1. Home
  2. revoinews
  3. અમેરીકાએ સેનેટ બિલ પસાર કરી ચીનને આપ્યો ફટકો- ટિકટોક પર લાગશે પ્રતિબંધ
અમેરીકાએ સેનેટ બિલ પસાર કરી ચીનને આપ્યો ફટકો-  ટિકટોક પર લાગશે પ્રતિબંધ

અમેરીકાએ સેનેટ બિલ પસાર કરી ચીનને આપ્યો ફટકો- ટિકટોક પર લાગશે પ્રતિબંધ

0
Social Share
  • રિપબ્લિકન સેનેટર જૉશ હોવલે બિલ પસાર કર્યુ
  • અમેરીકાના કોઈ પણ કરકારી કર્મી ટિકટોક વીડિયો અપલોડ નહી કરી શકે
  • નિયમનો ભંગ કરવા પર થશે કાર્યવાહી
  • અમેરીકા આપશે ચીનને ઝટકો
  • ભારત બીાદ અમેરીકા ટિકટોક કરશે બેન

ભારત અને ચીન લદ્દાખ સીમા વિવાદ બાદના ઘર્ષણો પછી ભારત સરકાર દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો હતો જે મુજબ ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે,જેમાં ટિકટોકના સૌથી વધુ યૂઝર્સ ભારતમાં હતા આ એપ બેન થવાથી ચીનને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે તે વાત નકારી શકા. નહી,ત્યારે હવે ફરી અમેરીકા ચીનને ફટકો આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

આ બાબતે અમેરિકી સેનેટે સર્વાનુમતે ચાઈનિઝ એપ ટીકટૉક પર પ્રતિબંધ કરવાને મંજુરી નળઈ હતી,હવે અમેરિકાના સરકારી કર્મચારીઓ ટીકટૉક એપના કોઇ પ્રકારના વિડિયો સોશ્યલ મિડિયા પર અપલોડ નહી કરી શકે અને જે લોકો દ્રારા આમ કરવામાં આવશે તેના પર ગુનાો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે।

રિપબ્લિકન સેનેટર જૉશ હોવલે બધાની અનુમતિથી આ બિલને પસાર કર્યું હતું, ડેમોક્રેટિક સેનેટરએ એવી વાત વહેતી કરી હતી કે અમેરિકા તથા તેના પાડોશી દેશોએ ચીન દેશના જાસુસી ઉપકરણો અને સેન્સરશીપના નિયમોને પડકાર આપવા તથા તેનો સામનો કરવા માટે કોઈ ઠોસ પગલું ભર્યપુ નથી.

આ એહવાલ અંદાજે 58 પાનામાં રજુ કરવામાં આવ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું અને આરોપ હતો કે,ચીન ઈન્ટરનેટની દુનિયામાં પોતાનો બદબદો કરી રહ્યું છે,અમેરીકા અને ભારત સહિતના કેટલાક દેશો ચીનના નિશાના પર છે,આ માટે ચીનને હવે અટકાવવું જોઈએ અને તેના સાને કટક પગલા ભરવાનો સમય આવી ગયો છે,અમેરીકા દ્રારા જે પગલા ભરવામાં આવ્યા છે તે મજબુત નથી,અને જો અમેરીકા હજુ પણ ચીન પ્રત્યે નરમ વલણ દાખવશે તો એ દિવસ દુર નથી કે અમેરીકાના સાઈબર ડોમ પર ચીન હુમલો કરે અથવા ચીન અમેરીકાનું સાઈબર ડોમ કબ્જે કરી લે.

ઉલ્લ્ખનીય છે કે,ચીને બાયોમેટ્રિક અને ફેશ્યલ રિકગ્નીશન ટેક્નિક, જેટા એનેલિસિસ, ઇન્ટરનેટ સેન્સરશીપ અને ડિજિટલ કોમ્યુનિકેશન પર બાજ નજર રાખવા માટે વિકસાવેલા ઉપરકરણોની વાત પણ આ રિપોર્ટમાં આલેખવામાં આવી હતી.

ત્યારે આ સમગ્ર બાબતે 24 વગશીલ રિપબ્લિક સેનેટરોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખ્યો હતો અને પત્ર લખીને ટીકટૉક સહિત તમામ ચાઈનિઝ એપ્સ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે પોતાના રક્ષણ માટે ભારતે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે જે ખુબ સારી વાત છે પરંતુ હવે અમેરીકાએ આ દિશામાં નક્કર પગલું ભરવાની ખુબ જ જરુર છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code