1. Home
  2. Tag "Gujarati news"

અમદાવાદમાં લોકોની બેદરકારી પર મનપાનું આક્રરૂ વલણ, 3 સ્થળોને કરાયાં સીલ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં શહેરીજનોને કોરોનાનો કોઈ ડર જ ન હોય તેમ વિવિધ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર જોવા મળ્યાં હતા. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શકયતાઓને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા એસ.જી હાઈવે સહિત 27 જેટલા વિસ્તારોમાં રાત્રિના 10 વાગ્યા પછી ટી સ્ટોલ અને નાસ્તાહાઉસ સહિતની દુકાનો બંધ રાખવા નિર્દેશ કર્યો હતો. બીજી તરફ અમદાવાદ […]

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિની માલિકી માટે કોર્ટમાં અરજી, આવતીકાલે સુનાવણી યોજાય તેવી શકયતા

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ મુદ્દે સુખદ અંત આવ્યા બાદ મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુદ્દે કોર્ટમાં અરજી થઈ છે. આ અરજીમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલની 13.37 એકર જમીનની માલિકી માંગવામાં આવી છે. આ ઉપરાંત શાહી ઇદગાહ મસ્જિદને મંદિરથી દુર ખસેડવાની અપીલ કરવામાં આવી છે. અરજી ઉપર આવતીકાલથી સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શકયતા […]

આતંકવાદને લઈને સરકાર એકશનમાં, NIAની વધારે શાખાઓ ખુલશે

દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. તેમજ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA) પણ આતંકવાદી પ્રવૃતિઓ અટકાવવા કામગીરી કરી છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા NIA ની વધુ પણ શાખાઓ રાંચી, ઇન્ફાલ અને ચેન્નાઈમાં ખોલવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ […]

અમદાવાદની મનપા સંચાલિત શાળાઓમાં ધો-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાં વધારો

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક મુશ્કેલી વધી છે. દરમિયાન ખાનગી સ્કૂલો દ્વારા ફી મુદ્દે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવતા વાલીઓમાં પણ નારાજગી ફેલાઈ છે. બીજી તરફ સરકારી શાળાઓમાં ખાનગી સ્કૂલ જેવી જ સુવિધાઓ મળતી હોવાથી હવે વાલીઓ પોતાના સંતાનોના પ્રવેશ મનપા સંચાલિત શાળામાં કરી રહ્યાં છે. જેના પરિણામે ચાલુ વર્ષે ધો-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની […]

વડોદરામાં નિર્માણધીન ઈમારત ધરાશાયી, 3ના મોત

અમદાવાદઃ મધ્ય ગુજરાતના વડોદરામાં બાવામાનપુરા વિસ્તારમાં નિર્માણધીન ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં એક મહિલા સહિત 3 શ્રમજીવીઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાટમાળ નીચે દબાયેલા અન્ય શ્રમજીવીઓને બચાવવાની કામગીરી આરંભી હતી. Gujarat: Three persons […]

ગુજરાતમાં આવતીકાલથી ચોમાસુ લેશે વિધિવત રીતે વિદાય

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં 130 ટકા કરતા વધારે વરસાદ વરસ્યો છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન આવતીકાલથી નૈઋત્યનું ચોમાસુ વિધિવત રીતે વિદાય લેશે. નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ કેરળથી થાય છે અને પશ્ચિમ રાજસ્થાન અને કચ્છ જિલ્લામાંથી વિદાય લે છે. આવતીકાલે પશ્ચિમ રાજસ્થાનથી નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચવાનું શરૂ થશે, તેમ હવામાન ખાતા […]

ભારતમાં આંતરિક સુરક્ષાની જવાબદારી પોલીસની સાથે CRPF પણ સંભાળશે

દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશની સરહદોની સુરક્ષા વધારે મજબુત કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ નવા સુરક્ષા મોડલ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેશની આંતરિક સુરક્ષા CRPF સંભાળશે. તેમજ સરહદની સુરક્ષા BSF, ITBP જેવા સુરક્ષાદળો કરશે. આ સુરક્ષા એજન્સીઓને દેશની આંતરિક સુરક્ષાની જવાબદારીમાંથી મુક્ત કરવાની વિચારણા ચાલી રહી છે. સુત્રોના […]

કોરોના મહામારી, ઉત્તર ગુજરાતના ઈડરમાં સ્વયંભૂ લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. સાબરકાંઠાના ઈડરમાં પણ કોરોનાના કેસમાં વધારો થતા લોકોમાં ભય ફેલાયો છે. દરમિયાન વેપારીઓ દ્વારા એક સપ્તાહના સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ વેપારીઓએ લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે પણ અપીલ […]

દેશમાં દોઢ કરોડ બાળકો કરે છે નશીલા પદાર્થોનું સેવન, સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

દિલ્હીઃ સુશાંત રાજપુત આત્મહત્યા કેસમાં ડ્રગ્સ થિયરી સામે આવતા એનસીબીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ દિપીકા પાદુણકોર સહિતની અભિનેત્રીઓની પૂછપરછ કરતા બોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા નશીલા પદાર્થોના પ્રયોગની સીમા અને સ્વરૂપ સંબંધે કરવામાં આવેલા સર્વેની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સર્વે અનુસાર દેશમાં 10થી 17 વર્ષના […]

અમદાવાદમાં ભક્તોની શ્રધ્ધાને ધ્યાનમાં રાખી ભદ્રકાળી મંદિરનો નિર્ણય, નવરાત્રિમાં કરી શકાશે દર્શન

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ પર્વમાં ગરબા મહોત્સવને લઈને હજુ અસમંજસ ભરી સ્થિતિ છે. જો કે, નવરાત્રિમાં અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. સરકારની ગાઈડલાઈન અનુસાર મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં રાજ્યમાં તમામ મંદિરો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. આ ઉપરાંત અંબાજીમાં ભાદરવી પૂનમનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code