કોંગ્રેસમાં ‘રાજીનામાની ઋતુ’: યુપી કોંગ્રેસના ઉપાધ્યક્ષ, મહાસચિવ સહીત 13 લોકોએ કર્યો પદત્યાગ
કોંગ્રેસમાં શુક્રવારે 120 પદાધિકારીઓના રાજીનામા બાદ હવે યુપી કોંગ્રેસમાં રાજીનામાનો મામલો સામે આવ્યો છે.
યુપી કોંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રણજીતસિંહ જુદેવ, મહાસચિવ આરાધના મિશ્રા મોના, ઉપાધ્યક્ષ આર. પી. ત્રિપાઠી અને 10 અન્ય નેતાઓએ રાજીનામા આપ્યા છે. તેમણે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હારની નૈતિક જવાબદારી લેતા રાજીનામા આપ્યા છે.
અન્ય દશ વ્યક્તિઓમાં મહામંત્રી સતીષ અજમાની, મહામંત્રી શ્યામકિશોર શુક્લ, મહામંત્રી હનુમાન ત્રિપાઠી, મહામંત્રી દ્વિજેન્દ્ર ત્રિપાઠી, વિભાગ અને પ્રકોષ્ઠ પ્રભારી વિરેન્દ્ર મદાન, સંગઠન મંત્રી શિવ પાંડેય, સચિવ અને પ્રવક્તા પંકજ તિવારી, પ્રવક્તા બૃજેન્દ્રકુમાર સિંહ, પ્રવક્તા ડૉ. મંજૂ દીક્ષિત, સોશયલ મીડિયા ઈન્ચાર્જ સંજયસિંહે રાહુલ ગાંધીની તરફેણમાં પોતપોતાના પદો પરથી રાજીનામા આપ્યા છે.
આના સંદર્ભે ઉત્તપ્રદેશ કોંગ્રેસ કમિટીના મીડિયા વિભાગ દ્વારા એક પ્રેસ નિવેદન જાહેર કરીને કોંગ્રેસ પ્રવ્કતા બૃજેન્દ્ર કુમાર સિંહના હસ્તાક્ષર સાથે પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર કરવામાં આવી છે.