નવી દિલ્હી: અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે અભિયાનમાં સૌથી આગળ રહેલી વિશ્વ હિંદુ પરિષદ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. વીએચપીએ આ મુદ્દા પર ચર્ચા માટે આ મહીના આખરમાં પોતાના ટોચના નેતાઓની બેઠક બોલાવી છે. વીએચપીનો દાવો છે કે આ યોજના પર દોઢ વર્ષમાં કામ શરૂ થઈ જશે. વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે સ્પષ્ટ કર્યું છે કે તેમનું સંગઠન રામમંદિર નિર્માણ પર અનિશ્ચિતકાળ સુધી રાહ જોશે નહીં અને સંગઠને એનડીએ સરકારના બીજા કાર્યકાળના પહેલા મહીનાની અંદર જ નરેન્દ્ર મોદી સરકારને તેમના વાયદા સંદર્ભે યાદ અપવવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યુ છે કે એક વાત સ્પષ્ટ છે કે વીએચપી બે મુદ્દા પર સમજૂતી નહીં કરે- પહેલું ભગવાન રામના જન્મસ્થાન પર માત્ર મંદિર બનશે અને બીજું, અયોધ્યાની સાંસ્કૃતિક સીમાઓની અંદર કોઈ મસ્જિદ નહીં બની શકે. આલોક કુમારે કહ્યુ છે કે વીએચપીની માર્ગદર્શક સમિતિ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે 19-20 જૂનના રોજ હરિદ્વારમાં બેઠક કરશે અને એક પ્રસ્તાવ પારીત કરશે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપવામાં આવશે. વીએચપીના નેતાએ કહ્યુ છે કે અમે એક પ્રસ્તાવ પારીત કરીશું અને તેને વડાપ્રધાનને આપીશું. અમે તેમને યાદ અપાવીશું કે તમારા ઘોષણાપત્રમાં રામમંદિર નિર્માણનો વાયદો કરવામાં આવ્યો છે.
અયોધ્યામાં એક ભવ્ય રામમંદિરનું નિર્માણ ભાજપના એજન્ડામાં ટોચના મુદ્દામાંથી એક રહ્યો છે અને લોકસભા ચૂંટણી માટે પાર્ટીના તમામ ઘોષણાપત્રમાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. વડાપ્રધાને તેની સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે સરકાર ન્યાયિક પ્રક્રિયાના પરિણામની રાહ જોશે. આ મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં તમામ હિતધારકો સાથે વાત કરવા અને 15 ઓગસ્ટનો એક રિપોર્ટ આપવા માટે વાટાઘાટકારોની ત્રણ સદસ્યની સમિતિ નિયુક્ત કરી છે. વીએચપીના નેતાએ સાથે જ એમ પણ કહ્યુ છે કે સરકારે બસ કેટલાક દિવસ પહેલા કાર્યભાર સંભાળ્યો છે, તો થોડું ધીરજ રાખવાની જરૂરત છે.
પરંતુ જ્યારે એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે કેટલાક લોકોનું માનવું છે કે રામમંદિર માટે ત્રણ દશકથી રાહ જોવાઈ રહી છે. જેમાં મોદી સરકારના પહેલા કાર્યકાળના પાંચ વર્ષ પણ સામેલ છે, તો તેમણે પલવાટ કરતા જવાબ આપતા કહ્યુ હતુ કે હવે નહીં કરીએ, અમે અનિશ્ચિતકાળ સુધી હવે રાહ નહીં જોઈએ. રામમમંદિર પર એકથી દોઢ વર્ષની અંદર કામ શરૂ થઈ જશે. હું અટકળબાજી નથી કરી રહ્યો, પરંતુ એક જાણકાર શખ્સ તરીકે જણાવી રહ્યો છું. તેમણે કહ્યુ છે કે અમે વડાપ્રધાનને મળીશું અને તેમને જણાવીશું કે અમે અમારા સંકલ્પમાં દ્રઢ છીએ. અમે સરકાર પર દબાણ બનાવીશું. તેઓ (ભાજપ) પણ ચાહે છે કે આમ થાય.