‘રંગ દે બસંતી’ અને ‘થ્રી ઈડિયટ્સ’ જેવી હિટ ફિલ્મ કરનાર શરમન જોશીનો આજે 42મો જન્મ દિવસઃ એક ફિલ્મ માટે 40 વખત આપ્યું હતું ઓડિશન
- શરમન જોશીનો 42મો બર્થ ડે
- ફિલ્મ ‘ફેરારી કી સવારી’ માટે 40 વખત ઓડિશન આપ્યું હતું
મુંબઈઃ-શરમન જોશીનું નામ સાંભળતા જ આપણાને થ્રી ઈડિયટ્સનો રાજુ ચોક્કસ યાદ આવી જોય, અનેક ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને લોકોના દિલ જીતનાર અને સોલો હિરો તરીરે ખાસ રોલ પ્લે કરનાર શરમન જોશી બોલિવૂડની દુનિયાનપં જાણીતું નામ છે, જુદી-જુદી ફિલ્મોમાં તેણએ અલગ અલગ રોલ પ્લે કર્યા છે,જેમાં કોમેડિયન તરીકે પ્રેક્ષકોએ તેમને ખૂબ પસંદ કર્યા છે, ત્યારે આજે શરમન પોતાનો 42 મોં જમ્ન દિવસ મનાવી રહ્યા છે, આ દિવસે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો પર એક જનર કરીએ.
શરમન જોશીએ પોતાની કરિયરની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી. શરમનના પિતા અરવિંદ જોશી એક જાણીતા ગુજરાતી થિયેટર અને ફિલ્મ કલાકાર હતા. શરમનની પહેલી ફિલ્મ ‘ગોડમધર’ હતી. એક ઇન્ટરવ્યૂમાં શર્મને કહ્યું હતું કે, શરૂઆતમાં તેની કોમિક ટાઈમિંગ ખૂબ જ ખરાબ રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘લોકોએ મારી ખૂબ ટીકા કરતા હતા પરંતુ અમારા ડિરેક્ટર શફી ઈનામદારે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. પ્લેના લગભગ 50 શો બાદ મારો અભિનય સારો રહ્યો હતો. જોકે શર્મન ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે પરંતુ તેની હિટ લિસ્ટમાં ‘ગોલમાલ’, ‘સ્ટાઇલ’, ‘3 ઇડિયટ્સ’, ‘રંગ દે બસંતી’ અને ‘એક્ઝ્યુઝ મી’ જેવી ફિલ્મ્સ શામેલ છે.
ઘણા ઓછા લોકો જાણે છે કે ‘રંગ દે બસંતી’ અને ‘3 ઇડિયટ્સ’ જેવી ફિલ્મોમાં અભિનય કરનાર શર્મનને ફિલ્મ ‘ફેરારી કી સવારી’ માટે 40 વખત ઓડિશન આપ્યું હતું. ‘ફેરારી કી સવારી’ ના નિર્માતા વિધુ વિનોદ ચોપડા હતા, જેમાં મુખ્ય ભૂમિકા મેળવવા માટે શર્મનને ઘણો સંઘર્ષ કર્યો હતો.
વર્ષ 1999 માં આવેલી ફિલ્મ ‘ગોડમધર’ થી અભિનયની દુનિયામાં શરમને એન્ટ્રી કરી હતી,ત્યાર બાદના 13 વર્ષ બાદ વર્ષ 2012 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફેરારી કી સવારી’ માં સોલો હિરો તરીકે મુખ્ય રોલ પ્લે કર્યો હતો .
શરમન જોશીના 13 વર્ષના બ્રેકને લઈને અનેક સવાલો કરવામાં આવ્યા હતા ,આ બાબતે તેણે એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, ‘ભાઈ, જુઓ, હું લાંબી જાતિનો ઘોડો છું. મને કોઈ ઉતાવળ નથી. હું તમને સંપૂર્ણ ખાતરી આપી શકું છું કે હું જે પણ ફિલ્મ કરીશ તે સારી ફિલ્મ હશે. તમારા સમય અને તમારા પૈસા માટે યોગ્ય રહેશે. જ્યારે તમે માત્ર સારું કામ કરવા માંગતા હો, ત્યારે સમય લાગે છે અને હું મારો સમય આપવા માટે તૈયાર છું. ‘
સાહિન-