1. Home
  2. revoinews
  3. 26 જાન્યુઆરી, 1992માં પીએમ મોદી, હવે 15 ઓગસ્ટ, 2019માં અમિત શાહ લાલચોકમાં ફરકાવશે તિરંગો?
26 જાન્યુઆરી, 1992માં પીએમ મોદી, હવે 15 ઓગસ્ટ, 2019માં અમિત શાહ લાલચોકમાં ફરકાવશે તિરંગો?

26 જાન્યુઆરી, 1992માં પીએમ મોદી, હવે 15 ઓગસ્ટ, 2019માં અમિત શાહ લાલચોકમાં ફરકાવશે તિરંગો?

0
Social Share

આર્ટિકલ – 370 અને આર્ટિકલ – 35-એને હટાવવાથી કાશ્મીરમાં કોઈ તિરંગો ઉઠાવનાર નહીં હોવાની પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તિની ધમકી આખા દેશે સાંભળી છે. મોદી સરકારે પુરી તૈયારી સાથે દેશમાં રાજકીય સ્વાર્થ પ્રેરીત વિરોધી તત્વોના વિરોધ વચ્ચે આર્ટિકલ- 370ના ખંડ- 1 સિવાયની તમામ જોગવાઈ રદ્દ કરીને જમ્મુ-કાશ્મીર તથા લડાખને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાનો સંકલ્પ રજૂ કરીને લોકસભા અને રાજ્યસભામાં વિરોધ કરનારા અને મુસ્લિમવાદી સેક્યુલારિઝમથી વોટબેંકની રાજનીતિ કરનારાઓને આકરો જવાબ આપ્યો છે.

હવે મીડિયા અહેવાલોમાં અટકળો વહેતી થઈ છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શ્રીનગરના વિખ્યાત લાલચોકની મુલાકાતે જાય અને ત્યાં તિરંગો લહેરાવે. અહીં તેઓ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પણ ભાગ લે. જમ્મુ-કાશ્મીરમાં દરેક ગ્રામ પંચાયતોમાં સ્વતંત્રતા દિવસે તિરંગો લહેરાવામાં આવશે. જો આ બાબત હકીકત બને, તો તેની આખા વિસ્તારના રાજકારણ પર મોટી અસર પડશે. જો કે આના સંદર્ભે વહીવટી તંત્ર અથવા તો અન્ય કોઈપણ સ્તરે કોઈપણ પ્રકારની સત્તાવાર ટીપ્પણી છેલ્લા અહેવાલ સુધી સામે આવી નથી.

સ્વતંત્રતા દિવસે ઉજવણીમાં ભાગ લીધા બાદ ગૃહ પ્રધાન અમિત શાહ રાજ્યની સુરક્ષા સ્થિતિની પણ સમીક્ષા કરશે અને અલગ-અલગ સિક્યુરિટી એજન્સીઓ સાથેની બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. અમિત શાહ જાહેર સંબોધન કરે તેવી પણ શક્યતા છે. જો કે સરકાર અને ભાજપ તરફથી સત્તાવાર ટીપ્પણી આવવાની હજી બાકી છે.

જો અમિત શાહ 15મી ઓગસ્ટે લાલચોકમાં તિરંગો ફરકાવશે, તો નિશ્ચિતપણે 1991-92ની એકતા યાત્રાની યાદ તાજી થશે. 1991-91માં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રા ભાજપના તત્કાલિન અધ્યક્ષ મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં યોજાઈ હતી. આતંકવાદની ચરમસીમાના સમયગાળામાં યોજાયેલી એકતા યાત્રાની સમાપ્તિ શ્રીનગરના લાલચોકમાં આતંકીઓના પડકાર વચ્ચે તિરંગો ફરકાવીને સમાપ્ત કરવામાં આવી હતી. શ્રીનગરના લાલચોકમાં 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનના દિવસે તિરંગો ફરકાવનારાઓમાં મુરલી મનોહર જોશી સાથે ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતના ઘણાં અન્ય નેતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાને સમયથી પહેલા પૂર્ણ કરવામાં આવી અને સંસદમાં જમ્મુ-કાશ્મીરને લઈને મહત્વના એલાન કરવામાં આવ્યા. હવે સમય છે કે 15મી ઓગસ્ટે લાલચોક પર તિરંગો ફરકાવવામાં આવશે અને તે વખતે ભાજપ અધ્યક્ષ અમિત શાહ જેવા દિગ્ગજ નેતાની હાજરી નિશ્ચિતપણે કાશ્મીરીઓને આતંકીઓ અને ભાગલાવાદીઓ દ્વારા ભારતના મુખ્યપ્રવાહથી અલગ પાડી દેવાની કોશિશોને સામે ભારત સરકારની રાજકીય ઈચ્છાશક્તિનો પણ મોટો સંદેશો જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code