- ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ભારતે વધુ એક મિસાઇલનું કર્યું પરીક્ષણ
- ભારતે નાગ ટેંક ગાઇડેડ મિસાઇલના અંતિમ તબક્કાનું કર્યું સફળ પરીક્ષણ
- આ મિસાઇલ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા નિર્મિત છે
નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતે વધુ એક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતે વોરહેડની સાથે નાગ ટેંક ગાઇડેડ મિસાઇલના અંતિમ તબક્કાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઇલનું પરીક્ષણ સવારે 6.45 કલાકે રાજસ્થાનના પોખરણી ફીલ્ડ ફાયરિંગ રેંજમાં કરવામાં આવ્યું. રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (DRDO)દ્વારા આ મિસાઇલને વિકસિત કરવામાં આવી છે.
રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન દ્વારા નિર્મિત આ દેશી મિસાઇલનું પરીક્ષણ પોખરણમાં ગુરુવારે વહેલી સવારે 06.45 કલાકે કરવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે નાગ મિસાઇલ સંપૂર્ણપણે સ્વદેશી બનાવટ છે અને આ પ્રકારની મિસાઇલોમાં ભારત દ્વારા નિર્મિત થર્ડ જનરેશનની છે. DRDO તરફથી સતત તેના અલગ અલગ ટ્રાયલ કરવામાં આવે છે.
નોંધનીય છે કે આ પહેલા પણ નાગ મિસાઇલના અન્ય ટ્રાયલ કરવામાં આવી ચૂક્યાં છે. વર્ષ 2017, 2018 અને 2019માં અલગ-અલગ રીતે નાગ મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે. જેમાં અચૂક નિશાન તાકવાની ક્ષમતા તેમજ દુશ્મનના ટેંકને ટાર્ગેટ કરી શકે છે.
(સંકેત)