સાહીન મુલાતની-
ચાટ પુરી બનાવવા માટે સામગ્રી અને રીત
- 1 ચમચી – જીરુ પાવડર
- 1 ચમચી – મરી પાવડર
- 200 ગ્રામ – મેંદો
- જરુર પ્રમાણે – મીઠૂ
- જરુર પ્રમાણે -પાણી
ચાટ પુરી બનાવવાની રીત -મેંદાના લોટમાં જીરુ, મીઠૂં અને મરી પાવડર નાખીને બરાબર મિક્સ કરવો ,હવે આ મેંદાની કણક બાંધીને તૈયાર કરી લેવી, તેમાંથી હવે એક મોટી રોટલી વણી કોઈ બાટલીના કે ડબ્બીના એક નાના ઢાંકણ વડે નાની-નાની પુરી કટ કરી લેવી. દેરક પુરીને એક સાઈઝની કટ કરીને કઢાઈમાં તેલ નાખીને પુરી બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવી. તૈયાર છે તમારી ક્રીસ્પિ ચાટ પુરી.
ચટણી બનાવવા માટે સામગ્રી અને રીત
- 100 ગ્રામ – કોકમ
- 100 ગ્રામ – ગોળ
- સ્વાદ પ્રમાણે – મીઠૂં
- જરુર પ્રમાણે પાણી
ચટણી બનાવવાની રીત – કોકમ-ગોળને 10થી 20 મિનિટ પહેલા પાણીમાં પલાળી દેવા ,ત્યાર બાદ મિક્સરમાં તેને ક્રશ કરી લેવા ,તેમાં જરુર મુજબ પાણી અને સ્વાદ પ્રામાણે મીઠૂ ઉમેરવું , તૈયાર છે કોકોમ-ગૌળની ચટણી.
ચાટ તૈયાર કરવા માટે સામગ્રી અને રીત
- 500 ગ્રામ – બાફેલા બટાકા (બાફીને જીણા-જીણા ટૂકડા કરી લેવા)
- 100 ગ્રમા – મોળું દહીં
- 100 ગ્રામ – ગ્રીન ચટણી (લીલા ધાણા,મરચા, ફૂદીનો, લસણ, મીઠૂં અને તેલ નાખી તૈયાર કરવી)
- 100 ગ્રામ – બેસનની જીણી સેવ
- 1 નંગ – જીણા સમારેલા કાંદા
- ચાટ મસાલો – જરુર પ્રમાણે
ચાટ તૈયાર કરવાની રીત- હવે તૈયાર કરેલી પુરીઓને એક મોટી ડિશમામ ગોઠવી લો, હવે એક એક પાપડી પર બટાકાના ટૂકટા મૂકો, તેના પર ગોળ-કોકમની ચટણી અપ્લાય કરો ત્યાર બાદ ગ્રીન ચટણી અપ્લાય કરો , હવે આ પાપટી ચાટ પર ચાટમસાલો સ્પ્રેડ કરો, ત્યાર બાદ દહીં અને તેના પર સેવ અને સમારેલા કાંદાથી સર્વ કરો.તૈયાર છે તમારો પાપટી ચાટ ખુબ જ ટેસ્ટી ને ઈઝી. તીખુ તેમજદ મીઠુ તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો.
નોંધ – આ પાપડી ચાટની બન્ને ચટણી તમે ફ્રીઝમાં સ્ટોક કરી શકો છો, આ સાથે જ પાપડી પુરી પણ બનાવીને પેક ડબ્બામાં સ્ટોર કરી શકો છો.