1. Home
  2. Tag "MODI"

ઈન્ફોસિસના સહસંસ્થાપક એન. નારાયણમૂર્તિની મોદી સરકારને સલાહ : “લોકપ્રિય નહીં, પણ એક્સપર્ટ આધારીત હોય આર્થિક નીતિ”

ભારતની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસના સહસંસ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ એક કાર્યક્રમ દરમિયાન અર્થવ્યવસ્થાના મામલામાં મોદી સરકારને સલાહ આપી છે. નારાયણમૂર્તિએ પોતાના એક નિવેદનમાં કહ્યુ છે કે આપણી સરકારે વધારે નાગરીક હિતૈષી, અને એન્ટરપ્રેન્યોરશિપને વધુ સરળ બનાવવી જોઈએ. જેનાથી વધારેમાં વધારે સંખ્યામાં નોકરીઓ પેદા થઈ શકે. અમારી આર્થિક નીતિઓ લોકપ્રિય હોવાના સ્થાને એક્સપર્ટ આધારીત હોવી જોઈએ. […]

J-K: પ્રશાસન સામે નવો પડકાર, જગ્યા ઓછી પડવાને કારણે ઘરો-હોટલોમાં બનાવવા પડયા અટકાયત કેન્દ્ર

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવાયા બાદ કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે કોઈ એન્કાઉન્ટર થયા નથી. પરંતુ ઘણાં લોકોને કસ્ટડીમાં લીધા બાદ પ્રશાસન માટે જગ્યાની મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. માટે પ્રશાસન હવે પ્રાઈવેટ પ્રોપર્ટીઝને હાયર કરી રહી છે. જેથી આ લોકોને ત્યાં સમાવી શકાય. ઉચ્ચ પદસ્થ સૂત્રોને ટાંકીને એક હિંદી ન્યૂઝ ચેનલની વેબસાઈટ પર આના સંદર્ભે […]

પીએમ મોદીએ આપ્યા ‘લકી કલ માટે લોકલ’ અને ‘નકદને ના’ ના સૂત્રો

દેશના 73મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. પીએમ મોદીએ દેશી પ્રોડક્ટને પ્રોત્સાહીત કરવા અપીલ કરી છે. તેની સાથે તેમણે સૂત્ર આપ્યું છે કે લકી કલ કેલિએ લોકલ. તેમણે ડિજિટલ પેમેન્ટને હા અને રોકડને ના કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે […]

2 કરોડ મકાન, દરેક ગામમાં બ્રોડબેન્ડ, પીએમ મોદીનો ન્યૂ ઈન્ડિયાનો પ્લાન

દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ ઘણાં મોટા એલાન કર્યા હતા. પીએમ મોદીએ પોતાના ભાષણમાં હેલ્થ સેન્ટર, જળ શક્તિ મિશન, ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડની પહોંચ, ફાઈબર કનેક્ટિવિટી અને ભ્રષ્ટાચારથી મુક્તિની વાત કહી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે દેશને આગળ વધારવા વધુ પરિવર્તન લાવવાનું છે. આપણે આપણા દેશમાં નવી ઊંચાઈઓને પાર કરવાની છે. દેશના 130 કરોડ લોકોએ […]

કલમ-370 પર પાકિસ્તાન અને કોંગ્રેસના મનસૂબા સફળ થશે નહીં : ગિરિરાજ સિંહ

નવી દિલ્હી: મોદી સરકારમાં પ્રધાન ગિરિરાજ સિંહે કોંગ્રેસ અને પાકિસ્તાન પર કલમ-370 અને કાશ્મીરના મામલે નિશાન સાધ્યું છે. ગિરિરાજ સિંહે કહ્યુ છે કે કોંગ્રેસીઓની ભાષા સાંભળીને સમજવું મુશ્કેલ થઈ જાય છે કે કોંગ્રેસી પાકિસ્તાનની શહ પર બોલી રહ્યા છે અથવા પાકિસ્તાન કોંગ્રેસીની શહ પર. ગિરિરાજ સિંહે કહ્યુ છે કે પાકિસ્તાન અને કોંગ્રેસના મનસૂબા ક્યારેય કામિયાબ […]

પશ્ચિમી મીડિયાને ડૉ. ડેવિડ ફ્રોલીનો સવાલ : મોદી “હિંદુ નેશનાલિસ્ટ પીએમ”, તો ઈમરાન “ઈસ્લામિક નેશનાલિસ્ટ પીએમ” કેમ નહીં?

