- ગુજરાતના હાલના DGP શિવાનંદ ઝા શુક્રવારે થશે સેવા નિવૃત્ત
- તેમના સ્થાને ગુજરાતના નવા DGP તરીકે આશિષ ભાટિયાની વરણી
- અનેક દિવસોથી DGPની વરણની અંગેની અટકળોનો હવે અંત
ગુજરાતના સાંપ્રત સમયના DGP શિવાનંદ ઝા શુક્રવારે સેવા નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે તેમના સ્થાને IPS આશિષ ભાટીયાની ગુજરાતના નવા ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાતના નવા ડીજીપી અંગે છેલ્લા કેટલાક દિવસથી અટકળો ચાલતી હતી જેનો હવે અંત આવ્યો છે.
આપને જણાવી દઇએ કે વર્ષ 2018માં મુખ્ય ઇન્ચાર્જ DGP પ્રમોદકુમાર નિવૃત્ત થતાં સરકારે નવા DGP તરીકે શિવાનંદ ઝાના નામની પસંદગી કરી હતી. એપ્રિલ 2016માં નિયમિત મુખ્ય ડીજીપી પી.સી.ઠાકુરને અચાનક જ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ ઉપર મોકલાયાં હતાં. આ પછી પી.પી. પાન્ડેય, ગીથા જોહરી અને પ્રમોદકુમાર એમ ત્રણ IPS ‘ઈન્ચાર્જ’ DGP તરીકે નિવૃત્ત થયાં છે.
આશિષ ભાટિયા અંગે
1985ની બેચના IPS અધિકારી અન્ય બંને અધિકારીઓ કરતા જુનિયર હોવા છતાં DGPની રેસમાં આગળ હતા. કારણ કે બીજા બંને અધિકારીઓ અત્યારે કેન્દ્રીય સ્તરે ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવી રહ્યા છે. તેઓ સરકારની ગુડ બુકમાં હોવાનું કહેવાય છે. તેઓ મે 2022 સુધી DGની પોસ્ટ ઉપર રહેશે. અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા.
મહત્વનું છે કે, રાજ્યમાં હાલ 1983ની બેચના સૌથી સિનિયર IPS તરીકે શિવાનંદ ઝા છે. શિવાનંદ ઝા અગાઉ લાંબા સમય માટે સુરત અને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને લૉ એન્ડ ઓર્ડર ઉપર તેમની પકડ જબરજસ્ત હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. હવે તેઓ શુક્રવારે સેવા નિવૃત્ત થઇ રહ્યા છે.
(સંકેત)