કેરળના ગુરુવયૂરના શ્રીકૃષ્ણ મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદીએ કહ્યુ, નકારાત્મકતાને દેશે નકારી
તિરુવનંતપુરમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેરળના ગુરુવાયુરપ્પન (શ્રીકૃષ્ણ) મંદિરમાં પૂજા-અર્ચના માટે પહોંચ્યા હતા. તેઓ મંદિરની પરંપરાગત વેશભૂષામાં દેખાયા હતા. ભાજપના કાર્યકર્તાઓને અભિનવ સભામાં તેમણે કહ્યુ હતુ કે અમે માત્ર ચૂંટણી રાજકારણ માટે મેદાનમાં નથી, પંરતુ જનસેવા અમારું લક્ષ્ય છે. ભલે અહીં અમારું ખાતું ખોલ્યું નથી. પરંતુ જનતાનો આભાર માનવા માટે અહીં આવ્યો છું. આ અમારા […]
