- કોરોનાના સંકટકાળમાં સરકારે લોનધારકોને આપી રાહત
- સરકારે લોનની વ્યાજ પરના વ્યાજને માફ કરવાનો લીધો નિર્ણય
- જો કે આ નિર્ણયથી સરકારી તિજોરી પર રૂ.5000-7000 કરોડનો બોજ પડશે
નવી દિલ્હી: કોરોનાના સંકટકાળમાં લોનધારકોને સૌથી વધુ આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો જેને રાહત આપતા આજે સરકારે મોરેટોરિયમના સમયગાળા દરમિયાન રૂ.2 કરોડ સુધીની લોનની વ્યાજ પરનું વ્યાજ માફ કરવાનો નિર્ણય લીધો છે. જો કે સરકારના આ નિર્ણયથી સરકાર પર આર્થિક બોજ વધશે. રેટિંગ એજન્સી ઇકરાના મત અનુસાર મોરેટોરેયિમ સમયગાળા દરમિયાન લોનના વ્યાજ પરનું વ્યાજ માફ કરવાથી સરકારી તિજોરીને અંદાજે રૂ.5000થી 7000 કરોડનું નુકસાન થવાની શક્યતા છે.
આ અંગે વાત કરતા ઇકરાના ઉપપ્રમુખ અનિલ ગુપ્તાએ કહ્યું કે, બેંકો અને NBFCની કુલ લોનના 30 થી 40 ટકાનો જ સરકારની આ રાહતનો લાભ મળશે, અને તેનાથી સરકારી તિજોરી પર રૂ.5000 થી 7000 કરોડથી વધુ બોજ પડશે નહીં. એવું માનવામાં આવી રહ્યું છે કે તમામ લોનધારકોને રાહત આપવામાં આવી છે પછી ભલે તમે લોન મોરેટોરિયમનો લાભ મેળવ્યો હોય કે ન મેળવ્યો હોય. વ્યાજ માફીના ખર્ચને શોષિત કરવાના સરકારના ઉદ્દેશને જોતા, ધિરાણકર્તાની નફાકારકતા પર ન્યૂનત્તમ અસર થશે.
ગુપ્તાએ વધુમાં ઉમેર્યું હતું કે ઋણ લેનારા, જેમણે મોરેટોરિયમ મેળવ્યું હોય કે ન મેળવ્યું હોય, તેમની વચ્ચે ક્યાંક સમાનતા લાવવા માટે, વ્યાજ પર કાલ્પનિક વ્યાજની રકમ ઘટાડવાની જરૂર રહેશે, જેમણે ઋણ લેનારાની વિરુદ્વ બાકીની રકમની રકમ ઓછી કરી ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મેકવેરી કેપિટલે એવી આશંકા વ્યક્ત કરી હતી કે મોરેટોરિયમ સમયગાળા દરમિયાન વ્યાજ પરનો સંપૂર્ણ વ્યાજ માફ કરવાથી બેંકો પર અંદાજે 15,000 કરોડ રૂપિયાનો બોજ પડી શકે છે.
(સંકેત)