1. Home
  2. revoinews
  3. કાળા હરણ શિકાર કેસઃ-જોધપુર કોર્ટમાં કેસની આગામી સુનાવણી 19 ડિસેમ્બરેે થશે
કાળા હરણ શિકાર કેસઃ-જોધપુર કોર્ટમાં કેસની આગામી સુનાવણી  19 ડિસેમ્બરેે થશે

કાળા હરણ શિકાર કેસઃ-જોધપુર કોર્ટમાં કેસની આગામી સુનાવણી 19 ડિસેમ્બરેે થશે

0
Social Share

ફિલ્મ અભિનેતા સલમાન ખાનની કાળા હરણ શિકારના મામલામાં જોધપુર કોર્ટમાં આજ રોજ સુનાવણી શરુ થી ચૂકી છે, જો કે હજુ સુધી સલમાન ખાન કોર્ટમાં આવ્યા નથી,જણાવવામાં આવી રહ્યું છે કે,સલમાનના વકીલ હાલ કોર્ટમાં હાજર છે પરંતુ હાલતો દરેક લોકો સલમાન ખાનની કોર્ટમાં આવવાની આતુરતાથી રાહ જોઈને બેસ્યા છે

 આ પહેલા કાળા હરણનો શિકાર અને ગેરકાનુની હથિયારના મામલામાં સલમાન ખાને કોર્ટમાં હાજર રહેવાનું હતુ પરંતુ તે મુક કારણોસર હાજર નહોતા રહી શક્યા,ત્યાર પછી કોર્ટે તેમને ફટકાર લગાવતા આજની તારીખ ટલે કે 27 સપ્ટેમ્બર 2019 સુધીનો સમય આપ્યો હતો,કોર્ટે  પમ કહ્યું હતુ કે, જો હવે આગળની તારીખમાં પણ સલમાન કોર્ટમાં હાજર નહી રહે તો તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે,સીજેએમ કોર્ટ દ્રારા તેમને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવતા તેના વિરુધ સલમાન ખાને અરજી કરી હતી જેની સુનાવણી જોધપુરના જિલ્લા અને સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ચંદ્રકુમાર સોંગેરાની કોર્ટમાં ચાલી રહી છે

 સલમાન ખાનના કેસની સુનાવણી શરુ થઈ ગઈ હોવા છતા સલમાન ખાન કોર્ટમાં ન પહોંચતા ફરી કોર્ટે સલમાન ખાનને આગળની તારીખ 19 ડીસેમ્બર આપી છે,તો હવે ફરી સલમાન ખાનના કાળા હરણ કેસનેઆગળની તારીખ આપવામાં આવી છે, જે મુજબ 19 ડીસેમ્બરના રોજ જોધપુર કોર્ટમાં આ કેસની આગળની સુનાવણી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code