માઓવાદીઓનું પાકિસ્તાન કનેક્શન થયું ઉજાગર, પાકિસ્તાની સેનાની રાઈફલ કરાઈ જપ્ત
માઓવાદીઓનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. શુક્રવારે છત્તીસગઢ પોલીસે ઉત્તર બસ્તરના કાંકેરમાં એન્કાઉન્ટર બાદ માઓવાદીઓ પાસેથી જી-3 રાઈફલ સહીત અન્ય હથિયારો અને એમ્યુનેશન જપ્ત કર્યા છે. માઓવાદીઓ પાસેથી જપ્ત થયેલી રાઈફલ પાકિસ્તાની સેનામાં વપરાય છે. આ રાઈફલનો ઉપયોગ ભારતીય સેના કરતી નથી. માઓવાદીઓ પાસેથી વિદેશી બંદૂક જપ્ત થયા બાદથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ચુકી છે. […]
