1. Home
  2. revoinews
  3. INS વિક્રમાદિત્યમાં દુર્ઘટના, આગ બુઝાવવાની કોશિશમાં નૌસૈન્ય અધિકારી શહીદ
INS વિક્રમાદિત્યમાં દુર્ઘટના, આગ બુઝાવવાની કોશિશમાં નૌસૈન્ય અધિકારી શહીદ

INS વિક્રમાદિત્યમાં દુર્ઘટના, આગ બુઝાવવાની કોશિશમાં નૌસૈન્ય અધિકારી શહીદ

0
Social Share

નવી દિલ્હી: કર્ણાટકના કરવાર પાસે જંગી યુદ્ધજહાજ આઈએએનએસ વિક્રમાદિત્યમાં આગ લાગવાની ઘટના બની છે. આગ બુઝાવવાની કોશિશમાં નૌસેનાના એક અધિકારી શહીદ થયા છે. આઈએનએસ વિક્રમાદિત્યામાં આના પહેલા 2016માં પણ દુર્ઘટના થઈ ચુકી છે. ત્યારે ઝેરી ગેસ લીક થવાને કારણે નૌસેનાના બે કર્મચારીઓએ જીવ ગુમાવ્યા હતા.

નૌસેનાએ જણાવ્યું છે કે લેફ્ટિનેન્ટ કમાન્ડર ડી. એસ. ચૌહાને બહાદૂરીથી કમ્પાર્ટમેન્ટમાં આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી. તે દરમિયાન તેઓ ધુમાડાથી બેહોશ થઈ ગયા હતા. તેના પછી ડી. એસ. ચૌહાનને કરવારમાં નેવીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમને બચાવી શકાયા નથી. નેવીના જણાવ્યા પ્રમાણે, યુદ્ધજહાજને કોઈ નુકસાન થયું નથી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને દુર્ઘટનાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે રશિયાના યુદ્ધજહાજ એડમિરલ ગોર્શકોવને જ નૌસેનાએ આઈએનએસ વિક્રમાદિત્ય નામ આપ્યું છે. આઈએનએસ વિક્રમાદિત્ય એક પ્રકારે તરતું શહેર છે. આ યુદ્ધજહાજ સતત 45 દિવસ સુધી સમુદ્રમમાં રહી શકે છે. તેની એરસ્ટ્રીપ 284 મીટર લાંબી અને મહત્તમ 60 મીટર પહોળી છે. તેનો આકાર ત્રણ ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલો છે.

15 હજાર કરોડ રૂપિયાની કિંમતે નિર્માણ પામેલા આઈએનએસ વિક્રમાદિત્ય પર 30 યુદ્ધવિમાન, ટોહી હેલિકોપ્ટર તેનાત કરી શકાય છે. તેના ઉપર કુલ 22 ડેક છે. એક વખતમાં 1600થી વધારે જવાનો તેના પર તેનાત રહી શકે છે. આઈએનએસ વિક્રમાદિત્ય પર લાગેલા જનરેટરથી 18 મેગાવોટ વીજળી મળે છે. તેમા સમુદ્રી પાણીને સ્વચ્છ કરીને પીવાલાયક બનાવવા માટેના ઓસ્મોસિસ પ્લાન્ટ પણ લાગેલા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code