ડૉ. ડેવિડ ફ્રોલી ઉપાખ્ય પંડિત વામદેવ શાસ્ત્રી એક ભારતપ્રેમી અને હિંદુત્વપ્રેમી વેદાચાર્ય તરીકે દેશના ઘટનાક્રમને ખૂબ નજીકથી નિહાળે છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરવી અને જમ્મુ-કાશ્મીર તથા લડાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવા પણ ભારતની વિચારધારાત્મક દિશા અને રાષ્ટ્રીય અસ્મિતાને પુનર્સ્થાપિત કરવાની દિશામાં મહત્વના ઘટનાક્રમોમાંથી એક છે. ડૉ. ડેવિડ ફ્રોલીએ પશ્ચિમી મીડિયામાં જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

અનુચ્છેદ-370 હટાવાયા બાદ સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે જમ્મુ-કાશ્મીર જશે એનએસએ અજીત ડોભાલ

કેન્દ્રની મોદી સરકારના નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરમાં હલચલ તેજ બની છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે એટલે કે શુક્રવારે શ્રીનગર પહોંચે તેવી શક્યતા છે. જણાવવામાં આવે છે કે ડોભાલ પોતાની યાત્રા દરમિયાન રાજ્યની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હાલના સમયમાં અર્ધલશ્કરી દળોના લગભગ એક લાખ જવાનો મોરચો સંભાળી રહ્યા […]

લોકસભામાં પીએમ મોદીને 1, તો રાહુલ ગાંધીને સીટ ક્રમાંક 467ની કરાઈ ફાળવણી

લોકસભામાં સાંસદોને બેઠકોની ફાળવણી કરી દેવામાં આવી છે. લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વાભાવિકપણે પહેલા ક્રમાંકની બેઠક ફાળવવામાં આવી છે. પરંતુ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને છેક 467મી બેઠકની ફાળવણી કરવામાં આવી છે. યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને પણ 457મી બેઠક ફાળવવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીને 458મી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ […]

લોકસભામાં પોતાની બાજૂમાં બેઠેલા વિદેશ પ્રધાનનું ચાર વખત ખોટું નામ લીધું રાજનાથસિંહે!

લોકસભામાં બુધવારે એક આશ્ચર્યજનક ઘટના જોવા અને સાંભળવા મળી હતી. ગૃહમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર પર વિવાદીત દાવાને લઈને ચર્ચા ચાલી રહી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સરકારનો પક્ષ રજૂ કરવા માટે લોકસભામાં સંબોધન કર્યું હતું. પરંતુ તેમણે પોતાના જ પ્રધાનનું ખોટું નામ લીધું હતું. આ મામલો એટલા માટે ગંભીર થઈ ગયો છે, કારણ કે […]

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સચ્ચાઈ, અઢી વર્ષના કાર્યકાળમાં 10 હજાર વધુ જૂઠ્ઠાણાંનો “રેકોર્ડ”

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચેની પહેલી મુલાકાત ચર્ચામં છે. આ મુલાકાતનું ચર્ચાં આવવાનું કારણ કાશ્મીર મુદ્દો છે. પાકિસ્તાન દરેક મંચ પર કાશ્મીરનો મામલો ઉઠાવતું રહે છે. આ કડીમાં ટ્રમ્પ સાથેની મુલાકાતમાં પણ ઈમરાન ખાને રાગ કાશ્મીર આલાપ્યો હતો. ટ્રમ્પન દાવો હતો કે પીએમ મોદીએ તેમને મધ્યસ્થતા માટે જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code