લોન મોરેટોરિયમ: સરકારના સોગંદનામાનો જવાબ આપવા સુપ્રીમે તમામ પક્ષોને 1 સપ્તાહનો આપ્યો સમય
- લોન મોરેટોરિયમ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી
- કેન્દ્ર સરકારના સોગંદનામાનો જવાબ આપવા માટે તમામ પક્ષોને 1 સપ્તાહનો સમય અપાયો
- રિયલ એસ્ટેટ એસોસિયેશન અને અન્ય મુદ્દાઓ પર સરકારે વિચારવું જરૂરી: SC
નવી દિલ્હી: લોન મોરેટોરિયમ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા લોન મોરેટોરિયમ મામલે કેન્દ્ર સરકારના સોગંદનામાનો જવાબ આપવા માટે તમામ પક્ષોને એક સપ્તાહ સુધીનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે રિયલ એસ્ટેટ એસોસિયેશન અને અન્યોના મુદ્દાઓ પર પણ વિચાર કરવો જોઇએ. હવે આગામી સુનાવણી 13 ઑક્ટોબરે હાથ ધરવામાં આવશે.
SC gives a week time to Centre & RBI to file their comprehensive reply related to issues mentioned in batch of petitions demanding interest waiver on loans during moratorium.
Justice Ashok Bhushan says govt affidavit doesn't deal or mention with several issues arising in case https://t.co/rG8PQ7Czrr— ANI (@ANI) October 5, 2020
સુપ્રીમ કોર્ટ અનુસાર નિર્ણયોને લાગુ કરવા માટે સરકાર કે RBI દ્વારા કોઇ નક્કર આદેશ કે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. તે ઉપરાંત કામથ સમિતિના રિપોર્ટને રેકોર્ડમાં નથી લેવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે અરજદારની દલીલ છે કે કેન્દ્રના સોંગદનામાના અનેક મુદ્દાઓ પીઆર કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશન (IBA) તરફથી વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે આ મામલે વિલંબથી બેન્કોને નુકસાન થઈ રહ્યું છે. જો સુનાવણી ટાળવામાં પણ આવે છે તો એ ફક્ત જવાબ આપવા માટે ટાળવામાં આવે, જેથી 2-3 દિવસથી વધુનો સમય ન આપવો જોઈએ.
(સંકેત)