નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે હવે પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું છે. રાજીવ કુમારે સ્પષ્ટતા કરતા ટ્વિટ કર્યું છે કે હું મીડિયાને આગ્રહ કરું છું કે મારા નિવેદનને ખોટી રીતે દર્શાવવાનું બંધ કરે. અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે સરકાર કડક પગલા ઉઠાવી રહી છે અને આમ આગળ પણ કરતી રહેશે. કોઈપણ પ્રકારના ગભરાટ અથવા ગભરાટનો માહોલ પેદા કરવાની જરૂર નથી.
મહત્વપૂર્ણ છે કે રાજીવ કુમારે કહ્યુ હતુ કે કોઈએ પણ ગત 70 વર્ષમાં આવી સ્થિતિનો સામનો કર્યો નથી, જ્યારે આખી નાણાંકીય પ્રણાલી જોખમમાં છે. રાજીવ કુમાર પ્રમાણે, નોટબંધી અને જીએસટી બાદ રોકડનું સંકટ વધ્યું છે.