાવવાનું કહ્યું હતું.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.