1. Home
  2. revoinews
  3. દિલ્હીમાં સ્મૉગ ટાવર ઉભા કરવાનો મામલો, સુપ્રીમની કેન્દ્રને નોટિસ
દિલ્હીમાં સ્મૉગ ટાવર ઉભા કરવાનો મામલો, સુપ્રીમની કેન્દ્રને નોટિસ

દિલ્હીમાં સ્મૉગ ટાવર ઉભા કરવાનો મામલો, સુપ્રીમની કેન્દ્રને નોટિસ

0

દેશના પાટનગર દિલ્હીમાં વધતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ત્યાં સ્મોગ ટાવર ઊભા કરવાના સરકારી પ્રોજેક્ટ સંદર્ભે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ IIT મુંબઇ પર એ વખતે ખફા થઇ હતી જ્યારે એને ખબર પડી કે દેશના પાટનગરમાં પ્રદૂષણને નિયંત્રણ કરવા સ્મોગ ટાવર ઊભા કરવાના સરકારી પ્રોજેક્ટમાંથી ખસી જવા ઇચ્છે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો આવું કરશે તો તેની સામે બદનક્ષીની કાર્યવાહી કરાશે. સુપ્રીમ કોર્ટે આઇઆઇટી મુંબઇ અને અન્યની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને કોર્ટના ઓર્ડર પર અમલ નહીં કરવા બદલ ઠપકો આપ્યો હતો. કોર્ટે કેન્દ્ર પાસે પણ જવાબ માંગ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કોર્ટે કહ્યું હતું કે આઇઆઇટી મુંબઇ અને તાતા પ્રોજેક્ટ્સ લિ.ના અધિકારીઓની મુલાકાત અને કેન્દ્રીય પર્યાવરણ નિયંત્રણ બોર્ડ દ્વારા લખાયેલા એક ડ્રાફ્ટ કરાર પછીના 6 મહિના બબાદ પ્રોજેક્ટમાંથી નીકળી જતાં તેને સજા કરી શકે છે.

કોર્ટના ઓર્ડરમાં વિલંબ કરવાના આરોપસર અમે આઇઆઇટી મુંબઇ અને અન્યોને સજા કરીશું. કરાર કર્યાના છ મહિના પછી તેઓ કેવી રીતે નીકળી શકે છે? એક સરકારી પ્રોજેક્ટમાંથી તેઓ કેવી રીતે પાછળ ખસી શકે? હું તેમની સામે અદાલતના અપમાનનો કેસ કરીશ’ એમ જસ્ટિસ અરૂણ મિશ્રાએ આજે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે અને દિલ્હી સરકારને દિલ્હીમાં પ્રદુષણ નિયંત્રણ કરવા ગયા વર્ષે ડીસેમ્બરમાં કોનોટ પેલેસમાં ત્રણ મહિનામાં સ્મોગ ટાવર ઊભા કરવા ઓર્ડર કર્યો હતો.એ વખતે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આવા ટાવર ઊભા કરવા ઓછામાં ઓછા છ મહિના લાગશે. કોર્ટે કેન્દ્ર પાસે જવાબ પણ માંગ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.