અરુંધતિ રૉય, મમતા બેનર્જી, કોંગ્રેસ પાકિસ્તાનના એજન્ડામાં ‘મદદગાર’! , કાશ્મીર પર પાકિસ્તાનના સેનેટરનું કબૂલાતનામું
આજે જ્યારે દુનિયાભરમાં પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે અને ભારત તેને આંતરરાષ્ટ્રીય મંચ પર અલગ કરવામાં લાગેલું છે, ત્યારે પાકિસ્તાનના આતંકવાદીઓ અને ભાગલાવાદીઓથી નહીં, પણ ભારતના કેટલાક બુદ્ધિજીવીઓ અને નેતાઓથી વધારે આશાઓ છે.
અનુચ્છેદ-370ની મહત્વની જોગવાઈઓને સમાપ્ત કરવાની સાથે જ જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષાધિકાર પણ નથી રહ્યો. રાજ્યનું પુનર્ગઠન કરીને તેના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દેવામાં આવ્યું છે. લડાખ વિધાનસભા રહીત કેન્દ્રશાસિત પ્રદેશ હશે. પાકિસ્તાને આ નિર્ણયની વિરુદ્ધ ચીનનો દરવાજો ખખડાવ્યો છે, પરંતુ તેને અપેક્ષિત પરિણામ મળ્યું નથી.
તાલિબાને પણ પાકિસ્તાનને ખરીખોટી સુણાવી છે. રશિયાએ ભારતના નિર્ણયને બંધારણીય મર્યાદામાં રહીને લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે. માલદીવ અને યુએઈ જેવા મુસ્લિમ દેશોએ પણ ભારતનું જ સમર્થન કર્યું છે. હવે ખળભળી ઉઠેલા પાકિસ્તાને અરુંધતિ રોય, મમતા બેનર્જી અને કોંગ્રેસ પાર્ટીથી આશા છે. લેખિકા અરુંધતિ રોય મોટાભાગે ભારતીય સેનાની વિરુદ્ધ નિવેદનબાજી કરતી રહે છે અને કાશ્મીર પર ભારતીય વલણની વિરુદ્ધ બોલવાનો જૂનો ઈતિહાસ ધરાવે છે.
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જે પ્રકારે સંસદમાં જમ્મુ-કાશ્મીરના મામલે ભારતીય સ્ટેન્ડની વિરુદ્ધ નિવેદન આપ્યું, તેનાથી પાકિસ્તાનને જરૂર બળ મળ્યું હશે અને તેથી હવે ત્યાં કોંગ્રેસને પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનાર પક્ષ તરીકે જોવામાં આવી રહી છે.
પાકિસ્તાની રાજનેતા અને પત્રકાર મુશાહિદ હુસૈને અરુંધતિ, કોંગ્રેસ, ડાબેરીઓ અને મમતા બેનર્જીથી સમર્થનની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે આ બધાં તમારી (પાકિસ્તાનની) સાથે છે.
મુશાહિદે કહ્યુ છે કે આ ત્રણેય પાકિસ્તાન સાથે સહાનુભૂતિ રાખે છે અને પાકિસ્તાનના હિતમાં તેઓ મદદગાર સાબિત થઈ શકે છે. વીડિયોમાં (17 મિનિટ 40 સેકન્ડ પર) તમે જોઈ શકો છો કે એન્કર પુછે છે કે કાશ્મીરમાં મુસ્લિમોની સમસ્યાઓ કેવી રીતે ખતમ થશે? આ સવાલના જવાબમાં હુસૈને કહ્યુ કે ભારત એક ઘણો મોટો દેશ છે અને ત્યાં બધાં કંઈ વડાપ્રધાન મોદીનું સમર્થન કરતા નથી. હુસૈને કહ્યુ છે કે પાકિસ્તાને ધીરજ રાખવી પડશે, કારણ કે અરુંધતિ, મમતા બેનર્જી અને કોંગ્રેસના નેતાઓ જેવા કેટલાક પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ રાખનારા લોકો છે.
હુસૈને દાવો કર્યો છે કે આખું ભારત મોદીની સાથે નથી. આના પહેલા તારીક પીરઝાદા નામના પાકિસ્તાની વિશ્લેષકે હિંદુઓના નરસંહારની વાત કરતા કહ્યુ હતુ કે કાશ્મીરમાં જઈને વસનારા કોઈપણ હિંદુને એક મિનિટ માટે પણ જીવતા રહેવાનો અધિકાર નથી. ટેલિવિઝન પર ચર્ચા દરમિયાન પીરઝાદાએ આ વાત કહી હતી.