1. Home
  2. revoinews
  3. અડધી રાતે ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીની પોલીસે કરી ધરપકડ, જાણો આખો મામલો
અડધી રાતે ક્રિકેટર મોહમ્મદ શમીની  પત્નીની પોલીસે કરી ધરપકડ, જાણો આખો મામલો

અડધી રાતે ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીની પોલીસે કરી ધરપકડ, જાણો આખો મામલો

0

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ગઈકાલે રાતે અચાનક ઉત્તરપ્રદેશના અમરોહામાં ક્રિકેટરના પૈતૃક ઘરે પહોંચી ગઈ. મોહમ્મદ શમીની માતા અને પરિવારજનો સાથે ઝઘડો કર્યા પછી પોલીસ બોલાવવી પડી. પરિવારવાળાઓની ફરિયાદ પછી હસીન જહાંની પોલીસે ધરપકડ કરી લીધી.

સોમવારે પોલીસે ક્રિકેટરની મોડલ પત્નીને એસડીએમ કોર્ટમાં હાજર કરી. હસીન જહાં પર શાંતિભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. હસીન જહાંને કોર્ટમાં હાજર કરવા દરમિયાન ઘણી ગરમાગરમી રહી.

આ દરમિયાન હસીન જહાંએ જામીન લેવાનો ઇન્કાર કરી દીધો. પરંતુ, કોર્ટે તેને જામીન પર છોડી દીધી. આ પહેલા કોર્ટે તેને અમરોહાની જિલ્લા હોસ્પિટલમાં મૂકી હતી. હસીને કહ્યું કે પોલીસે દબાણમાં આવીને તેને અડધી રાતે અરેસ્ટ કરી લીધી.

ઉલ્લેખનીય છે કે હસીન જહાં ક્રિકેટર મોહમ્મદ શમી પર બેવફાઈ, હત્યાની કોશિશ, મેરિટલ રેપ સહિત ઘણા ગંભીર આરોપો લગાવી ચૂકી છે. જોકે, ત્યારબાદ હસીને પોતાના પતિ વિશે કહ્યું હતું, “હવે હું શમીમાં ઇન્ટરેસ્ટેડ નથી. હું ક્યારેય લૂઝર નથી રહી અને ન તો ક્યારેય બનીશ. હું લડાઇ ચાલુ રાખીશ.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published.