એનઆરસીના મામલે કેન્દ્રની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
કેન્દ્રએ ફરીથી તપાસની માંગણી કરી
એનઆરસી ડેટામાં ગોપનિયતા જાળવી રખાશે
એનઆરસી 31 ઓગસ્ટના રોજ રજુ કરાશે
સુપ્રીમ કોર્ટે નેશનલ સિવિલ રજિસ્ટર સંબંધિત કેન્દ્ર સરકારની માંગને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એનઆરસી ડેટામાં આધાર જેમ ગોપનિયતા જાળવી રાખવામાં આવશે અને અંતિમ એનઆરસી 31 ઓગસ્ટના રોજ રજુ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો માતાપિતામાંથી કોઈપણ મતદાતા શંકાસ્પદ છે, અથવા તો તેને વિદેશી જાહેર કરવામાં આવ્યો હોય અથવા તે કોઈ પણ પ્રકારનો કેસ લડી રહ્યો છે અને તેના બાળકનો જન્મ 3 ડિસેમ્બર 2004 ના રોજ થયો હતો, તો તે એનઆરસી હેઠળ ગણવામાં વશે નહી અર્થાત તે બાળક એનઆરસીના કાર્યક્ષેત્રમાંથી બહાત રહેશે.
ગેરકાયદેસર પ્રવાસીઓની સુનાવણી જે અદાલતમાં કરવામાં આવશે તેના વિરુધમાં અરજી ગૂહાવટી હાઈ કોર્ટમાં કરવામાં આવશે, પહેલા સુપ્રીમ કોર્ટે એનઆરસીની સુચી જાહેર કરવાની તારીખ આગળ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે પહેલા એનઆરસીની યાદી જાહેર કરવાની તારીખ 31 જુલાઇ રાખી હતી જે હવે વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી છે.