આજે પીએમ મોદી દુર્ગાપૂજા પર શુભેચ્છા પાઠવશે -પશ્વિમ બંગાળના તમામ બુથ પર થશે લાઈવ પ્રસારણ
- પીએમ મોદી દુર્ગા પૂજા પર શુભેચ્છા આપશે
- પશ્વિમ બંગાળના તમામ બુથ પર થશે લાઈવ પ્રસારણ
- 78 હજાર મતદાન મથકો પર લાઈવ પ્રસારણ થશે
હાલ નવરાત્રી ચાલી રહી છે, નવરાત્રીનો મહિમા પશ્વિમ બંગાળમાં ખુબ મહત્વ ઘરાવે છે,ખાસ કરીને અહીં કોલકાતામાં થતી દુર્ગા પૂજા, જો કે કોરોનાના લીઘે દરેક લોકો આ પૂજામાં સામેલ નહી થાય જેને લઈને આજ રોજ પીએમ મોદી વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી આ પૂજા દ્રારા તમામ લોકોને લાઈવ જોવા મળશે.
દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અજ રોજ ગુરુવારે પશ્ચિમ બંગાળના લોકો માટે દુર્ગાપૂજા પ્રસંગે લાઇવ કાર્યક્રમનું પ્રસારણ દરેક બુથ પર કરવામાં આવશે, ભાજપ દ્વારા રાજ્યની તમામ 294 બેઠકો પર કાર્યક્રમ પ્રસારિત કરવાની વિસ્તૃત તૈયારીઓ કરવામાં આવી ચુકી છે. આજે બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા વડા પ્રધાન દુર્ગાપૂજા ઉત્સવની શરૂઆતમાં લોકોને શુભેચ્છાઓ આપશે.
મળતી માહિતી પ્રમાણે રાજ્યના ૭૮ હજાર મતદાન મથકોના દરેક કેન્દ્ર પર 25 થી વધુ કાર્યકરો અને ટેકેદારો યોગ્ય અંતરને અનુસરીને કાર્યક્રમનું નિરીક્ષણ અને સાંભળ કરતા જોવા મળશે, આ કાર્યક્રમ અંતર્ગત કોલકાતાના પૂર્વ પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્રમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે, 10 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં બંગાળ ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેશે.ઉલ્લેખનીય છે કે,આવતા વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસની વિરુદ્ધ રાજ્યમાં ભાજપ એક મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપને વિશ્વાસ છે કે, આવનારી રાજ્યની ચૂંટણીમાં પાર્ટી વિજય પ્રાપ્ત કરશે, ઉલ્લેખનીય છે એ, છેલ્લી લોકસભાની ચૂંટણીમાં, રાજ્યમાં ભાજપે 18 બેઠકો જીતી હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 22 બેઠકો પર જીત મેળવી હતી.
સાહીન-