દિલ્હી સ્થિત ચાઈલ્ડ PGIમાં થશે કોરોના વેક્સિનનું પરિક્ષણ– ભારત બાયોટેકને ICMRએ આપી પરવાનગી
- દિલ્હી સ્થિત ચાઈલ્ડ PGIમાં થશે કોરોના વેક્સિનનું પરિક્ષણ
- ભારત બાયોટેકને ICMRએ આપી પરવાનગી
- ત્રીજા તબક્કાનું આ પરિક્ષણ ખુબ જ જલ્દી શરુ કરવામાં આવશે
નવી દિલ્હી- સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી તરફ કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આકંડો પણ વધી રહ્યો છે,ત્યારે હાલ તો દેશના લોકોથી લઈને વિશ્વના દરેક નિષ્ણાંતો કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ સમગ્ર બાબત વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે.
મળતી માહતી પ્રમાણેઅને આઈસીએમઆરના કહ્યા મુજબ, ભારત બાયોટેક કંપની તરફથી કોરોના વેક્સિનના ત્રીજા કબક્કાના પરિક્ષણનું કામકાજ ખુજ બ જલ્દી શરુ કરવામાં આવશે, આ માટે નોએડાના સેક્ટર 30માં આવેલી ચાઈલ્ડ પીજીઆઈને પણ ટ્રાયલના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે, ચાઈલ્ડ પીજીઆઈમાં ભારત બાયોટેક કંપની તરફથી બનાવવામાં આવી રહેલી કોરોના વેક્સિનનું પરિક્ષણ હાથ ધરવામાં આવશે, જો કે આ પરિક્ષણમાં કેટલા લોકો ભાગ લેશે તે અંગે હજી કોઈ માહિતી બહાર આવી નથી
હવે ભારત બાયોટેક તરફથી ખુબ જ ઓછા સમયની અંદર કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના પરિક્ષણ શરુ કરવા અંગેની સમગ્ર માહિતી આઈલસીએમઆરને આપવામાં આવશે, જેમાં કેટલા લોકોનું પરિક્ષણ કરવામાં આવશે તે અંગેની તમામ માહિતી હશે.
સાહીન-