1. Home
  2. revoinews
  3. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા” આવતીકાલે થશે રીલિઝ
સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા” આવતીકાલે થશે રીલિઝ

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા” આવતીકાલે થશે રીલિઝ

0
  • આવતીકાલે સુશાંત સિંહ રાજપૂતની દિલ બેચારા રીલિઝ થશે….આ સમયે તમે જોઈ શકશો ફિલ્મ
  • 24 જુલાઈના રોજ રીલિઝ થશે દિલ બેચારા
  • સાંજે સાડા સાત વાગ્યાથી લાઈવ થશે ફિલ્મ દિલ બેચારા
  • તમામ દર્શકો મફતમાં જોઈ શકશે આ ફિલ્મ

મુંબઈ: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા 24 જુલાઈ એટલે કે આવતીકાલે ભારતીય સમય મુજબ સાડા સાત વાગ્યે ડિજિટલ પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવશે. ભારત ઉપરાંત આ ફિલ્મ અમેરિકા, બ્રિટન અને કેનેડાના દર્શકો માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડાયરેકટર મુકેશ છાબરાએ આ વાતની જાણકારી આપી હતી.

ફિલ્મ મેકર્સનું કહેવું છે કે દિલ બેચારા દર્શકોને તેમના પરિવારો અને પ્રિયજનો સાથે આનંદની પળો વિતાવવાની તક આપશે, જેમ તેઓ થિયેટરોમાં કરે છે. મુકેશે કહ્યું, ‘ભારતીય સમય મુજબ અમે શુક્રવારે સાડા સાત વાગ્યે દિલ બેચારા સાથે લાઇવ આવવાના છીએ. અમેરિકા, બ્રિટન અને કેનેડાના લોકો પણ આ સમયે જોઈ શકે છે.

દિલ બેચારા ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થશે અને આ ઓટીટી પ્લેટફોર્મ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તેને જાહેરમાં જોવા માટે મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને દિવંગત એક્ટર સુશાંતનું સન્માન કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.