1. Home
  2. Tag "Kashmir"

જમ્મુ-કાશ્મીર પર મંગળવારે ગૃહ મંત્રાલયની બેઠક, કેન્દ્ર સરકારના સચિવ થશે સામેલ

જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય મંગળવારે એક ઉચ્ચસ્તરીય બેઠક કરશે. આ બેઠકમાં કેન્દ્ર સરકારના સચિવ સામેલ થશે અને તેની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ કરશે. ગૃહ મંત્રાલયના સૂત્રો પ્રમાણે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય 27 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર એક ઉચ્ચસ્તરીય બેઠક આયોજીત કરશે. આ બેઠકમાં ભારત સરકારના સચિવ ભાગ લેશે. તેની સાથે જ આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય […]

પાકિસ્તાનથી પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પાકિસ્તાનથી કોઈએ વ્હોટ્સએપ પર પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ચાંદની ચોક ખાતે ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રાજન ધીમાનને ફોન પર પાકિસ્તાનથી કોઈએ કોલ અને મેસેજ કરીને ધમકી આપી છે. સરાયા રોહિલ્લા પોલીસે એફઆઈઆર દાખલ કરી લીધી છે. ધમકી આપનારે મેસેજમાં લખ્યું છે […]

કાશ્મીરની તણાવપૂર્ણ સ્થિતિમાં ધર્મની પણ ભૂમિકા, હું મધ્યસ્થતા કરવા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ

જમ્મુ-કાશ્મીરના મામલા પર ભારત અને પાકિસ્તાન બંને દેશોના વડાપ્રધાનો સાથે વાત કરનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે નવું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યુ છે કે કાશ્મીરમાં તણાવની પાછળ ધર્મનો મહત્વનો હાથ છે. તેની સાથે જ તેમણે ફરીથી બંને દેશો વચ્ચે મધ્યસ્થતાની ઈચ્છા વ્યક્ત કરી છે. જમ્મુ-કાશ્મીર પર ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન ગભરાયું છે. આ […]

ડિલિમિટેશનની પ્રક્રિયા પછી જ જમ્મુ-કાશ્મીરમાં થશે વિધાનસભા ચૂંટણી: રામ માધવ

ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે ડિલિમિટેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નવા બનેલા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવશે. એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને યાદ કરતા ભાજપના નેતાએ કહ્યુ છે કે 70 વર્ષમાં કોઈએ આ નિર્ણય કર્યો નથી. એક નરેન્દ્ર મોદી છે, જેમણે અનુચ્છેદ-370ને સમાપ્ત કરી દીધી. […]

યુએનમાં લડાખની ચર્ચાથી ખુશ છું : જમયાંગ સેરિંગ, લડાખના સાંસદ

નવી દિલ્હી: સંસદમાં પોતાના ભાષણથી દેશ આખાનું ધ્યાન ખેંચનારા જમયાંગ સેરિંગ નામગ્યાલ હવે તેમના એક નિવેદનને લઈને વિવાદમાં આવી ગયા છે. લડાખથી ભાજપના સાંસદ જમયાંગ સેરિંગ નામગ્યાલે કહ્યુ છે કે કોંગ્રેસના વખતે સંસદમાં પણ લડાખની ચર્ચા થતી ન હતી, હવે તેની ચર્ચા યુએનમાં થઈ રહી છે. ભારતનું હંમેશાથી એ વલણ રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો […]

પાકિસ્તાની યૂઝર્સને અદનાન સામીનો જવાબ-“કાશ્મીરના મુદ્દે તમારું નાકના ઘૂસેડો”

સ્વતંત્રતાના દિવસથી જ કેટલાક પાકિસ્તાની ટ્રોલરો ટ્વિટર પર ભારતના મશહુર સિંગર અદનાન સામીને નિશાન બનાવી રહ્યા છે. તેમના દ્વારા તેમને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા એક વ્યક્તિએ તેને તેના પિતાના જન્મ વિશે સવાલ કર્યો હતા, આવા સવાલો પૂછીને સતત અદનાનને ટ્રોલ કરવામાં આવે છે,પરંતુ સિંગર અદનાન તેમના સવાલોનો મસ્ત જવાબ આપી લોકોની બોલતી બંધ કરે છે. […]

J-K: પ્રશાસન સામે નવો પડકાર, જગ્યા ઓછી પડવાને કારણે ઘરો-હોટલોમાં બનાવવા પડયા અટકાયત કેન્દ્ર

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવાયા બાદ કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે કોઈ એન્કાઉન્ટર થયા નથી. પરંતુ ઘણાં લોકોને કસ્ટડીમાં લીધા બાદ પ્રશાસન માટે જગ્યાની મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. માટે પ્રશાસન હવે પ્રાઈવેટ પ્રોપર્ટીઝને હાયર કરી રહી છે. જેથી આ લોકોને ત્યાં સમાવી શકાય. ઉચ્ચ પદસ્થ સૂત્રોને ટાંકીને એક હિંદી ન્યૂઝ ચેનલની વેબસાઈટ પર આના સંદર્ભે […]

અમિત શાહ ‘મેન ઓફ સ્ટીલ’ છે : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બિરેન્દ્રસિંહ

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના નિર્ણય પર ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બિરેન્દ્રસિંહે ક્હ્યુ છે કે 70 વર્ષમાં જે થયું નથી, તે 70 દિવસોમાં થઈ ગયું. સરદાર પટેલ લોહપુરુષ હતા, કારણ કે ત્યારે આપણા દેશમાં સ્ટીલ ન હતું. આજે આપણા દેશમાં સ્ટેનલેસ સ્ટીલ છે. તેથી હું કહશ કે અમિત શાહ મેન ઓફ સ્ટીલ છે. બિરેન્દ્રસિંહે […]

કાશ્મીરમાં સોમવારે ખુલશે સ્કૂલો, જાણો હવે કેવી છે કાશ્મીર ખીણની સ્થિતિ

નવી દિલ્હી: કાશ્મીર ખીણમાં સોમવારથી સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનો ખુલશે. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને આપી છે. તો કાશ્મીરમાં હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કાશ્મીર ખીણ શુક્રવારે સતત 12મા દિવસે બંધ રહી. જો કે અધિકારીઓએ શ્રીનગરમાં લોકોના આવાગમન પર પ્રતિબંધોમાં ઢીલ આપી છે. પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે ખીણના […]

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો ‘ફ્લોપ શો’, ઇમરાનના દરેક દાવપેચ નિષ્ફળ સાબિત થયા

પાકિસ્તાને ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યાના મામલે  વિરોધ કરવામાં  સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી  પરંતુ તે દરેક મોરચામાં દરેક સ્થળ પર નિષ્ફળ રહ્યું છે, અંતે  બાખલાયેલા પાકિસ્તાને જાહેર કર્યું કે ભારતના સ્વતંત્રતા દિવસના દિવસે તે આખા વિશ્વમાં ભારત સામે  ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે પરંતુ પાકિસ્તાનને અહિ પમ અસફળતા જ પ્રાપ્ત થઈ,અહિ પણ પાકિસ્તાનને હતાશા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code