- આજથી એટલે કે 12 સપ્ટેમ્બરથી 80 વધારાની સ્પેશિયલ ટ્રેન શરૂ
- મુસાફરોએ કોરોનાની કેટલીક ગાઇડલાઇન્સનું કરવું પડશે પાલન
- મુસાફરોએ ઓછામાં ઓછું 90 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચવું પડશે
કોરોના વાયરસની મહામારીને કારણે માર્ચ મહિનાથી જ દેશમાં પરિવહન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી તેમાં રેલવે ટ્રેનોનો પણ સમાવેશ થતો હતો. જો કે આ દરમિયાન અમુક ખાસ શ્રમિક ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. આજથી એટલે કે 12 સપ્ટેમ્બરથી ભારતીય રેલવે 40 જોડી વધારાની ટ્રેન શરૂ કરવા જઇ રહ્યું છે. આ ટ્રેનો માટે શુક્રવારે જ તત્કાલ ટિકિટ બુકિંગ કરવામાં આવ્યું હતું. આ 80 ટ્રેન પહેલાથી ચાલી રહેલી 30 સ્પેશિયલ ટ્રેન અને અન્ય રાજધાની અને 200 સ્પેશિયલ મેલ એક્સપ્રેસથી અલગ હશે.
આ 80 સ્પેશિયલ ટ્રેનોને શરૂ કરવામાં આવી
આજથી હવે આ ટ્રેનોનું સંચાલન શરૂ થયા બાદ દેશમાં ચાલતી કુલ ટ્રેનની સંખ્યા 310 પર પહોંચી ચૂકી છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે પહેલા કહ્યું હતું કે આ ટ્રેનોની દેખરેખ રાખ્યા બાદ માલુમ પડી રહ્યું છે કે, કઇ ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ કેટલું લાંબું છે. તો આ ટ્રેનના બુકિંગ, રૂટ સહિતની માહિતી મેળવીએ જેનાથી તમને મુસાફરી પહેલા કોઇ તકલીફ ના પડે.
મુસાફરોને ટ્રેનમાં મુસાફરી દરમિયાન નીચેના નિયમોનું પાલન પણ કરવું પડશે
– આ 40 જોડી ટ્રેનમાંથી જે ટ્રેન રાજધાની દિલ્હીથી દોડશે તેના નંબર આ પ્રમાણે છે. 02482, 02572, 02368, 02416, 02466, 02276, 02436, 02430, 02562, 02628, 02616, 02004
– આ ટ્રેનોમાં મુસાફરી કરવા માંગતા લોકોએ ઓછામાં ઓછું 90 મિનિટ પહેલા સ્ટેશન ખાતે પહોંચવાનું રહેશે. રેલવે સ્ટેશન પર તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો કોઈ મુસાફરમાં કોરોનાના લક્ષણો જોવા મળશે તો તેને મુસાફરીની પરવાનગી નહીં આપવામાં આવે
– સ્થિતિ સામાન્ય થયા બાદ પણ એસી કોચમાં આ સુવિધા નહીં મળે. એટલે કે કોવિડ 19 પછી સ્થિતિ સામાન્ય થશે ત્યાર બાદ પણ ટ્રેનમાં તકિયા, ધાબળા, ચાદર, નેપકિન જેવી અન્ય વસ્તુઓ નહીં મળે
– મુસાફરોએ પોતાના મોબાઇલમાં ‘આરોગ્ય સેતુ’ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ભારતીય રેલવે મુસાફરોને તકિયા, ધાબળા અને પડદા વગેરે નથી આપી રહી
– આ ઉપરાંત ટ્રેનમાં બનાવવામાં આવેલું ભોજન નહીં મળે. હાલ ફક્ત પાર્સલ ફૂટ જ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે એક વખત ટ્રેન સેવા શરૂ થયા બાદ આ પ્રેક્ટિસ ચાલુ રાખવા અંગે વિચારવામાં આવશે
– ભારતીય રેલવે સામાન્ય ટ્રેન સેવા શરૂ થાય પછી પણ આ વસ્તુઓ નહીં આપવાની યોજના પર કામ કરી રહ્યું છે. જોકે, આ અંગેની કોઈ અધિકારી જાહેરાત કે પછી અનૌપચારિક નિર્ણય નથી લેવામાં આવ્યો
(સંકેત)