1. Home
  2. revoinews
  3. World Heart Day 2020: લોકોને હાર્ટની બીમારીઓથી જાગૃત કરાવતો વિશ્વ હૃદય દિવસ, જાણો તેનો શું છે ઇતિહાસ
World Heart Day 2020: લોકોને હાર્ટની બીમારીઓથી જાગૃત કરાવતો વિશ્વ હૃદય દિવસ, જાણો તેનો શું છે ઇતિહાસ

World Heart Day 2020: લોકોને હાર્ટની બીમારીઓથી જાગૃત કરાવતો વિશ્વ હૃદય દિવસ, જાણો તેનો શું છે ઇતિહાસ

0
Social Share
  • 29 સપ્ટેમ્બર એટલે વિશ્વ હૃદય દિવસ
  • લોકોમાં હૃદયરોગ અને તેના પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવવાનો દિવસ
  • વર્લ્ડ હાર્ટ ડે 2020 ની થીમ ‘યુઝ હાર્ટ ટુ બીટ કાર્ડિયોવસ્કુલર ડિસીઝ’ છે

મુંબઈ: દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોમાં હૃદયરોગ અને તેના પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દુનિયામાં એવા કરોડો લોકો છે જે હ્રદયરોગથી ઝઝૂમી રહ્યા છે. ભારતનો દરેક પાંચમો વ્યક્તિ હાર્ટનો દર્દી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, દર વર્ષે લગભગ 17.9 મિલિયન લોકો હ્રદયની બીમારીથી મૃત્યુ પામે છે. આ વૈશ્વિક મૃત્યુ દરનો 31 ટકા હિસ્સો છે. વર્લ્ડ હાર્ટ ડે 2020 ની થીમ છે ‘યુઝ હાર્ટ ટુ બીટ કાર્ડિયોવસ્કુલર ડિસીઝ’.

હૃદયનું કાર્ય એ બધા અવયવોને ઓક્સિજન પહોંચાડવા માટે આખા શરીરમાં લોહીને પમ્પ કરવું છે, અને જ્યારે તે આ રીતે કાર્ય કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તે હૃદયની નિષ્ફળતા તરીકે ઓળખાય છે.

લોકોને હૃદયની બીમારી પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશથી દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ હૃદય દિવસની શરૂઆત વર્ષ 2000 માં કરવામાં આવી હતી. તે પછી તે નક્કી કરવામાં આવ્યું હતું કે વિશ્વ હૃદય દિવસ દર વર્ષે સપ્ટેમ્બરના અંતિમ રવિવારે ઉજવવામાં આવશે, પરંતુ 2014માં તેના માટે 29 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી.

વિશ્વ હૃદય દિવસનો ઇતિહાસ

હૃદયની બીમારીથી દુનિયાના લોકોને જાગૃત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2000માં દર વર્ષે 29 સપ્ટેમ્બરને ‘વિશ્વ હૃદય દિવસ’તરીકે ઉજવવાનું નક્કી કર્યું. હમણાં સુધી વિશ્વ હૃદય દિવસ સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે ઉજવવામાં આવતો હતો, પરંતુ 2014થી તે 29 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. સ્વયંસેવક સંસ્થા ‘વર્લ્ડ હાર્ટ ફેડરેશન’ દર વર્ષે ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ ની ભાગીદારીમાં ‘વિશ્વ હૃદય દિવસ ‘ ઉજવે છે.

હાર્ટ એટેકના લક્ષણો

  • ચાલતી વખતે અથવા કામ કરતી વખતે છાતીમાં ભારેપણું મહેસુસ થવા લાગવું
  • શ્વાસ ફૂલાવા લાગવો
  • ઘણીવાર જમ્યા પછી ગળામાં બળતરા થવી
  • જમ્યા પછી છાતીમાં ભારે દુખાવો થવો
  • ચક્કર આવવા
  • ગભરાહટ થવી
  • વધારે થાક લાગવો
  • ખુબ જ પરસેવો વળવો

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code