પી.કે.મિશ્રાએ પીએમ મોદીના મુખ્ય સચિવ તરીકેનો પદભાર સંભાળ્યો, પી. કે. સિંહા પણ બન્યા પીએમના મુખ્ય સલાહકાર
પીએમ મોદીના મુખ્ય સચિવ તરીકે એક મિશ્રાના સ્થાને બીજા મિશ્રા આવ્યા
પી. કે. સિંહા વડાપ્રધાન મોદીના મુખ્ય સલાહકાર બન્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મુખ્ય સચિવ તરીકે ડૉ. પ્રમોદકુમાર મિશ્રાએ પદભાર ગ્રહણ કર્યો છે. બુધવારે જાહેર કરવામાં આવેલા સરકારી નિવેદન પ્રમાણે, મિશ્રાએ આ પદભાર ગ્રહણ કર્યો છે. ડૉ. મિશ્રાએ નૃપેન્દ્ર મિશ્રાનું સ્થાન ગ્રહણ કર્યું છે. તેઓ પીએમ મોદીની સાથે લાંબો સમય સુધી કામ કરી ચુક્યા છે. કેન્દ્રમાં પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ તેમને તેમણે ગત મહીને જ રાજીનામું આપ્યું હતું. ત્યારે મોદીએ તેમને વધુ બે સપ્તાહ સુધી પદ પર રહેવા માટે જણાવ્યું હતું.
પીએમ મોદીના નવા મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રા ગુજરાત કેડરમાંથી આવે છે અને તેઓ 1972ની બેચના આઈએએસ છે. કૃષિ, આફત પ્રબંધન, ઊર્જા, નિયામક મામલા અને આધારભૂત સંરચના જેવા વિભિન્ન ક્ષેત્રોમાં તેમણે ઘણાં કાર્યક્રમોનું મેનેજમેન્ટ કર્યું છે.
તાજેતરમાં નિયુક્તિ પહેલા તેઓ પીએમના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી, કેબિનેટ પ્રધાનની રેન્ક પર અને સેક્રેટરી એગ્રિકલ્ચર એન્ડ કોર્પોરેશન પણ રહી ચુક્યા છે. તેમણે આ સમયગાળા દરમિયાન નેશનલ એગ્રિકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અને નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન જેવી યોજનાઓમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
ડૉ. મિશ્રાએ યુનિવર્સિટી ઓફ સસેક્સથી ઈકોનોમિક્સ-ડેવલોપમેન્ટ સ્ટડીઝમાં પીએચડી કર્યું છે અને આ વર્ષની શરૂઆતમાં તેમને આફત પ્રબંધનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ યુનાઈટેડ નેશન્સ SASAKAWA Awardથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
પી. કે. મિશ્રા સિવાય ભૂતપૂર્વ કેબિનેટ સચિવ પી. કે. સિંહા પીએમ મોદીના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત થયા છે. સિંહા વડાપ્રધાન કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશયલ ડ્યૂટી તરીકે કામ કરી રહ્યા હતા. તેમની નિયુક્તિ 11 સપ્ટેમ્બર-2019થી અમલમાં આવી છે.
જાહેર કરવામાં આવેલા સરકારી આદેશ પ્રમાણે, કેબિનેટની નિયુક્તિ સમિતિએ હાલમાં પીએમઓમાં ઓએસડીના પદ પર સેવાઓ આપી રહેલા પી. કે. સિંહાની પીએમ મોદીના મુખ્ય સલાહકાર પદ પર નિયુક્તિને મંજૂરી આપી છે. આ નિયુક્તિ 11 સપ્ટેમ્બર-2019થી અમલી છે.