1. Home
  2. 2014માં મણિશંકર અય્યર બાદ 2019માં સેમ પિત્રોડા બનશે કોંગ્રેસ માટે પનોતી!

2014માં મણિશંકર અય્યર બાદ 2019માં સેમ પિત્રોડા બનશે કોંગ્રેસ માટે પનોતી!

0

લોકસભા ચૂંટણી 2019ની લડાઈના કેન્દ્રમાં હવે ફરી એકવાર 84ના હુલ્લડોનો મામલો આવી ગયો છે. આ મામલાને લઈને ભાજપ પહેલા જ આક્રમક છે, તો કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાનું 84ના હુલ્લડો પર આપવામાં આવેલા નિવેદને આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે.

લોકસભા ચૂંટણી 2019ની લડાઈના કેન્દ્રમાં હવે ફરી એકવાર 84ના હુલ્લડોનો મામલો સામે આવ્યો છે. આ મામલાને લઈને ભાજપ પહેલા જ હુમલાખોર છે, તો તે કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાના 84ના હુલ્લડો પરના એક નિવેદને આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. ભાજપ આ નિવેદનને આમ જ ઉછાળી રહ્યું છે, જેવું તેમણે 2014માં મણિશંકર અય્યરના નિવેદનને ઉછાળ્યું હતું. દિલ્હી અને પંજાબમાં મતદાન છે. આ કારણ છે કે ભાજપ આ મુદ્દા પર ફ્રંટફૂટ પર રમી રહ્યું છે, ત્યારે તેની કોશિશ કોંગ્રેસને બેકફૂટ પર લાવવાની છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે મણિશંકર અય્યરે નરેન્દ્ર મોદીને ચ્હાવાળો કહ્યા હતા, ત્યારે ભાજપે તેને જ ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. આ વખતે ચોકીદાર ચોર છે- નું સૂત્ર ઉછાળ્યું છે, તો મોદી ખુદ ચોકીદાર બની ગયા છે. પંરતુ ચૂંટણીના અંતમાં જ્યારે સેમ પિત્રોડાએ 1984ના હુલ્લડો પર ટીપ્પણી કરતા કહી દીધું, 84 થયું તો થયું, તેના ઉપર ભાજપ વિફર્યું છે અને કોંગ્રેસની વિરુદ્ધ હલ્લાબોલ કર્યું છે.

સેમ પિત્રોડાએ કહ્યુ હતુ કે તમે (ભાજપ) તો સતત ખોટું બોલી રહ્યું છે, પહેલા અમારા પર ખોટું બોલ્યા કાલે તમારા પર બોલશે. 1984નો મુદ્દો શું છે, તમે વાત તો કરો. તમે પાંચ વર્ષમાં શું કર્યું, 84માં થયું તે થયું, તમે શું કર્યું.

સેમ પિત્રોડાના નિવેદનને લઈને ભાજપ દિલ્હી અને પંજાબમાં પ્રદર્શન કરી રહ્યું છે. દિલ્હીમાં ચૂંટણી પ્રચાર માટે ભલે આજે છેલ્લો દિવસ હોય, પરંતુ ભાજપે આ મુદ્દા પર આક્રમકતાની હજી શરૂઆત માત્ર કરી છે, કારણ કે ભાજપ તરફથી દિલ્હીમાં જે પ્રકારે આને ઉછાળવામાં આવ્યો છે, તેવી રીતે પંજાબમાં આગળ વધવાની તૈયારી છે.

ભાજપ જેટલું 1984ના રમખાણો પર આક્રમક રહ્યું છે, કોંગ્રેસ માટે મુશ્કેલી એટલી જ વધી જઈ રહી છે, કારણ કે જ્યારે પણ આ મુદ્દાની વાત થાય છે, તો કોંગ્રેસ બેકફૂટ પર દેખાઈ છે. ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હીની સડકો અને દેશના અન્ય રાજ્યોમાં શીખો સાથે જે થયું, તેમાં ઘણાં કોંગ્રેસના નેતાઓના નામ સામે આવ્યા હતા.

જગદીશ ટાઈટલર અને સજ્જન કુમાર તો અત્યાર સુધી આ મામલા પર અદાલતના ઘેરામાં છે, તો મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ઘેરી છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા એ વાતની પણ છે કે મોદીએ રાજીવ ગાંધી પર જ કેમ નિશાન સાધ્યું? જાણકારો મુજબ, ભાજપ દિલ્હી અને પંજાબમાં શીખ-પંજાબી સમુદાયને ટાર્ગેટ કરવાની રણનીતિથી એ વાત  તરફ આગળ વધી રહી છે, જેમા પહેલા રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી ગણાવવામાં આવ્યા અને બાદમાં શીખ હુલ્લડોનો મામલો ઉછાળવામાં આવ્યો. મહત્વપૂર્ણ છે કે ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીનું એક નિવેદન ઘણી ટીકાનો વિષય બન્યું હતું.

ઈન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલી હિંસાને લઈને રાજીવ ગાંધીએ કહ્યુ હતુ કે જ્યારે પણ કોઈ મોટું વૃક્ષ પડે છે, તો ધરતી થોડીઘણી હલે છે. ત્યાર બાદ તેઓ વિપક્ષના નિશાન પર લાંબા સમય સુધી રહ્યા હતા. નરેન્દ્ર મોદી રાજીવ ગાંધીના આ નિવેદનને પોતાની તરફેણમાં રાજકીય ફાયદા માટે હાલ લોકસભાની ચૂંટણીના આખરી બે તબક્કામાં વાપરી રહ્યા હોવાનું પણ રાજકીય બાબતોના જાણકારો માની રહ્યા છે.

જ્યારથી સેમ પિત્રોડાનું નિવેદન સામે આવ્યું છે, ત્યારથી ભાજપ આક્રમક છે. પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને તેમની પાસે જવાબ માંગ્યો હતો, તો બાદમાં કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ પોતાના અંદાજમાં તેમને ઘેર્યા હતા. નક્વીએ કહ્યુ છે કે સેમ પિત્રોડા રાહુલ ગાંધીના ગુરુ નહીં, પરંતુ કંગ્રેસના ગુરુ ઘંટાલ છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટીમાં છીછરા બુદ્ધિજીવીઓની એક જમાત છે, જે આવા પ્રકારના નિવેદન આપતી રહે છે.

ભાજપ આના સંદર્ભે આક્રમક છે, તો સેમ પિત્રોડાએ પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું છે અને કહ્યુ છે કે ભાજપે તેના નિવેદનમાં કેટલાક શબ્દો પસંદ કર્યા છે અને તેમને જ તોડીમરોડીને વાત કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે આના પહેલા પણ સેમ પિત્રોડાના ઘણાં નિવેદન કોંગ્રેસ માટે મુશ્કેલીનું કારણ બની ચુક્યા છે. તાજેતરમાં બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ જ્યારે તેમણે કહ્યુ હતુ કે એક હુમલાના કારણે આખા પાકિસ્તાનને જવાબદાર ઠેરવી શકાય નહીં. ત્યારે ભાજપે ઘણો વિવાદ કર્યો હતો. સેમ પિત્રોડાએ પણ કહ્યુ હતુ કે એર સ્ટ્રાઈકનો નિર્ણય યોગ્ય ન હતો. જો કે બાદમાં કોંગ્રેસે જ સેમ પિત્રોડાના નિવેદનથી પોતાને કોઈ લેવાદેવા નહીં હોવાનું જણાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.