1. Home
  2. Tag "gujarat"

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : પોઝિટિવ કેસનો આંકડો 46500ને પાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા રેકોર્ડ બ્રેક 949 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ પોઝિટિવ કેસનો આંકડો વધીને 46564 થયો છે. રાજ્યમાં સૌથી વધારે સુરતમાં 234 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે અમદાવાદમાં 184 કેસ સામે આવ્યાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 770 દર્દીઓ સાજા […]

ગુજરાતમાં કોરોના મહામારીને પગલે દિવાળી બાદ જ સ્કૂલો શરૂ થાય તેવી શકયતાઓ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાલ શાળા-કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેવી શકયતાઓ ઓછી છે. જેથી શિક્ષણ વિભાગ પણ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું વિચારી રહ્યું હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારીને […]

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 45500ને પાર, કેન્દ્રીય ટીમના ગુજરાતમાં ધામા

રાજ્યમાં 24 કલાકમાં 800થી વધારે દર્દીઓ થયાં સાજા અત્યાર સુધીમાં 32 હજારથી વધારે દર્દીઓ સાજા થયાં અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. 24 કલાકમાં જ 919 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 45500ને પાર ગયો છે. રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી સતત 900થી વધારે પોઝિટિવ […]

ગુજરાત હાઈકોર્ટે નામંજૂર કરી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી

અરજી નામંજૂર કરાયા બાદ ખેડૂત સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં 1.08 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું શિલારોપણ થઈ ચુક્યુ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો માર્ગ પ્રશસ્ત થઈ ગયો છે. ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે ખેડૂતોની અરજીને ફગાવી દીધી છે. ખેડૂતોની માગણી છે કે તેમની જમીનનું માર્કેટના હિસાબથી વળતર આપવામાં આવે, આ વળતર સરકારી દર પ્રમાણે આપવામાં […]

સરદાર સરોવર ડેમમાં પાણીના સ્તરના વધવાને કારણે મધ્યપ્રદેશના 10 હજારની વસ્તીવાળા કસબાના ડૂબવાનો ખતરો

ગુજરાતમાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર બંધમાં પાણીના વધતા સ્તરને કારણે મધ્યપ્રદેશના 10 હજારની વસ્તી ધરાવતા નિસરપુર કસબાના ડૂબવાનો ખતરો ઝળુંબવા લાગ્યો છે. મધ્યપ્રદેશમાં નર્મદા નદીની નજીકના વૃક્ષો અને મકાનો ડૂબવા લાગ્યા છે. ધાર જિલ્લામાં 10 હજારની વસ્તીવાળા નિસરપુર ગામમાં પાણી ઝડપથી વધી રહ્યું છે, તેના કારણે લોકો પલાયન કરવા માટે લાચાર છે. અત્યાર […]

અમરનાથ યાત્રા 4 ઓગસ્ટ સુધી રોકવામાં આવી, MP, ગુજરાત, મહારાષ્ટ્ર સહીત 6 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

નવી દિલ્હી: દેશના ઘણાં રાજ્યોમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહીત 6 રાજ્યોમાં બુધવારે અને ગુરુવારે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને રોકવામાં આવી છે. અહીં વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રના નવા માર્ગમાં સવારે ભૂસ્ખલન થયું હતું. તેના પછી અહીંથી આવાગમન રોકીને યાત્રાને પરંપરાગત […]

બુલેટ ટ્રેન ડેપોમાં જળાશય બનાવશે ભારતીય રેલવે

રેલવે પહેલીવાર બુલેટ ટ્રેનના ડેપોમાં જળાશયોનું નિર્માણ કરાવશે. જેથી વરસાદના પાણીનું સંચય કરી શકે. તેનો ઉપયોગ વધુ ગતિવાળી ટ્રેનોના રખરખાવ માટે કરવામાં આવશે. બુલેટ ટ્રેન યોજના લાગુ કરનારી એજન્સી એનએચએસઆરસીએલએ મંગળવારે આની જાણકારી આપી છે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે કે જ્યારે દેશના ઘણાં વિસ્તારોમાં જળસંકટની સમસ્યાઓ ઉભી થઈ ગઈ છે. રેલવે યોજના […]

ગુજરાત વિધાનસભામાં રચાયો ઈતિહાસ, સવારે 10 વાગ્યાથી બીજા દિવસે સવારે 3 વાગ્યા સુધી ચાલી કાર્યવાહી

ગાંધીનગર: જુદાંજુદાં રાજ્યોની વિધાનસભાઓમાં મોટાભાગે હંગામાને લઈને સમાચાર આવતા રહે છે, તેના કારણે ક્યાંકને ક્યાંક જનમાનસ બેહદ નિરાશ થઈ જાય છે. પરંતુ ગુજરાત વિધાનસભામાંથી આજે આવેલા  સમાચાર ઘણાં સારા છે. 26મી જુલાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આખરી દિવસે એક નવો ઈતિહાસ રચાયો હતો. ગુજરાત વિધાનસભામાં 26 જુલાઈએ સવારે 10 વાગ્યાથી શરૂ થયેલું સેશન 27 જુલાઈએ […]

હાઈકોર્ટ જજોની નિયુક્તિ: ગુજરાતના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી

નવી દિલ્હી  : હાઈકોર્ટમાં જજોની નિયુક્તિ માટે કોલેજિયમની ભલામણો પર સરકારની ઉદાસિનતાને લઈને ગુજરત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે અરજીનો સ્વીકાર કરતા 22 જુલાઈએ સુનાવણી મુકર્રર કરી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સોલિસિટર જનરલને 22 જુલાઈએ પોતાનો પક્ષ રજૂ કરવા માટે જણાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની […]

ગુજરાત : ગેરલાયક ઠરેલા ધારાસભ્ય ભગવાન બારડને હાઈકોર્ટમાંથી મળી રાહત

ગુજરાતમાં ગેરલાયક ઠરેલા ધારાસભ્ય ભગવાન બારડને રાજ્યની હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે સેશન્સ કોર્ટના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે. 1995ના ખનીજ ચોરી કેસમાં સૂત્રાપાડા સેશન્સ કોર્ટે માર્ચ 2019માં ભગવાન બારડને બે વર્ષ અને નવ માસની સજા ફટકારી હતી. સેશન્સ કોર્ટમાં દોષિત સાબિત થવાને કારણે ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું હતું. સેશન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code