1. Home
  2. revoinews
  3. તાપસી પન્નું અને વિક્રાંત મેસીની ફિલ્મ ‘હસીન દિલરુબા’ 2જી જુલાઈએ નેટફ્લિક્સ પર થશે રિલીઝ
તાપસી પન્નું અને વિક્રાંત મેસીની ફિલ્મ ‘હસીન દિલરુબા’ 2જી જુલાઈએ નેટફ્લિક્સ પર થશે રિલીઝ

તાપસી પન્નું અને વિક્રાંત મેસીની ફિલ્મ ‘હસીન દિલરુબા’ 2જી જુલાઈએ નેટફ્લિક્સ પર થશે રિલીઝ

0
Social Share
  • તાપસી પન્નુની અપકમિંગ ફિલ્ન ‘હસીન દિલરુબા’
  • 2જી જુલાઈનો રોજ નેટફ્લિક્સ પર થશે રિલીઝ

મુંબઈઃ- બોલિવૂડની જાણીતી અભિનેત્રી તાપ્સી પન્નુ આજકાલ તેની અપકમિંગ ફિલ્મ ‘હસીન દિલરૂબા’ ને લઈને ઘણી ચર્ચામાં જોવા મળે છે. ફિલ્મના પોસ્ટરો ઘણા દિવસોથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.આ ફિલ્મનું વિતેલા દિવસે જ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જે સોશિય મીડિયા પર ઘૂમ મચાવી રહ્યું છે.

આ ફિલ્મમાં તાપ્સીની સાથે અભિનેતા વિક્રાંત મેસી અને હર્ષવર્ધન રાણે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટીઝર જોઈને ચાહકો ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે. આ ટીઝર સોશિયલ મીડયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

ફિલ્મ ‘હસીન દિલરૂબા’ ના ટીઝરમાં તપસી પન્નુ અને વિક્રાંત મેસી એક મેરિડ કપલ તરીકે જોવા મળે છે, હર્ષવર્ધન સાથેના તેમના સંબંધો અને કેવી રીતે ત્રણેયનું જીવન એકબીજા સાથે સંકળાયેલું છે તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.ત્યાર બાદ એકનીૃું મર્ડર થાય છે. આ ફિલ્મ એક રહસ્યમય રોમાંચક છે. આ ફિલ્મ 2 જુલાઈએ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છએ ફિલ્મને લઈને દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તાપસી પન્નુ સ્ટારર આ ફિલ્મનું દિગ્દર્શન વિનીલ મેથ્યુએ કર્યું છે. આનંદ એલ રાય અને હિમાંશુ શર્મા આ ફિલ્મના નિર્માતા છે. ફિલ્મનું ટીઝર જોયા બાદ દર્શકોમાં ફિલ્મને લઈને આતુરતા જોવા મળી રહી છે

ઉલ્લેખનીય છે  ‘હસીન દિલરૂબા’ પછી તાપ્સી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘શબાશ મીટ્ઠુ’માં પણ જોવા મળશે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજના જીવન પર આધારિત છે. આ સાથે તે આકાશ ભાટિયાની ફિલ્મ ‘લૂપ લપેટા’ અને આકાશ ખુરાનાની ‘રશ્મિ રોકેટ’માં પણ જોવા મળશે. તાપસીએ અનેક સારી ફિલ્મો કરી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code