1. Home
  2. Tag "Gujarati news"

આગ્રામાં નિર્માણધીન મુગલ મ્યુઝિયમ છત્રપતિ શિવાજીના નામે ઓળખાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં નિર્માણધીન મુગલ સંગ્રહાલયનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામ ઉપરથી રાખવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ જણાવ્યું હતું કે, આપણા નાયક મુગલ કેવી રીતે હોઈ શકે છે. આપણા વાસ્તવિક નાયક છત્રપતિ શિવાજી મહારાજ છે. શિવાજી મહારાજનું નામ રાષ્ટ્રવાદ અને આત્મસન્માનની ભાવના સંચાર કરે છે. ઉત્તરપ્રદેશમાં ગુલામીની માનસિકતાના પ્રતિકની કોઈ જગ્યા નથી. आगरा […]

વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ ગુજરાતના ભાવનગરમાં બનશે

અમદાવાદઃ સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ બનાવવામાં આવશે. ભાવનગરમાં આ સીએનજી ટર્મિનલ બનાવવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં કુલ રૂ. 1900 કરોડનું મુડી રોકાણ થશે. પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ તરીકે ભાવનગરમાં આ CNG ટર્મિનલ આકાર પામશે. પ્રતિ […]

આતંકવાદીઓની મદદ માટે નવા રસ્તા શોધતું પાકિસ્તાન, ટનલોમાંથી ભારત મોકલવામાં આવે છે ત્રાસવાદી

દિલ્હીઃ ભારતમાં આતંકવાદને નાથવા માટે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ કાશ્મીરમાં પણ આતંકવાદીઓ સામે ભારતીય લશ્કર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતા પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદીઓની ઘુસણખોરી મુશ્કેલ બની છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિ મારફતે ભારતને બરબાદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન બોર્ડર ઉપર અંડરગ્રાઉન્ડ ટનલ મારફતે આતંકવાદીઓને ભારતમાં […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ વચ્ચે બનશે રોપ-વે, કામગીરી કરાઈ શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે હવે કેવડિયા આવતા પ્રવાસીઓ આગામી મહિનાઓમાં રોપ-વે સેવાનો પણ આનંદ લઈ શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની વચ્ચે સાતપુડાની વિધ્યાંચલ પર્વતમાં રોપ-વે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 24 મહિનામાં આ સેવા […]

કોરોના મહામારીમાં જામનગરની મહિલાઓએ ગૌમુત્રમાંથી બનાવ્યું નેચરલ સેનિટાઈઝર

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે સેનિટાઈઝર હવે લોકો માટે જીવનજરૂરી બની ગયું છે. કેમિકલ અને આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરના વપરાશથી હાથમાં એલર્જી સહિતની સમસ્યા થતી હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે જામનગરની મહિલા સહકારી મંડળીએ  આલ્કોહોલ મુક્ત ગૌમુત્રની મદદથી નેચરલ સેનિટાઈઝર બનાવ્યું છે. જામનગરમાં મહિલા સહકારી મંડળીની બહેનો દ્વારા કોરોનાની મહામારી વચ્ચે કેમિકલ અને આલ્કોહોલ વગરનું નેચરલ સેનિટાઈઝર બનાવવામાં […]

કોરોના મહામારી, રેલવેમાં મુસાફરી કરતા હજુ પણ ડરી રહ્યાં છે પ્રવાસીઓ

દિલ્હીઃ દેશમાં પહેલાની જેમ રેલ સેવાઓ આવતીકાલથી ફરીથી રાબેતા મુજબ થશે. જો કે, પ્રવાસીઓમાં હજુ કોરોનાનો ભય હોવાથી રેલમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. રેલવે મંત્રાલય દ્વારા બુકીંગ સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ મોટાભાગની ટ્રેનમાં પુરતા પ્રમાણમાં બુકીંગ નહીં થયું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના કાળમાં સમગ્ર […]

અમદાવાદમાં પરિવહન સેવા ફરીથી શરૂ, કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન

અમદાવાદઃ ગુજરાતના મેગાસિટી અમદાવાદમાં પાંચ મહિના બાદ ફરી એકવાર પરિવહન સેવાનો પ્રારંભ થયો હતો. આજથી શહેરના માર્ગો ઉપર ફરીથી AMTS અને BRTS બસ દોડતી થઈ હતી. જો કે, પરિવહન સેવામાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયાના દ્રશ્યો સામે આવ્યાં હતા. મુસાફરો બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવતા હોવાનું તેમજ નિયમ કરતા વધારે મુસાફરો મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું […]

કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું, બનાસકાંઠામાં ચાર તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાં સરકી

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી અને છ મનપા તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે બનાસકાંઠામાં ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડ્યું છે. તેમજ 13 તાલુકા પંચાયતમાં યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે 10 તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી હતી. બીજી તરફ કોંગ્રેસે ચાર તાલુકા પંચાયતમાં સત્તા ગુમાવી […]

અમદાવાદમાં પોલીસ કર્મચારીઓએ ટુ-વ્હીલર હંકારતી વખતે પહેરવુ પડશે ફરજીયાત હેલ્મેટ

અમદાવાદઃ ગુજરાતમાં હેલ્મેટના કાયદાનો કડક અમલ ફરીએક વાર શરૂ કરીને ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં હેલ્મેટ પહેર્યા વગર ફરતા ટુ-વ્હીલર ચાલકોને ઝડપીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, અમદાવાદ ગ્રામ્યમાં ટુ-વ્હીર ઉપર ફરતા પોલીસ કર્મચારીઓએ પણ ફરજીયાત હેલ્મેટ પહેરવુ પડશે. હેલ્મેટ પહેર્યા વગર વાહન હંકારનાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી […]

ગાંધીનગરના સાંતેજ નજીક ફેકટરીમાં વીજકરંટ લાગતા પાંચ શ્રમિકના મોત

અમદાવાદઃ અમદાવાદ શહેરની નજીક આવેલા સાંતેજ-વડસર રોડ ઉપર આવલી એક ફેકટરીમાં વીજ કરંટ લાગતા પાંચ શ્રમજીવીઓના મોત થાં હતા. જ્યારે 3 મજૂરોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. શ્રમજીવીઓ લોખંડની સીડી ઉંચકીને જતા હતા ત્યારે ઉપરથી પસાર થતા હાઈટેન્સન વીજવાયરને સીડી અડી ગઈ હતી. વીજ કરંટ લાગતા પાંચ શ્રમિકોના મોત થયા સમગ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code