રાધાકૃષ્ણ વિખે પાટિલે કોંગ્રેસ ઓપોઝિશન લીડર પદેથી આપ્યું રાજીનામું, BJPમાં જોડાય તેવી અટકળો
દીકરાએ કોંગ્રેસ છોડીને બીજેપીની ટિકિટ પર અહમદનગર લોકસભાથી ચૂંટણી લડવાની જાહેરાત પછી વિવાદોમાં ઘેરાયેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલે નેતા પ્રતિપક્ષ પદેથી રાજીનામું આપી દીધું. મહારાષ્ટ્ર કોંગ્રેસે ગુરૂવારે આ વાતની જાણકારી આપી. હવે એવી અટકળો છે કે દીકરાની જેમ રાધાકૃષ્ણ પાટિલ પણ બીજેપીમાં જોડાઇ શકે છે.
સવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અશોક ચવ્હાણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, “વિખે પાટિલે નેતા પ્રતિપક્ષ પદેથી પોતાનું રાજીનામું પાર્ટી હાઇકમાનને મોકલ્યું હતું.”