1. Home
  2. revoinews
  3. ઉત્તર પ્રદેશ સરકારે અનલોક-3ની માર્ગદર્શિકા કરી જાહેર, વિકએન્ડમાં રહેશે લોકડાઉન
ઉત્તર પ્રદેશ સરકારે અનલોક-3ની માર્ગદર્શિકા કરી જાહેર, વિકએન્ડમાં રહેશે લોકડાઉન

ઉત્તર પ્રદેશ સરકારે અનલોક-3ની માર્ગદર્શિકા કરી જાહેર, વિકએન્ડમાં રહેશે લોકડાઉન

0
  • સમગ્ર ભારતમાં 1 ઑગસ્ટથી અનલોક 3.0 અમલી બનશે
  • ઉત્તરપ્રદેશ સરકારે પણ અનલોક 3.0ની માર્ગદર્શિકા રજૂ કરી
  • ઉત્તરપ્રદેશમાં શનિવાર અને રવિવાર માર્કેટ બંધ રહેશે

ભારતના સરકારના ગૃહ મંત્રાલયે 1લી ઑગસ્ટથી અમલી બનનાર અનલોક 3.0ની માર્ગદર્શિકા જારી કરી છે. તેની સાથોસાથ ઉત્તર પ્રદેશ સરકારે પણ અનલોક 3ની માર્ગદર્શિકા રજૂ કરી છે. પરંતુ તેમાં કેટલાક નિયમોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેમ કે પહેલાની જેમ સંપૂર્ણ ઓગસ્ટ મહિનામાં શનિવાર અને રવિવાર ઉત્તર પ્રદેશ બંધ રહેશે. જીમ 1 ઑગસ્ટને બદલે 5 ઑગસ્ટથી ખુલશે.

ઓગસ્ટમાં લોકડાઉન દર સપ્તાહે શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી રહેશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ સાથે વિસ્તૃત પરામર્શ કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 31 ઑગસ્ટ, 2020 સુધી બંધ રહેશે.

અનલોક 3માં નાઇટ કર્ફ્યૂ દૂર કરવામાં આવ્ય છે. ઉત્તરપ્રદેશમાં જીમ અને યોગ સંસ્થાઓ 5 ઑગસ્ટથી ખુલશે. આ સિવાય સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટરો અને ઓડિટોરિયમ બંધ કરાયા છે.

નોંધનીય છે કે, સ્વાતંત્ર્ય દિન નિમિત્તે, અગાઉ એમએચએ માર્ગદર્શિકાએ જણાવ્યું હતું કે શાળાઓ અને કોલેજોમાં ડિબેટ, ક્વિઝ, નિબંધ લેખન અને કવિતા સ્પર્ધાઓ તમામ ઓનલાઇન યોજાશે. આ વિશેષ પ્રસંગે, એમએચએ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર ઓનલાઇન કાર્યક્રમો યોજવા જણાવ્યું હતું.

(સંકેત)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.