1. Home
  2. Tag "SC"

બાળકો સાથે યૌન અપરાધ મામલે સુપ્રીમ કોર્ટ સખત, ચીફ જસ્ટિસે જિલ્લાવાર માંગ્યા આંકડા

નવી દિલ્હી: બાળકો સાથે થઈ રહેલા જાતીય ગુના પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ચિંતા વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સોમવારે કહ્યુ છે કે આ ચિંતાજનક છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અને દિશાનિર્દેશ બાદ પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે ન્યાયમિત્રને કહ્યું છે કે યૌન અપરાધથી પીડિત બાળકોને ન્યાય અપાવવા […]

સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક મામલે સુનાવણી, CJIનો સવાલ- શું અમારી ઓથોરિટીને પડકારી રહ્યા છે સ્પીકર?

નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલું રાજકીય સંકટ કઈ દિશા પકડશે, તેની તસવીર આજે સ્પષ્ટ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં આજે બળવાખોર ધારાસભ્યો અને વિધાનસભાના સ્પીકરની અરજી પર સુનાવણી થઈ છે. તેના સિવાય આજે વિધાનસભાનું પણ સત્ર શરૂ થયું છે. ત્યારે એચ. ડી. કુમારસ્વામી કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર કેવી રીતે બચાવી શકશે તેના પર સૌની નજરો મંડાયેલી […]

દલિત-આદિવાસી અધિકાર સમૂહોનો આરોપ- ‘મોદી સરકારે ઘટાડયું SC-STના શિક્ષણ પર ખર્ચ થનારું ફંડ’

નવી દિલ્હી:  કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શુક્રવારે રજૂ કરવામાં આવેલા બજેટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે સંબંધ ધરાવતા સ્ટૂડન્ટ્સને સેકન્ડરી અને હાયર એજ્યુકેશન પર ખર્ચ થનારા ફંડ્સમાં ઘટાડો થયો છે. દલિત અને આદિવાસી અધિકારો માટે કામ કરનારા સમૂહોના આકલનમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. દલિત આર્થિક અધિકાર આંદોલનના બીના પલિકલે જણાવ્યું […]

ટીએમસી જાતિવાદી પણ છે!: રબિન્દ્ર ભારતી યુનિવર્સિટીના ચાર દલિત પ્રોફેસરોએ આપ્યા રાજીનામા, ટીએમસીની છાત્ર પરિષદ પર આરોપ

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં તબીબોની હડતાળ બાદ હવે એક નવી બબાલ સામે આવી છે. રબિન્દ્ર ભારતીય યુનિવર્સિટીના ચાર પ્રોફોસરોએ એક સાથે રાજીનામા આપ્યા છે. તેમનો આરોપ છે કે ટીએમસીના કાર્યકર્તાઓએ તેમના ઉપર જાતિવાદી ટીપ્પણી કરીને તેમનું અપમાન કર્યું છે. ટીએમસીની સ્ટૂડન્ટ વિંગ તૃણમૂલ કોંગ્રેસ છાત્ર પરિષદ પર આના સંદર્ભે આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે છાત્રસંઘે […]

ખોટા સવાલને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા NEET સ્ટૂડન્ટ્સ, શુક્રવારે થશે સુનાવણી

નવી દિલ્હી: નીટના કેટલાક સ્ટૂડન્ટ્સની એ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે NEET UG 2019ના ચાર પ્રશ્નો ખોટી રીતે પુછવામાં આવ્યા હતા, જે એનસીઈઆરટીના સિલેબસમાંથી બહાર હતા. સુપ્રીમ કોર્ટે અરજીને સ્વીકારતા કહ્યું છે કે સ્ટૂડન્ટ્સે પોતાની અરજીમાં તાત્કાલિક સુનાવણીની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટે […]

NRC પ્રક્રિયાને 31 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવા નિર્દેશ, સુપ્રીમ કોર્ટે તારીખ લંબાવવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સના સમન્વયક (કૉ-ઓર્ડિનેટર) પ્રતીક હજેલાને એવી તમામ વ્યક્તિઓ પર નિષ્પક્ષ સુનાવણી કરવા માટે જણાવ્યું છે કે જે ખુદને એનઆરસી પ્રક્રિયામાં દાખલો લેવાની ઈચ્છા ધરાવે છે. સુપ્રીમ કોર્ટે તેની સાથે જ તમામ પ્રક્રિયામાં કોઈપણ કાપ વગર તેને 31 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે […]

સુપ્રીમ કોર્ટ: ચાર નવા ન્યાયાધીશોએ ગ્રહણ કર્યા શપથ, 11 વર્ષ બાદ જજોની નિર્ધારીત સંખ્યા પૂર્ણ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા છે. હવે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિર્ધારીત સંખ્યા (31) પૂર્ણ થઈ ગઈ છે. નવા ન્યાયાધીશોમાં જસ્ટિસ અનિરુદ્ધ બોસ, જસ્ટિસ એ. એસ. બોપન્ના, જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ છે. કોલેજિયમે થોડા દિવસો પહેલા તેમના […]

તેલંગાણા: અનામત સમિતિના અધ્યક્ષ સાથે પ્રેસ કોન્ફરન્સમાં મારામારી

હૈદરાબાદ : ટીઆરએસ અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ શાસિત તેલંગાણામાં નેશનલ શિડ્યુલ કાસ્ટ રિઝર્વેશન પરિરક્ષણ સમિતિના અધ્યક્ષ કરણી શ્રીશૈલમ પર એક પ્રેસ કોન્ફરન્સમાં મંગળવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીના સ્કોલર પી. એલેક્ઝાન્ડર અને તેમના સાથીદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. બંને તરફથી સામસામે ફરિયાદ કરવામાં આવી છે. એલેક્ઝાન્ડરે પણ ફરિયાદમાં કહ્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code