- એક તરફ ભારત-ચીન વચ્ચે તણાવ બીજી તરફ અમેરિકા સાથે ભારતની મિત્રતા
- અમેરિકાનું એક વિમાન પી-8 ફ્યુલ ભરાવવા ભારતના એરબેઝ પર રોકાયું
- વર્ષ 2016માં ભારત-અમેરિકા વચ્ચે થયેલી સંધિના ભાગરૂપે પ્લેને કર્યું હતું ઉતરાણ
પોર્ટ બ્લેર: એક તરફ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા વધુને વધુ મજબૂત જોવા મળી રહી છે. બંને દેશો વચ્ચેની મિત્રતાની એક મિસાલ શુક્રવારે જોવા મળી હતી. જેમાં અમેરિકાના એક જાસૂસી વિમાન પી-8 ફ્યુલ લેવા માટે ભારતના એર બેઝ પર રોકાયું હતું. ઇતિહાસની આવી પ્રથમ ઘટના હતી જ્યારે અમેરિકાના કોઇ વિમાને આંદામાન નિકોબારના એરબેઝ પર ઉતરાણ કર્યું હતું.
P-8 વિમાન દુશ્મનોની સબમરિન અને યુદ્વ જહાજો પર જાસૂસી કરવા માટે છે. જરૂર પડે તો તે તેનો ખાત્મો પણ બોલાવી શકે છે. ભારતીય નૌ સેનામાં પણ પી-8 વિમાનો સામેલ કરાયા છે. આપને જણાવી દઇએ કે ભારત અને અમેરિકા વચ્ચે વર્ષ 2016માં એક સંધિ થઇ હતી જે અંતર્ગત બંને દેશો એક બીજાના મિલિટરી એર બેઝ કે પોર્ટનો ઉપયોગ કરી શકે છે.
આ સંધિ અંતર્ગત અમેરિકન વિમાન આંદામાન નિકોબારના પોર્ટ બ્લેર ખાતે લેન્ડ થયું હતું અને ફ્યુલ ભરીને રવાના થયું હતું. આ પહેલા ભારતના એક યુદ્વ જહાજે મધ દરિયે અમેરિકન ઓઇલ ટેન્કરમાંથી ફ્યુલ લીધું હતું.
(સંકેત)