Homerevoinewsપાકિસ્તાનથી પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી

પાકિસ્તાનથી પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પાકિસ્તાનથી કોઈએ વ્હોટ્સએપ પર પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ચાંદની ચોક ખાતે ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રાજન ધીમાનને ફોન પર પાકિસ્તાનથી કોઈએ કોલ અને મેસેજ કરીને ધમકી આપી છે. સરાયા રોહિલ્લા પોલીસે એફઆઈઆર દાખલ કરી લીધી છે.

ધમકી આપનારે મેસેજમાં લખ્યું છે કે નજીકના ભવિષ્યમાં પીએમ મોદી પર મોટો હુમલો થવાનો છે. તેની સાથે જ જમ્મુ-કાશ્મીરને ખાલી કરવાની ધમકી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટનું માનીએ, જ્યારે આ મેસેજ ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રાજન ધીમાનના ફોન પર આવ્યો તો તેમના હોશ ઉડી ગયા હતા.

તેમણે તાત્કાલિક સરાય રોહિલ્લા પોલીસ સ્ટેશનને માહિતી આપી હતી. બાદમાં એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. આ માલમલો વડાપ્રધાન મોદી સાથે જોડાયેલો હોવાને કારણે તાત્કાલિક પોલીસ ટુકડીઓએ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments