1. Home
  2. revoinews
  3. ખિલાફત: સૈદ્ધાંતિક અને ઐતિહાસિક આધાર  
ખિલાફત: સૈદ્ધાંતિક અને ઐતિહાસિક આધાર  

ખિલાફત: સૈદ્ધાંતિક અને ઐતિહાસિક આધાર  

0
Social Share

ડૉ. શ્રીરંગ ગોડબોલે

પ્રકરણ-2  – કોઇ પણ સાચા મુસ્લિમ માટે ઇસ્લામી સિદ્ધાંત સર્વોપરી હોય છે. ઇસ્લામે દોરી આપેલાં ચોખટાંમાં મનુષ્યની સદ્અસદ્ બુદ્ધિ માટે કોઇ સ્થાન નથી. કુરાન, હદીસ(પ્રેષિત મહમ્મદની ઉક્તિઓ અને કૃત્યોનો અધિકૃત અહેવાલ)અને સીરા(પ્રેષિત-ચરિત્ર)અથવા સુન્નાહ(પ્રેષિતની પરંપરા કે માર્ગ) આ ત્રયી પર ઇસ્લામની સૈદ્ધાંતિક ઇમારત ટકી રહેલી છે. કોઇ પણ એકાદો વિચાર કે કૃતિ મુસ્લિમ વ્યક્તિ અથવા સમાજ માટે નૈતિક કે અનૈતિક, કાનૂની એ ગેરકાનૂની તે કેવી રીતે નક્કી કરી શકાય  ? ઇસ્લામનો સૈદ્ધાંતિક આધાર જ કોઇ પણ વાતની ન્યાય્યતા અથવા કાયદેસરતા નક્કી કરે છે. ન્યાય, નીતિ, યોગ્યાયોગ્યતા, પાપ-પુણ્ય વગેરે બાબતો અંગે મુસ્લિમ વ્યક્તિ અથવા સમાજની સમજનું ઘડતર  ઇસ્લામના પાંથિક ગ્રંથો કરતા હોય છે. આ સમજો વૈશ્વિક મૂલ્યો સાથે સુસંગત હશે જ એવું આવશ્યક નથી જ પણ એથી ઉલટું મહદંશે તેમની સાથે આ સમજો વિસંગત હોવાની ઘણી શક્યતા હોય છે. વિશ્વભરના મુસ્લિમોનો એક જ ઉમ્માહ અથવા મઝહબી(પાંથિકપાંથિ)સમાજ છે એવો ઇસ્લામનો દાવો છે.

પ્રત્યેક દેશની ભૌગોલિક સીમાઓને ઓળંગી  જનારી  આ સંકલ્પના છે. આવી સંકલ્પનાની પરિણતી દેશભાહ્ય નિષ્ઠા ધરાવતી અખિલ- ઇસ્લામવાદી (પેન-ઇસ્લામિક) રાજકીય ચળવલમાં થાય તો તેમાં આશ્ચર્યની શું વાત છે ? ખિલાફત ચળવળે ભારતસ્થિત મુસ્લિમોનું મન વધુ નહીં તો પાંચ વર્ષ તો વ્યાપ્ત કરી જ દીધું હતું (ભરી દીધું હતું) એમ થવું સૈદ્ધાંતિક આધાર વગર શક્ય જ નહોતું. સૈદ્ધાંતિક આધારને કોઇ પણ (એક્સ્પાયરી ડેટ) ન હોવાથી ખિલાફત ચળવળને ઐતિહાસિક પૂર્વાધાર હશે જ અને ભવિષ્યમાં તેની પુનરાવૃત્તિ થશે એ નક્કી જ છે.

આગળ જતાં પહેલાં ‘પેન-ઇસ્લામીઝમ’ શબ્દ વિષે થોડી વાત. સન 1877માં લખાએલાં ‘તુર્કિસ્કો સ્કિજ્જૈન’(‘તુર્કી રેખાચિત્રો’ એ અર્થના  જર્મન શબ્દો)પુસ્તકમાં ‘મુરાદ એફેંડી’ ઉપનામથી લખનારા ફ્રાંજ ફોન વર્નર નામના ઑસ્ટ્રેલિયન લેખકે આ શબ્દ સૌપ્રથમ વાપર્યો. આગળ જતાં ફ્રેંચ પત્રકાર ગેબ્રિઅલ શાર્મ્સે 1881ની સાલમાં તેનો ઉપયોગ કર્યો. આ શબ્દ સાથે હળતામળતા ‘ઇત્તેહાદ-ઈ- દીન’ અથવા ‘ઉહુવ વેટ-ઇ-દીન’ એ ઇસ્લામી શબ્દો તુર્કસ્તાનના ઑટોમન (ઉસ્માન શબ્દનો અપભ્રંશ, સન 1299માં રાજઘરાણાની સ્થાપના કરનારા ઉસ્માન પ્રથમ પરથી) સુલતાન અને હિંદુસ્થાન, મધ્યએશિયા અને ઇંડોનેશિયાઇંડોનેશિયાના રાજઘરાણા વચ્ચેના પત્રવ્યવહારમાં પુરાતન કાળથી મળી આવે છે. (ધ ખિલાફત મુવમેટ ઇન ઇંડીયા, 1919-1924, મુહમ્મદ નઈમ કુરેશી, લંડન વિદ્યાપીઠને સાદર કરેલો પ્રબંધ, 1973,પૃ. 6) પેન-ઇસ્લામીઝમ શબ્દ આશરે દોઢસો વર્ષ જૂનો હોય તો પણ આ સંકલ્પનાનું મૂળ કુરાનની આગળની આયાતમાં જડે છે, ‘….અને તમારો આ લોકસમૂહ  (ઉમ્મત)એક જ લોકસમૂહ છે અને હું તમારો પાલનકર્તા છું એટલે તમે માત્ર મારો જ ડર રાખો.’(23-52)                                .

ખિલાફતનો પ્રારંભિક ઇતિહાસ

કુરાનની 2.30, 4.59, 6.165, 35,39 અને 38.26 આયાતોમાં ‘ખલિફા’ (શબ્દશ: અર્થ :વારસદાર, (બહુવચન-ખુલાફા) શબ્દ પ્રતિનિધિ, આજ્ઞાધિકારી, નાયબ, ઉત્તરાધિકારી વગેરે અર્થમાં વપરાયો છે. પ્રેષિત મુહમ્મદ(570-632) જ આદ્ય મુસ્લિમ રાજ્યકર્તા હતા. સન 610માં તેમને પ્રેષિતત્ત્વ(પયગંબરત્વ) મળ્યું હોય તો પણ તેમનો મદિનાનો રાજ્યવહિવટ 622ની સાલમાં શરૂ થયો. એટલે દસ વર્ષ માટે મુહમ્મદ જ પ્રેષિત, રાજ્યકર્તા, સેનાપતિ, વિધિજ્ઞ અને ન્યાયાધીશ હતા. તેમનો ઉત્તરાધિકારી કોણ એના નિર્દેશો ન તો કુરાનમાં હતા કે ન તો તેમણે પોતે આપ્યા. મુહમ્મદ અંતિમ પ્રેષિત હોવાની ઇસ્લામની મૂળભૂત શ્રદ્ધા છે. (કુરાન, 33-40) તેથી તેમનું ‘પ્રેષિત’નું સ્થાન કોઇ પણ લઈ શકતું નથી. પરંતુ તેમનું ‘રાજ્યકર્તા’ સ્થાન અન્ય મુસ્લિમ અવશ્ય લઈ શકે છે એવો નિર્ણય કુરાને પોતે જ આગળ મુજબ આપ્યો છે. ‘હે શ્રદ્ધાવંતો, આજ્ઞાપાલન કરો અલ્લાહનું, આજ્ઞાપાલન કરો પયગંબરનું, અને તે લોકોનું જેઓ તમારા પૈકી આજ્ઞાધિકારી હોય. ……..’….’(4-59)’ રાજ્યકર્તા પ્રત્યે નિષ્ઠાવાન રહેવાના અનેક આદેશો હદીસમાં પણ જડે છે. ઉદા. તરીકે. ‘જે વ્યક્તિ પૃથ્વી પરના અલ્લાહના શાસકની અવમાનના કરે છે, અલ્લાહ તેની અવમાનના કરશે’ (તિર્મિજી, અલ-અદીથ, મિશ્કાત-ઉલ-મસાબીહ, ભાગ-2, ઇસ્લામિક બુક સર્વિસ, દિલ્હી, પૃ. 560). રાજ્યકર્તા  મુસ્લિમેતર હોય તો મુહમ્મદે રાજ્યકર્તાનું સ્થાન લેવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી એ વાત અલગથી કહેવાની આવશ્યકતા નથી.

પ્રેષિત મુહમ્મદના રાજકીય ઉત્તરાધિકારી અર્થાત્ પહેલા ખલીફા અબુ બકરને ‘ખલીફાતુલ રસૂલ અલ-અલ્લાહ’ અર્થાત્ ‘અલ્લાહના પ્રેષિતના ઉત્તરાધિકારી’ એવી પદવી હતી. અબૂ બકર (632-634), ઉમર(634-644), ઉસ્માન (ઉથમાન, 644-656) અને અલી(656-661) એવા ઇસ્લામના પ્રથમ ચાર ખલીફાઓને કમ સે કમ સુન્ની મુસ્લિમો તો ‘ખલીફા રશિદુન’ એટલે ‘સન્માર્ગદર્શિત ખલીફા’ માને છે.

આ ચારેય ખલીફા મુહમ્મદના કુરેશ કબિલાના સભ્ય હતા. તેમના રાજ્યકાળમાં ઇસ્લામી સેનાએ સસાનીદ(પર્શિયન) સામ્રાજ્યનો પરાજય કર્યો. અરબસ્તાનની પડોશમાં આવેલા બાયઝંટાઇન સામ્રાજ્યનો અડધો લચકો તોડી તેને ભાંગીતૂટી હાલતમાં લાવી દીધું. ઇસ્લામી સેનાએ એક બાજુ દક્ષિણ અને મધ્ય એશિયામાં તો બીજી બાજુ ઉત્તર આફ્રિકામાંથી યુરોપના આયબેરિયન દ્વીપકલ્પમાં પ્રવેશ કર્યો. પ્રથમ ચાર ખલીફાઓનો શાસનકાળ(632-661)એટલા માટે જ ઇસ્લામનો સુવર્ણકાળ મનાય છે.  આ ચારમાંથી ત્રણ ખલીફાની હત્યા થવી તે આ સુવર્ણકાળનો એક મોટો વિરોધાભાસ છે. અલી પછી ખિલાફત ત્રીજા ખલીફા ઉસ્માનના ઉમય્યા ઘરાણા પાસે ગઈ. નેવુ વર્ષ પછી સન 750માં અબ્બાસી ઘરાણાએ ઉમય્યાઓને હરાવી બગદાદ ખાતે પોતાની ખિલાફતની સ્થાપના કરી. અબ્બાસીઓને મુસ્લિમ જગતનાં અનેક રાજઘરાણાઓને વચ્ચે વચ્ચે સત્તામાંથી ભાગ આપવો પડ્યો. સન 1517માં ઑટોમન તુર્કી ઘરાણાએ ઇજિપ્ત પર વિજય મેળવ્યો અને તે  પછી અબ્બાસી ખિલાફતનો અસ્ત થયો. ઑટોમન તૂર્કી ખિલાફત સન 1517થી 1924 જેટલો પ્રદીર્ઘ કાલખંડ ચાલી. ઑટોમન સામ્રાજ્ય કાંઇ સામાન્ય સામ્રાજ્ય નહોતું. સન 1453માં ઑટોમન સુલતાન મહમ્મદે ખ્રિસ્તી સામ્રાજ્યની રાજધાની કૉન્સટેટિનોપોલ (વર્તમાન તુર્કસ્તાનનું ઇસ્તંબુલ શહેર) પર વિજય મેળવ્યો. તે પછી ખ્રિસ્તી યુરોપ વિરુદ્ધ ઇસ્લામનો ધ્વજ ખાસ્સા પાંચ સૈકા સુધી ફરકતી રાખવાનું ઐતિહાસિક કાર્ય ઑટોમન સામ્રાજ્યે કર્યું.

ખિલાફત નામનો દબદબો

ઉમ્માહ અથવા વૈશ્વિક ઇસ્લામી બંધુભાવની ગમે તેટલી વલ્ગના ઇસ્લામ કરતો હોય તો પણ પ્રત્યક્ષ ઇતિહાસ શું કહે છે ? ઇસ્લામના પ્રારંભથી લઈને આજ સુધી દરેક મુસ્લિમ ફિરકો(સંપ્રદાય) પોતાને જ સાચો મુસ્લિમ સમજી અન્ય બધા જ મુસ્લિમોને કાફિર ગણી એકબીજાનું લોહી વહાવતો આવ્યો છે. સામે મુસ્લિમેતર કાફિર હોય તો જ મુસ્લિમોને અખિલ-ઇસ્લામી બંધુભાવનું સ્મરણ થાય છે. પ્રેષિતોની વિદાયને બે દસકા થતાંમાં જ શિયા મુસ્લિમોએ અલી પહેલાના કોઇ પણ ખલીફાને માન્યતા આપવાનું નકારી દીધું. પોતાને ખવારિજ કહેવરાવતા મુસ્લિમોએ તો ખિલાફતની આવશ્યકતા જ શું છે એવો જ પ્રશ્ન ઉભો કર્યો. ખલીફા કુરેશ કબિલાનો જ હોવો જોઇએ કે અન્ય કોઇ પણ ચાલે એ ગહન પ્રશ્ન પર સુન્ની મુસ્લિમોમાં આજે પણ વાદવિવાદ ચાલુ છે. બધા જ મુસ્લિમોને માન્ય એવી ખિલાફત સન 750માં જ નષ્ટપ્રાય થઈ ગઈ હતી. ઇસ્લામી સામ્રાજ્યની અંતર્ગત એવા અનેક સ્વતંત્ર રાજ્યકર્તાઓ એક જ વખતે  ‘અમીર -ઉલ-મોમિનીન’ (શ્રદ્ધાવંતોનો આજ્ઞાધિકારી) જેવાં બિરુદો ધારણ કરી ફરતા હતા.

એક જ સમયે શ્રદ્ધાવંતોની નિષ્ઠા બાબતે દાવો કરનારા ત્રણ ખલીફા મુસ્લિમ જગતે જોયા. એકમુખી ખિલાફતના આમ ચિંથરા ઉડતા હતા ત્યારે, અલ-માવર્દી(974-1058) અને અલ-ગજાલી(1058-1111)જેવા ઇસ્લામી વિધિજ્ઞો માત્ર આ કલ્પનાને પંપાળતા હતા. સન 1258માં મંગોલ લોકોએ બગદાદસ્થિત ખિલાફતના ચિંથરા ઉડાડ્યા પછી પણ ખિલાફત નામનો દબદબો જીવતો જ રહ્યો. (કુરેશી, ઉપરોક્ત પૃ. 7 )

ખલીફા-સુલતાન વચ્ચે પરસ્પર સમ્બંધો

સન 711માં અરબ મુસ્લિમોએ સિંધ પર વિજય મેળવતાની સાથે જ એકમુખી ખિલાફત નામનાં પ્રસ્થનો મોંદેખ્યો પરિચય આપણા દેશને થયો. મુગલ-પૂર્વ ઇસ્લામી શાસનકાળમાં હિંદુસ્તાનના સુલતાનો પોતાની કાયદેસરતા માટે બગદાદના અબ્બાસી ખલીફાની અથવા કેરો સ્થિત તેના ઉત્તરાધિકારીની અનુજ્ઞાનો હવાલો આપતા. મહમૂદ ગઝનવી(998-1030), શમસુદ્દીન ઇલ્તુમિશ(1211-1237) અને મુહમ્મદ બિન તુગલક(1325-1351)વગેરે સુલતાનોએ ખલીફા પાસેથી પોતાના પદની ઔપચાર્ક પ્રતિષ્ઠાપના કરાવી લીધી હતી. દિલ્હી સલ્તનતથી પોતાને જુદા કરી રાજ્ય કરનારાં કેંઅલાંક સુન્ની ઘરાણાં પણ અબ્બાસી ખલીફાને નામે રાજ્યકારભાર ચલાવતા અને તેના નામે નાણાં છપાવતા. મુગલ સત્તા સ્થાપિત થતાં સુધી ખલીફા અને સુલતાન વચ્ચેના મધુર સંબંધો ટકી રહ્યા. સન 1526માં મુગલ સત્તા સ્થાપિત થઈ ત્યારે ખિલાફતનું કેંદ્ર થોડા સમય પહેલાં જ કૈરોથી ખસીને કૉન્સ્ટેંટિનોપોલ ગયું હતું. ઑટોમન સામ્રાજ્ય અને મુગલ સત્તા વચ્ચે અઢારમા સૈકાના અંત સુધી દૂતોની અવરજવર થતી રહી હોય તો પણ શિયા પર્શિયાની જેમ જ મુગલોએ એકમુખી ખિલાફત પર ઑટોમન તુર્કોનો દાવો ક્યારેય માન્ય કર્યો નહીં.

મુગલ સત્તાની કમર ભાંગ્યા પછી આ પરિસ્થિતિ બદલાઈ. અઢારમા સૈકાના ઉત્તરાર્ધમાં હિંદુસ્તાનના મુસ્લિમોનાં મનમાં ઑટોમન તુર્કો વિષે પ્રેમ ઉત્પન્ન થયાના છૂટક છૂટક પુરાવા છે.  શાહ વલિઉલ્લાહ(1703-1762)નામના દિલ્હીના પ્રખ્યાત ઇસ્લામી વિદ્વાને તેના ‘તફહિમાત-ઈ-ઇલાલિયાહ’ પુસ્તકમાં તુર્કસ્તાનના સુલતાનનો ‘અમીર-ઉલ-મોમિનીન’ એવો બે વખત ઉલ્લેખ કર્યો હતો. ટિપુ સુલતાને 1789ની સાલમાં ઑટોમન ખલીફા અબ્દુલ હમીદ પહેલા પાસેથી પોતાનાં પદની ઔપચારિક પ્રતિષ્ઠાપના કરી લેવાના જે પ્રયત્નો કર્યા તે આ જ પ્રેમના દ્યોતક હતા. (કુરેશી, ઉપરોક્ત, પૃ. 8,9).

ઉલેમાનો તુર્કી ઉમળકો

હિંદુસ્થાનસ્થિત કટ્ટર મુસ્લિમોની ઑટોમન ખિલાફત વિષયક ભૂમિકા 1840ના દસકામાં સ્થિર થવા લાગી. સન 1841માં વલિઉલ્લાહનો દોહિત્ર શાહ મુહમ્મદ ઇસહાકે(1778-1846)મક્કા ખાતે સ્થળાંતર કર્યું.  ઑટોમન તુર્કોની વિદેશનીતિને ટેકો આપનારો આ જ પહેલો આલિમ(ઇસ્લામી વિદ્વાન, બહુવચન-ઉલેમા)સિદ્ધ થયો. વલિઉલ્લાહને માનનારા હિંદુસ્થાનના ઉલેમાઓ હવે એકમુખી ખિલાફત પર ઑટોમન તુર્કોના દાવાનું જાહેર સમર્થન કરવા લાગ્યા. સન 1850ના દશકના પ્રારંભમાં ઑટોમન તુર્કો હિંદુસ્થાનમાં પોતાના દૂત મોકલી તુર્કી સુલતાન ખલીફા હોવાનો દાવો હિંદુસ્થાનસ્થિત મુસ્લિમોમાં પ્રતિષ્ઠાપિત કરતા હતા. તુર્કસ્તાનના આ તથાકથિત  ‘શ્રદ્ધાવંતોના આજ્ઞાધિકારી’ વિષે હિંદુસ્તાનના મુસ્લિમોને ઘણી આત્મીયતા અને સહાનુભૂતિ છે એવું ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીને 1854માં ધ્યાનમાં આવ્યું તેમાં શું આશ્ચર્ય ? ઉલટું, આવી ભાવના 1835 કે 1836ની સાલમાં પણ હતી એમ એક વકિલાતનામાંના અહેવાલમાં સૂચિત કરવામાં આવ્યું હતું.   સન 1854માં ક્રાયમિયન યુદ્ધ શરૂ થયું. તેમાં બ્રિટન, ફ્રાંસ, સાર્ડિનિયા અને ઑટોમન સામ્રાજ્ય એક તરફ અને રશિયા બીજી બાજુ ઉભા રહ્યા. આ યુદ્ધ વખતે ‘હિંદુસ્થાનમાંથી ખાસ કરીને પશ્ચિમ સીમા સ્થિત મુસ્લિમોમાં ઘણી ઉત્સુકતા અને ખળભળાટ જોવા મળ્યાં. ‘હિંદુસ્તાનનાં ઇસ્લામી રાજ્યના બચ્યાખુચ્યા અવશેષો 1858ની સાલમાં નષ્ટ થયા પછી કૉંસ્ટેંટિનોપૉલ સાથે મુસ્લિમોના સંબંધો વધુ ઘનિષ્ટ થતા ગયા. બ્રિટિશોના સકંજામાંથી મુક્તિ મેળવવા માટે નવા ઇસ્લામી સત્તાકેંદ્રની શોધ કરી રહેલા હિંદુસ્તાનસ્થિત ઉલેમાઓએ ઑટોમન ખલીફા તરફ મોઢાં ફેરવ્યાં.  રહમતુલ્લાહ કૈરાનવી (1818-91), હાજી ઇમદાદુલ્લાહ (1817-99)અબ્દુલ ગની(મૃત્યુ-1878), મુહમ્મદ યાકૂબ(જન્મ-1832) અને ખૈરુદ્દીન(1831-1908)જેવા ઉલેમાઓએ મક્કા તરફ સ્થળાંતર કર્યું અને ઘણાએ તો કોંસ્ટિટિનોપૉલ સુધી દોટ મૂકી. બ્રિટિશોને હાજી હાજી કરનારા કરામત અલી જૌનપુરી(1800-73)જેવા ઉલેમાઓ પણ ‘બ્રિટિશ રાષ્ટ્ર અને પિતાના દીનપ્રમુખ(ધાર્મિક વડા)તુર્કસ્તાનના સુલતાન વચ્ચેની દોસ્તીનો હવાલો આપતા હતા. (કુરેશી, ઉપરોક્ત, પૃ. 8,9,).

સર્વસામાન્ય મુસ્લિમોના રોમરોમમાં તુર્કી પ્રેમ

તુર્કસ્તાનના સુલતાન વિષે માત્ર ઉલેમાઓને જ ઉમળકો હતો એમ માનવાનું કોઇ કારણ નથી. બીજું કાંઇ નહીં તો 1850ના દસકાથી તો આ  પ્રેમ મુસ્લિમ સમાચારપત્રોમાં અને સર્વસામાન્ય મુસ્લિમોનાં મનમાં ઉમટતો જોવા મળે છે. ઓગણીસમી સદીના અંતભાગમાં પ્રકાશિત નવજાત મુસ્લિમ વૃત્તપત્રોનો અભ્યાસ કરીએ તો મુસ્લિમોમાં 1895થી જ વધતી જઈ રહેલી અખિલ-ઇસ્લામવાદી પ્રવૃત્તિ દેખાઈ આવે છે. તે વર્ષે થએલું રશિયા તુર્કસ્તાન યુદ્ધ આને માટે નિમિત્ત બન્યું. તે પછીના ચાર દસકામાં તુર્કસ્તાન-ગ્રીસ યુદ્ધ(1896), લિબિયાના ત્રિપોલી પર ઇટલીનું આક્રમણ(1911)અને બાલ્કન યુદ્ધો(1912-14)જેવી ઘટનાઓ ઘટી. હિંદુસ્તાનના મુસ્લિમોંની બ્રિટિશો માટેની ભૂમિકા બ્રિટિશોની તુર્કસ્તાન પ્રતિ બદલાતી જતી ભૂમિકાની જેમ જ બદલાતી ગઈ. (શરીફ અલ-મુજાહિદ લિખિત સમીક્ષા-: ધ ખિલાફત મુવમેંટ : રિલિજિયસ સિમ્બોલીઝમ અને પોલિટિકલ મોબિલાઇઝેશન ઇન ઇંડિયા, ગેલ મિનોલ્ટ, પાકિસ્તાન હોરાયઝન, ભાગ-39, ક્ર.  2, 1986, પૃ. 87). ટુંકમાં હિંદુસ્તાનનાં હિતને ધ્યાનમા6 રાખીને નહીં તો અખિલ-ઇસ્લામવાદ્ને આધારે હિંદુસ્તાનના મુસ્લિમો તેમની ભૂમિકા નિશ્ચિત કરવા લાગ્યા. સન1870ના દસકાથી જ હિંદુસ્તાનસ્થિત મુસ્લિમો ઇસ્લામના ખલિફાના દીર્ઘાયુષ્યની, સમૃદ્ધિની અને વિજયની પ્રાર્થના ખુતબામાં(શુક્રવારે મસ્જિદમાં થનારી બપોરની નમાઝ, જેમાં સાર્વભૌમ રાજ્યકર્તા માટે નિષ્ઠા વ્યક્ત કરવામાં આવે છે.)કરતા હતા. (અલ- ઉજાહિદ, ઉપરોક્ત, પૃ. 81). સર સૈયદ અહમદ (1817-98)જેવા મધ્યમવર્ગીય મુસ્લિમ બુદ્ધિજીવી સમૂહો પણ એકમુખી તુર્કી ખિલાફતની દંતકથાને ખાતરપાણી પાતા હતા.

 તુર્કી ઉમળકાનું સ્વરૂપ

સન 1830ના દસકામાં હિંદુસ્તાનના મુસ્લિમોના હાડમાંસમાં વ્યાપ્ત તુર્કી ઉમળકાની ત્રણ વિશેષતાઓ સમજી લેવી જોઇએ.

  1. અખિલ ઇસ્લામી ભાવના હિંદુસ્તાનસ્થિત મુસ્લિમો પૂરતી સીમિત નહોતી, મધ્ય એશિયા, ઇંડોનેશિયા અને મલેશિયામાં સત્તરમી સદીના અંતભાગમાં આ ભાવના અખિલ-ઇસ્લામવાદી ભાવનાનાં સ્વરૂપમાં પ્રકટ થઈ હતી.
  2. તુર્કી સુલતાનોને આંતરિક અસંતોષનો સામનો કરવો પડતો હતો. યુરોપીય સત્તાઓ તેમના પ્રદેશ પર આક્રમણો કરતી હતી. તુર્કી સામ્રાજ્યવાસી આરબોમાં રાષ્ટ્રીય અસ્મિતા જાગ્રત થતી જતી હતી. તુર્કી ખિલાફતનો આડંબર પ્રસારવા પાછળ સુલતાન અબ્દુલ-અજીજ(1861 અને અબ્દૂલ હમીદ દ્વિતીય(1876-1909) એ બંને તુર્કી સુલતાનોનો સ્વાર્થ હતો. સુલતાનપદનો દાવો આગળ કરવામાં કેટલાક યુરોપીય રાષ્ટ્રોનો પણ સ્વાર્થ હતો. ઑસ્ટ્રિયા-હંગેરીઑસ્ટ્રિયા-હંગેરી(1908), ઇટલી (1912), ગ્રીસ-બલ્ગેરિયા(1913) વગેરે દેશો વચ્ચે થએલા કરારોમાં સુલતાનોનો ખલીફા હોવાનો દાવો માન્ય કરવામાં આવ્યો.
  3. મુસ્લિમ જગતમાં ચારે બાજુ દેખાતાં દ્રશ્યો મુજબ ઑટોમન ખિલાફતના પ્રશ્ન બાબતે હિંદુસ્થાનસ્થિત શિયા મુસ્લિમોએ સુન્ની મુસ્લિમોને સાથ આપ્યો. મુસ્લિમ સમાજનાં ઐક્યની દ્રષ્ટિથી આ પ્રશ્નને મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યો. આ બાબતમાં મુંબઈનાં અંજુમન-ઇ-ઇસ્લામ સંગઠને વ્હોરા શિયા નેતા બુદ્રુદ્દીન તૈયબજી (1844-1906) અને મહમ્મદઅલી રોગે બંનેએ આગેવાની લીધી. અને તેમનું શબ્દશ: સમર્થન પહેલાં નિજામ હૈદરાબાદના ચિરાગ અલી(1844-1895) અને તે પછી અમીરઅલી(1849-1928), આગા ખાન(1877-1957), એમ. એચ. ઇસ્પહાની, મુહમ્મદઅલી જિન્ના(1876-1948)અને અન્ય શિયા નેતાઓએ કર્યું. (કુરેશી, ઉપરોક્ત, પૃ.15)

ખિલાફત ચળવળ 1919ની સાલમાં  ભારતમાં શરૂ થઈ એમ ઉપરઉપરથી જોતા લાગતું હોય તો પણ સૈદ્ધાંતિક આધાર ધરાવતી આ ચળવળને દીર્ઘ ઐતિહાસિક પાર્શ્વભૂમિ હતી તે વાત ધ્યાનમાં રાખવી જોઇએ. હિંદુસ્તાનનાં ઇસ્લામી શાસનકાળના પ્રારંભથી જ આ પાર્શ્વભૂમિ નિર્માણ થઈ હતી. એકમુખી ખિલાફત મૂળમાંથી જ કપોળકલ્પિત હોય તો પણ સુલતાનો અને બાદશાહો, ઉલેમાઓ અને બુદ્ધિજીવીઓ, પત્રકારો અને સર્વસામાન્ય મુસ્લિમો વગેરે બધા જ વર્ગોને તેનું ઘેલું લાગ્યું હતું. આ કલ્પનાવિલાસ ફક્ત હિંદુસ્થાનસ્થિત મુસ્લિમો સુધી સીમિત નહોતો એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઇએ. મોટા ભાગનું મુસ્લિમ વિશ્વ અખિલ-ઇસ્લામવાદની માયાજાળમાં ફસાએલું હતું. જગતના ખરા અર્થમાં સભ્ય અને સુસંસ્કૃત લોકો માટે મજાકનો છે; એવી ખિલાફતની મહત્તા ગાતાં મુસ્તફા કમાલ અતાતુર્કનાં નેતૃત્વમાં તુર્કી ગણરાજ્યની મહાસભાએ 1924ની 3 માર્ચે ખિલાફતનું એક વાર પોટલું વાળી દીધું, તેની પુનર્સ્થાપનાના દીર્ઘ સંઘર્ષમાંનું એક નાનકડું પર્વ એટલે હિંદુસ્થાનમાં પ્રકટેલી ખિલાફત ચળવળ.

એકમુખી ખિલાફત એ માત્ર દિવાસ્વપ્ન છે એવું નિતિહાસ બૂમો પાડીને કહેતો હોય તો પણ પાંથિક સિદ્ધાંતો સામે ડહાપણ ચાલતું નથી, તુર્કસ્તાનના મુસ્લિમોએ ખિલાફત સમાપ્ત કરી તો પણ તે પછીના કાળમાં તેનાં સ્વપ્નો જોનારા મહાનુભાવો આ પ્રમાણે હતા. 1. છેલ્લો ઑટોમન શેખ અલ-ઇસ્લામ મુસ્તફા સાબરી એફેંડી(1869-1954, 1924ની સાલમાં ખિલાફતનો પુરસ્કાર), તકીઉદ્દીન અલ-નાભાની(1909-1979જૉર્ડનનાં હિજબુલ તહરીર અથવા મુફ્તી પક્ષનો સ્થાપક, 1925ની સાલમાં ખિલાફતને સમર્થન), સૈયદ કુત્બ(1906-66, ઇજિપ્તનાં મુસ્લિમ બ્રધરહૂડનો સંસ્થાપક, 1964ની સાલમાં ખિલાફતનો પુરસ્કાર)અબુ-અલ-આલા મૌદૂદી(1903-1979, જમાતે ઇસ્લામીના સંસ્થાપક, 1967માં ખિલાફતનું સમર્થન),, મુલ્લા મુહમ્મદ ઉમર(1960-2013, તાલીબાનનો અગ્રણી, 1996ની સાલમાં ખિલાફતનું સમર્થન), અબૂ-બકર-અલ -બગદાદી(1971-2019, આયસિસનો અગ્રણી, 2014ની સાલમાં ખિલાફતને ટેકો), ખિલાફત ચળવળ સમાપ્ત થઈ છે એવું કોણ કહી શકે તેમ છે ? (ક્રમશ: )

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code