આકાશ વિજયવર્ગીય પર પીએમ મોદીના આકરા વેણ, બોલ્યા- કોઈપણનો પુત્ર હોય, પાર્ટીમાંથી હાંકી કાઢવો જોઈએ
મધ્યપ્રદેશના ઈંદૌરમાં નગરનિગમના અધિકારીને બેટથી માર મારવાની ભાજપના ધારાસભ્ય અને કૈલાસ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયના મામલે વડાપ્રધાન મોદીએ કડકાઈ દેખાડી છે. ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ છે કે તે ચાહે કોઈનો પણ પુત્ર કેમ હોય નહીં, તેને પાર્ટીની બહારનો રસ્તો દેખાડવો જોઈએ.
દિલ્હીમાં ભાજપ સંસદીય દળની બેઠકમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય પર વડાપ્રધાન મોદીએ કડકાઈ દર્શાવી છે. નામોલ્લેખ કર્યા વગર પીએમ મોદીએ કહ્યુ છે કે કોઈનો પણ પુત્ર હોય, તેની આ હરકત બર્દાશ્ત કરવામાં નહીં આવે. જે લોકોએ સ્વાગત કર્યું છે, તેમને પાર્ટીમાં રહેવાનો કોઈ હક નથી. તમાને પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ.
આકાશ ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના પુત્ર છે. આ મામલા પર કૈલાસ વિજયવર્ગીયે પોતાના પુત્ર આકાશને કાચો ખેલાડી ગણાવ્યો હતો. કૈલાસ વિજયવર્ગીયે કહ્યુ છે કે આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે. મને લાગે છે કે આકાશ અને નગરનિગમના કમિશનર બંને પક્ષ કાચા ખેલાડી છે. આ એક મોટો મુદ્દો ન હતો, પરંતુ તેને ઘણો મોટો મુદ્દો બનાવી દેવામાં આવ્યો.
કૈલાસ વિજયવર્ગીયે કહ્યુ હતુ કે મને લાગે છે કે અધિકારીઓએ અહંકારી હોવું જોઈએ નહીં. તેમણે જનપ્રતિનિધિઓ સાથે વાત કરવી જોઈએ. મે તેની ઉણપ જોઈ છે. બંનેએ સમજવું જોઈએ, જેથી આવી ઘટના ફરીથી બને નહીં.
મહત્વપૂર્ણ છે કે ઈન્દૌર નગરનિગમની ટુકડી ગંજી કમ્પાઉન્ડ વિસ્તારમાં એક જર્જર મકાનને તોડવા પહોંચી હતી. તેની માહિતી મળતા જ ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમની નગરનિગમના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારે આકાશ વિજયવર્ગીય ક્રિકેટનું બેટ લઈને નગરનિગમના અધિકારીઓ સાથે બાખડી પડયા હતા. વિજયવર્ગીયે બેટથી અધિકારીઓની પિટાઈ પણ કરી હતી. આ મામલામાં તેમની ધરપકડ કરીને જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા. જો કે રવિવારે આકાશ વિજયવર્ગીયને જામીન મળ્યા હતા.