1. Home
  2. revoinews
  3. ભારતે DRDO દ્વારા નિર્મિત ‘નાગ મિસાઇલ’નું પોખરણમાં કર્યું સફળ પરીક્ષણ
ભારતે DRDO દ્વારા નિર્મિત ‘નાગ મિસાઇલ’નું પોખરણમાં કર્યું સફળ પરીક્ષણ

ભારતે DRDO દ્વારા નિર્મિત ‘નાગ મિસાઇલ’નું પોખરણમાં કર્યું સફળ પરીક્ષણ

0
Social Share
  • ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ભારતે વધુ એક મિસાઇલનું કર્યું પરીક્ષણ
  • ભારતે નાગ ટેંક ગાઇડેડ મિસાઇલના અંતિમ તબક્કાનું કર્યું સફળ પરીક્ષણ
  • આ મિસાઇલ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા નિર્મિત છે

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતે વધુ એક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતે વોરહેડની સાથે નાગ ટેંક ગાઇડેડ મિસાઇલના અંતિમ તબક્કાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઇલનું પરીક્ષણ સવારે 6.45 કલાકે રાજસ્થાનના પોખરણી ફીલ્ડ ફાયરિંગ રેંજમાં કરવામાં આવ્યું. રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (DRDO)દ્વારા આ મિસાઇલને વિકસિત કરવામાં આવી છે.

રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન દ્વારા નિર્મિત આ દેશી મિસાઇલનું પરીક્ષણ પોખરણમાં ગુરુવારે વહેલી સવારે 06.45 કલાકે કરવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે નાગ મિસાઇલ સંપૂર્ણપણે સ્વદેશી બનાવટ છે અને આ પ્રકારની મિસાઇલોમાં ભારત દ્વારા નિર્મિત થર્ડ જનરેશનની છે. DRDO તરફથી સતત તેના અલગ અલગ ટ્રાયલ કરવામાં આવે છે.

નોંધનીય છે કે આ પહેલા પણ નાગ મિસાઇલના અન્ય ટ્રાયલ કરવામાં આવી ચૂક્યાં છે. વર્ષ 2017, 2018 અને 2019માં અલગ-અલગ રીતે નાગ મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે. જેમાં અચૂક નિશાન તાકવાની ક્ષમતા તેમજ દુશ્મનના ટેંકને ટાર્ગેટ કરી શકે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code