1. Home
  2. revoinews
  3. અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિરનું માળખું- મંદિરની ડિઝાઈન તૈયાર કરવામાં સોમપુરા પરીવારનું મહત્વનું યોગદાન
અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિરનું માળખું- મંદિરની ડિઝાઈન તૈયાર કરવામાં સોમપુરા પરીવારનું મહત્વનું યોગદાન

અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિરનું માળખું- મંદિરની ડિઝાઈન તૈયાર કરવામાં સોમપુરા પરીવારનું મહત્વનું યોગદાન

0
Social Share
  • રામ મંદિરની ડિઝાઇન બનાવવામાં ગુજરાતીનો ફાળો
  • સોમપુરા પરિવારનો મંદિરની ડિઝાઈન તૈયાર કરવામાં મહત્વનું યોગદાન
  • સોમનાથ મંદિર,અક્ષરધામ મંદિર તેમનું કાર્ય છે
  • નાગરશૈલીમાં મંદિર બનાવવાની તેમની ખાસિયત છે

સમગ્ર દેશના લોકો રામ મંદિર નિર્માણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,અયોધ્યામાં આનવારી 5 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ કરનાર છે,રામ મંદિર માટે ખાસ પ્રકારના પથ્થરથી લઈને તેની ડિઝાઈન ખુબ ચર્ચાનો વિષય છે,કે રામ મંદિરની ડિઝાીન કોણે તૈયાર કરી છે.અયોધ્યા નગરી હાલ દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે,મંદિર નિર્માણને લઈને સમગ્ર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે આ સાથે જ રામલલા માટે નવરત્ન જડિત ખાસ લીલા રંગના વસ્ત્રો પણ તૈયાર થઈ ચૂક્યા છે.

રામ મંદિર નિર્માણમાં મહત્વનો ફાળો ગુજરાતના સોમપુરા પરિવારનો- સોમપુરાનો ઈતિહાસ

,”એક દંતકથા પ્રમાણે ચંદ્રને શ્રાપ મળ્યો હતો કે તેનો ક્ષય થશે,એટલે તેણે સોમનાથમાં યજ્ઞ કર્યો ત્યારે તેમણે સોમનાથ મંદિર બનાવવાની કલ્પના કરી હતી, જેમાં ચંદ્ર પરથી બઘા બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા હતા અને એ બ્રાહ્મણો જે હતા તેઓ આજે સોમપુરા કહેવાયા,ત્યાના તમામ બ્રહ્મણો તર્પણનું કામ કરતા હતા પરંતુ સોમપુરાના વડીલો માનતા હતા કે, તર્પણ કરવું તે માંગવાનું કામ કહેવાય, જેથી તેઓએ વિશ્વકર્માને આ મંદિર નિર્માણ શૈલીની વિદ્યા શિખવાડવા કહ્યું અને પછી સોમનાથ મંદિરનો જીણોદ્રાર કરવામાં આવ્યો.આ પ્રકારના મંદિરોના નિર્માંણ માટે ભરતપુર પાસે આવેલા બંસીપહાડપુર પાસેથી આ ખાસ પત્થરો મંગાવવામાં આવે છે,સોમનાથ મંદિર ચંદ્રકાંત સોમપુરાના પિતા પ્રભાશંકર સોમપુરાએ તૈયાર કર્યું હતું. તે માટે તેમને પદ્મશ્રી પણ મળ્યો હતો”

રામ મંદિર નિર્માણનું નવું માળખું

  • હવે આ સમયમાં રામ મંદિર બે માળનું નહી પરંતુ ત્રણ માળનું બનાવવામાં આવશે
  • મંદિરનો મૂળ દેખાવ પહેલા જેવો જ રાખવામાં આવશે
  • ત્રણ શિખર રાખવામાં આવશે જેમાં બે શિખર સાઈડમાં અને એક શિખર આગળની તરફ બનાવવામાં આવશે
  • કુલ પાંચ શિખરવાળા મંદિરનું નિર્માણ કરાશે
  • રામ મંદિરમાં હવે કુલ 318 સ્તંભ રહેશે
  • મંદિરની પહોળાઈ 235 ફૂટ અને લંબાઈ 360 ફૂટ રહેશે.
  • મંદિરની ઉંચાઈ જમીનથી 161 ફીટ રહેશે.
  • મંદિરના ગર્ભગૃહમાં પહેલાં 3 શિખરોનું નિર્માણ કરાશે
  • પહેલાં ભજન કીર્તન, બીજામાં ધ્યાન અને ત્રીજામાં રામલલાના દર્શનની વ્યવસ્થા કરાશે
  • મંદિરના ગર્ભગૃહમાં માત્ર પૂજારીને જ પ્રવેશ આપવામાં આવશે
  • મંદિરના બીજા માળે રામ દરબાર હશે જ્યાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની સાથે હનુમાનજી પણ બિરાજમાન હશે.

