1. Home
  2. Tag "Gujarati news"

ભારતમાં ચોમાસાની વિદાયની સાથે શિયાળાનું આગમન, કડકડતી ઠંડી પડવાની આગાહી

દિલ્હીઃ ઉત્તર ભારતમાં આવેલા પહાડી અને મેદાની પ્રદેશમાં ચોમાસાએ વિધિવત રીતે વિદાય લેતાં શિયાળાનું આગમન થવા લાગ્યું છે. આ વર્ષે શિયાળાની મોસમની મુદત લાંબી રહેવાની સાથોસાથ કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. હવામાં ભેજના ઘટી રહેલા પ્રમાણ, સુકા સુસવાટા મારતા પવનો અને સાફ આકાશ વચ્ચે ઠંડીનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. દિવસે સાધારણ ગરમી પડવા સાથે […]

સુરતમાં અસમાજીક તત્વો સામે પોલીસે પાસાનું સશસ્ત્ર ઉગામ્યું, 75 શખ્સોની કરી અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં વધારો થયો છે. ત્યારે ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરી હતી. સુરતમાં અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પાસા હેઠળ 75 જેટલા ગુનેગારોને ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી લીધા છે. સુરતના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારનો પગલાંને લઈને ગુનેગારો પોલીસનો ખોફ જોવા […]

ગુજરાતમાં છ મનપા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની શકયતા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો ઉપર આગામી નવેમ્બરમાં મહિનામાં પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આગામી દિવસોમાં અમદાવાદ સહિત છ મનપા અને 55 નગરપાલિકા, 32 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં આ ચૂંટણી યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેની ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું […]

મહેસાણાના ખેરાલુ નજીક કારમાં લાગી આગ, 3 વ્યક્તિ થઈ ભડથું

અમદાવાદઃ ઉત્તરગુજરાતના મહેસાણા-ખેરાલુ હાઈવે પર પસાર થતી મોટરકારમાં આલ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓ ભડથું થઈ ગઈ હતી. મોટરકારમાં પાંચ વ્યક્તિઓ સવાર હતી. કારમાં સવાર લોકો અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર મહેસાણા ખેરાલુ હાઈવે પર ખેરાલુ નજીક રોડ ઉપર પસાર થતી મોટરકારમાં અચાનક […]

ગાંધી જ્યંતિ, અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં સાદગીથી યોજાઈ સર્વધર્મ પ્રાર્થના સભા

અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિની અમદાવાદના સાબરમતી આશ્રમમાં આજે સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. ડેમાં વિવિધ ધર્મના આગેવાનો અને આશ્રમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રાર્થના સભા ઉપરાંત અન્ય કોઈ કાર્યક્રમની યોજવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત મુલાકાતીઓ માટે પણ આશ્રમ બંધ રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદના સાબરમતી આશ્રમમાં દર વર્ષે ગાંધી જ્યંતિ […]

ગાંધીનગર નજીક રૂપાલમાં આ વર્ષે નહીં નીકળે માતાજીની પરંપરાગત પલ્લી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આ વર્ષે નવરાત્રિ પર્વમાં ગરબાની મંજૂરીને લઈને અસમંજસ ભરી સ્થિતિ ઉભી થઈ છે. વ્યવસાયીક રીતે યોજાયા ગરબા મહોત્સવ આ વર્ષે નહીં યોજાય. જો કે, શરી ગરબા અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે નવલી નવરાત્રીના નવમાં નોરતે યોજાતી રૂપાલની પલ્લી આ વર્ષે નહીં યોજવાનો વહીવટી તંત્ર […]

વાહન ચાલકોને રાહત, લર્નિંગ લાઈસન્સ માત્ર રૂ. 150 ભરીને કરાવી શકાશે રિન્યું

અમદાવાદઃ ગુજરાતમાં વાહન ચાલકોને સરકારે મોટી રાહત આવી છે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા લર્નિંગ લાઇસન્સ અને ફીના નિયમમાં ફેરફાર કરાયો છે. જેથી હવે લર્નિંગ લાઈસન્સ માત્ર રૂ. 150 ભરીને રિન્યુ કરાવી શકાશે. પહેલા લર્નિંગ લાઈસન્સ એક્સપાયર થઈ જાય તો વાહન ચાલકને નવેસરથી પ્રક્રિયા કરવી પડતી હતી. તેમજ ટુ-વ્હીલના લાયસન્સ માટે રૂ. 950 જેટલી ફી ભરવી પડતી […]

અમદાવાદ સી-પ્લેન પ્રોજેક્ટ, કેનેડાથી તા. 20મી ઓક્ટોબર સુધીમાં આવશે બે સી-પ્લેન

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી તા. 31મી ઓક્ટોબરના રોજ પ્રથમ સી-પ્લેન સેવાનો આરંભ કરવામાં આવે તેવી શકયતાઓ છે. જે માટે તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન 20 ઓક્ટોબર સુધીમાં 18 સીટરના બે સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે બે વિદેશી પાઈલટ અને બે ક્રૂ મેમ્બર 6 મહિના અહીંયા રોકામ કરશે આ […]

સુરત મનપાનો મહત્વનો નિર્ણય, ચોંટા બજાર સાંજે 7 કલાકે બંધ થશે

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા મનપા તંત્ર વધુ એલર્ટ બન્યું છે. તેમજ સુરત શહેરના સૌથી મોટા મનરા ચોંટા બજારને રાતના સાત કલાક બાદ બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે. સુરત મનપાના સેન્ટ્રલ ઝોનમાં ચોંટા બજાર આવેલું છે. તેમજ અહીં 12 જેટલા પોઝિટિવ કેસ મળી આવતા મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું […]

ગુજરાતમાં કોરોનાને કારણે માછીમારી વ્યવસાયને અસર, અંદાજે ૩૫ ટકા ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક સ્થિતિ બગડી છે. ત્યારે માછીમારીને જીવન નિર્વાહ કરતા માછીમારોની બોટો લગભગ 3 મહિના સુધી બંધ રહેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. કોરોનાને પગલે રાજ્યમાં 22 હજાર માછીમારોને અંદાજે 66 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. તેમજ હાલમાં માછીમારી વ્યવસાયમાં અંદાજે 35 ટકાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code