1. Home
  2. revoinews
  3. ટ્રિપલ તલાક પર કાયદો બાબાસાહેબ આંબેડકરના સપનાને આદર આપતા મુસ્લિમ મહિલાઓના હકો માટેનું પગલું : પીએમ મોદી
ટ્રિપલ તલાક પર કાયદો બાબાસાહેબ આંબેડકરના સપનાને આદર આપતા મુસ્લિમ મહિલાઓના હકો માટેનું પગલું : પીએમ મોદી

ટ્રિપલ તલાક પર કાયદો બાબાસાહેબ આંબેડકરના સપનાને આદર આપતા મુસ્લિમ મહિલાઓના હકો માટેનું પગલું : પીએમ મોદી

0
Social Share

ભારતના 73મા સ્વતંત્રતા દિવસના જશ્ન પર દિલ્હીના લાલકિલ્લા પરથી સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ મહિલાઓના મુદ્દા, ટ્રિપલ તલાક, અનુચ્છેદ-35એ અને 370 પર બોલતા કહ્યુ હતુ કે અમે ના તો સમસ્યાઓને પાળીએ છીએ અને ન તો ટાળીએ છીએ.

કેસરિયા સાફા અને સફેદ કુર્તા-પાયજામામાં પીએમ મોદી આ વખતે ગત પાંચ વખત કરતા અલગ નજરે પડયા હતા. તેમે તિરંગો ફરકાવ્યો અને ભાષણની શરૂઆત પૂર પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કરતા કરી હતી. બાદમાં તેમણે તાજેતરમાં ટ્રિપલ તલાક બિલ પર વાત કરતા કહ્યુ કે શું અમને હક નથી કે અમે મુસ્લિમ મહિલાઓના હકની વાત કરીએ?

તેમણે 21મી સદીના ભારતની વાત કરતા કહ્યુ કે ઈસ્લામિક દેશોએ પણ ટ્રિપલ તલાકને ઘણાં સમય પહેલા સમાપ્ત કરી દીધો હતો. પરંતુ આ દેશ આ દિશામાં પગલું ઉઠાવવાથી કતરાતો રહ્યો.

તેમણે કહ્યુ છે કે જ્યારે આપણે બાળ લગ્નો વિરુદ્ધ અવાજ ઉઠાવી શકીએ છીએ, સતી પ્રથા સમાપ્ત કરી શકીએ છીએ, દહેજ પ્રથાની સામે ઉભા થઈ શકીએ છીએ, તો ત્રણ તલાકનો મામલો કેમ ઉઠાવી શકીએ નહીં.

તેમણે કહ્યુ છે કે ત્રણ તલાક મુસ્લિમ દીકરીઓના માથા પર એક તલવારની જેમ લટકતું રહ્યું હતું. તે ડરેલી જિંદગી જીવી રહી હતી. ત્રણ તલાકનો ડર તેમને જીવવા દેતો ન હતો. તેને મજબૂર કરીને રાખતો હતો. અમે બાબાસાહેબ આંબેડકરના સપનાને સમ્માન આપતા મુસ્લિમ મહિલાઓના હકો માટે આ પગલું ઉઠાવ્યું છે. હવે તેઓ પણ આ દેશના વિકાસમાં બરાબરની ભાગીદાર બની શકે છે.

મહિલાઓની વાત કર્યા બાદ મોદીએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી અને તાજેતરમાં અસરહીન કરાયેલી કલમ-370ની વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે 70 વર્ષ દરેક સરકારે આ દિશામાં કંઈને કંઈ કોશિશ કરી. પરંતુ ઈચ્છિત પરિણામ મળ્યું નહીં. ગત 70 વર્ષોમાં ત્યાં આતંકવાદ અને પરિવારવાદને પોષવાનું કામ કરાયું છે. ભાગલાવાદ અને ભ્રષ્ટાચારના પાયાને મજબૂત કરવાનું કામ કરવામાં આવ્યું. તેવામાં નવેસરથી વિચારવાની જરૂરિયાત હતી.

તેમણે કહ્યુ કે જમ્મુ-કાશ્મીર અને લડાખના લોકોની જન આકાંક્ષાઓ પૂર્ણ થાય, આ આપણા સૌનું દાયિત્વ છે. તેમના સપનાઓને નવી પાંખો મળે. આ આપણી જવાબદારી છે. 130 કરોડની જનતાએ આની જવાબદારી ઉઠાવાની છે. સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના દેશને એકીકરણના સૂત્રમાં બાંધવાના સપનાને પૂર્ણ કર્યું અને બે તૃતિયાંશ બહુમતીથી આર્ટિકલ 370 હટાવવાનો કાયદો પારીત કર્યો. તેનો અર્થ છે કે દરેકના દિલમાં આ વાત હતી. પરંતુ આગળ કોણ આવે. પરંતુ સુધારો કરવાનો તમારો ઈરાદો ન હતો. અમે આ 70 દિવસમાં કરીને દેખાડયું.

મોદીએ કહ્યુ છે કે લાખો લોકો વિસ્થાપિત થઈને આવ્યા. તેમને માનવીય અધિકાર મળ્યા નથી. પહાડી ભાઈઓની ચિંતાઓને દૂર કરવાની દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ભારતની વિકાસયાત્રામાં જમ્મુ-કાશ્મીર મોટું યોગદાન આપી શકે છે. નવી વ્યવસ્થા નાગરિકોના હિતો માટે કામ કરવા માટે સીધી સુવિધા પ્રદાન કરશે.

તેમણે કહ્યુ છે કે ત્યાંની મહિલાઓ, દલિતો અને આદિવાસી જનજાતિઓ, સફાઈ કર્મચારીઓને તેમનો કાયદાકીય હક મળી શકશે. હવે જમ્મુ-કાશ્મીર દેશ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રેરક બની શકશે. મારા માટે આ દેશનું ભવિષ્ય જ સર્વસ્વ છે.

ભારતમાતા કી જયના સૂત્રો અને વંદમાતરમના નારા સાથે તેમણે રાષ્ટ્રને નામ સંબોધન સમાપ્ત કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code