 

  • મંદિરનું જુનુ માળખું આ પ્રમાણે હતું

પહેલા આ રામ મંહિરની ઊંચાઈ 128 ફૂટ હતી જે હવે 161 ફૂટ કરવામાં આવી છે,ત્રણ માળની બનનારા રામ મંદિરનામ 318 થાંભલા રાખવામાં આવશે,દરેક માળ પર 106 થાંભલા રાખવામાં આવશે,આ સાથે જ રામલલા મંદિર જમીનથી 17 ફૂટ ઊંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે,જેમાં બીજા માળે રામ દરબારનું નિર્માણ કરાશે, અંદાજે 69 એકર જમીન પર પાંચ શિખર વાળું વિશ્વમાં મંદિર ક્યા જોવા મળતું નથી.

  • નાગરશૈલીની વિશેષતાઓ

પ્રાચીન કાળથી આઘુનિક યુગ સુઘી મંદિર સ્થાપત્યની શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલી જગ વિખ્યાત છે,આ શૈલીમાં દેશ વિદેશના મંદિરો બન્યા છે,ભારતના સોમનાથ મંદિરથી લઈને લંડનના સ્વામીનારાયણ મંદિરઓ આ શૈલીના ઉમદા ઉદાહરણ છે

આ મંદિર સ્થાપત્ય માટે મુખ્ય બે શૈલીઓ જગ વિખ્યાત છે,જેમાં દ્રવિડ અને નાગરી શૈલીનો સમાવેશ થાય છે. શિલ્પશાસ્ત્ર અનુસાર, દક્ષિણ રાજ્યોમાં કૃષ્ણ નદી અને કન્યાકુમારી વચ્ચે આવેલા મંદિરોનું નિર્માણ દ્રવિડ શૈલીમાં કરવામાં આવ્યું હતું જ્યારે ઉત્તરમાં મંદિરોની સ્થાપના નાગર શૈલીમાં કરવામાં આવી છે. દ્રવિડ શૈલીમાં ગોપુરમ એટલે કે પ્રવેશદ્રારને સૌથી વધુ મહત્વ આપે છે,અર્થાત પ્રવેશ દ્રારની રચના મોટી હોય છે જ્યારે નાગર શૈલીમાં, મંદિરનું શિખર સૌથી અગ્રણી રાખવામાં આવે છે, મંદિરનો પ્રવેશદ્વાર સામાન્ય રીતે સાધારણ અથવા તો ગેરહાજર રાખવામાં આવે છે.

સોમપુરા પરિવારની રચનાઓ

આજ દિન સુધી સોપમુરા પરીવારે 100થી વધુ મંદિરોનું નિર્માણ કર્યું છે,જેમાં ગાંઘીનગરનું અક્ષરઘામ મંદિર,અમેરીકામાં સ્વામીનારાયણ મંદિર,પાલીતાણા પાસે હસ્તગીરી મંદિર,પાશ્વનાથ ભગવાનનું શંખેશ્ર્વરનું મંદિર,અને હાલમાં જ તારાપુર પાસે બનેલું મોટામાં મોટુ માર્બલનું મણીલક્ષ્મી તીર્થ મંદિર ખુબ જ જાણીતા મંદિરો છે’.

સોમપુરા પરિવારની શ્રેષ્ઠ સિદ્ધિ

સમગ્ર સોમપુરા પરિવારની ‘શ્રેષ્ઠ સિદ્ધિ લંડનના નેસ્ડન ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિર છે, જે માત્ર 28 મહિનામાં તૈયાર કરીને રેકોર્ડ બનાવ્યો હતા.આ મંદિર માટેના ચૂનાના પત્થર બલ્ઝેરીયાથી મંગાવવામાં આવ્યા હતા,પરંતુ તેના પર કોતરણી કામ કરાવવા માટે આ પત્થરને લંડનથી કંડલા પોર્ટ પર મોકલાયા હતા, મોકલતા પહેલા જરુરી માપણી કરીને પત્થર કાપવામાં આવ્યા હતા,જ્યા કારીગરો દ્રારા તેને ઘાટ આપીને પરત લંડન લઈ જવાયા હતા,આ માટે પોલીશ કરવા અને પત્થરોની કોતરણી કરવા માટે ગુજરાત અને રાજ્સ્થાનથી કારીગરો બોલાવવામાં આવ્યા હતા’

સાહીન મુલતાની-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code